SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પંચ પ્રતિકમાણસૂત્રો એ અર્થમાં આર્ય પ્રજાએ ઘણું જ શોષવું પડશે. સ્નેહલગ્ન, સમાનતા વગેરે વાતોનું પરિણામ આખર તો આવું જ છે. શબ્દો ઊંચા વપરાય છે, પણ તેને યોગ્ય પરિસ્થિતિ નથી હોતી. પરિસ્થિતિ જે અત્યારે છે, તે એ શબ્દો નીચે વધારે બગડે છે. તેથી એવા મોટા શબ્દોથી ભોળા લોકો ભોળવાઈને આવી વાતોને ઉત્તેજન આપે છે. જે એવા શબ્દો પ્રમાણે વાસ્તવિક બની શકે તેમ હોય, તો તે વધાવી લેવા જેવું છે. પરંતુ વાસ્તવિક રીતે તેમ નથી. આનું આખર પરિણામ એ છે કે-આખા જગમાં આર્યપ્રજા ચારિત્રની જે પવિત્રતા લાખો કરોડો પેઢીઓથી યથાશકય. જાળવી રહેલ છે, તેના જે કાંઈ અંશો લાખો કુટુંબોમાં વંશ વારસાથી ટકયા છે. અને ઘણાં કુટુંબો એવા છે કે જેઓમાં હજુ કદી સ્ત્રી કે પુરુષ વ્યભિચારી પાકયા નથી. પરંતુ આવી હિલચાલોથી મન ડોળાઈને કેટલાકના ચારિત્ર ઉપર ફટકો પડી જાય; આ ભયંકર પરિણામ તરફ આર્ય પ્રજાને ચળવળ કરનારા લઈ જાય છે. છતાં તેઓ આજે હિતેચ્છુઓ ગણાય છે. સારાંશ કે-સ્નેહલગ્ન, વિધવાવિવાહ, સ્ત્રીસ્વાતંત્ર્ય, સ્ત્રી સમાનતા, આદર્શલગ્ન વગેરે શબ્દો નીચે ભ્રમણામાં ન પડતાં આર્યમર્યાદાને વળગવામાં આ વ્રતનું પાલન છે, અને ઉત્તરોત્તરની શ્રાવક સંતતિને ફાયદો રહે તેમ છે. શ્રાવકનું ચોથું અણુવ્રત અને તેના અતિચારોનું પ્રતિક્રમણ. શબ્દાર્થ :- નિચ્ચે હમેશ. પરદાર-ગમણ-વિરઇઓ પરસ્ત્રી ગમનથી અટકવાને આશ્રયીને. અપરિગ્દહિઆ અપરિગૃહીતા, ગ્રહણ ન કરેલી - ન સ્વીકારાયેલી. ઈત્તરાઈવર થોડા કાળ માટે ગ્રહણ કરાયેલી. આણંગ=અનંગ ક્રીડા. વીવાહ પરવિવાહ કરવા, કરાવવા. તિવ્ય-આશુરાગે તીવ્ર અનુરાગ તીવ્ર વિષયાભિલાષ, વિષય લોલુપતા. ચઉત્યે અણુવ્રયમ્મિર, નિચ્ચ પદાર-ગમણ-વિરઈઓ “આયરિઅમપ્રસન્થ", ઇત્ય પમાયપ્રસંગેણં ૧પા 'અપરિગ્દહિઆઈત્તર, અસંગવિવાહ” તિવ્રઅણુરાગે, ચઉત્થ-વસઈયારે,પડિકમે દેસિયં “સā૧૬ ચોથા અણુવ્રતમાં હમેશાં પરસ્ત્રી ગમનથી વિરતિને આશ્રયીને આચરણ થાય છે.), એમાં પ્રમાદના પ્રસંગને લીધે અપ્રશસ્તભાવ થવાથી અપરિગૃહીતા [ગમન), ઈવર -[પરિગૃહીતા ગમન, અનંગ [ચેષ્ટા], [પર વિવાહ'[કરવા કરાવવા, તીવ્રકામ લોલુપતા એ ચોથા વ્રતના અતિચારો ]િ દિવસ “સંબંધી તે “સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. ૧૫-૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy