________________
૧૨૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
છે, ને પોતાની સ્ત્રીથી જ સંતોષ માને છે, પરસ્ત્રીનું તદ્દન વર્જન કરે છે. આનું નામ સ્વદાર સંતોષ - પરદાર સ્ત્રી વિરમણ વ્રત કહેવાય છે. તેથી ઊતરતો અવ્રતી વર્ગ પણ હોય છે. તેમજ, તેથી પણ ઊતરતો વર્ગ હોય છે.
બ્રહ્મચર્યનો ખરો આધાર પોતાનાં મન વચન કાયાના સ્કૂલ કે સૂક્ષ્મ સારાં તત્ત્વોને જરા પણ ધકકો ન લાગે તેવો સમ પ્રકારનો આહાર, તેવી ચર્યા, તેવા સહવાસ અને તેવા સંજોગો વગેરે સર્વ પ્રકારો ઉપર છે. આ જ વસ્તુ શાસ્ત્રકારોએ નવ વાડોમાં સમજાવેલ છે. તેમજ ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓમાં પણ આ જ બાબતો આદર્શ સ્વરૂપે બતાવી છે. - મૈથુન સૂક્ષ્મ અને સ્કૂલ બે પ્રકારનું છે. સહજસાજ ઇંદ્રિયોનો વિકાર સૂક્ષ્મ મૈથુન છે, અને ઈદ્રિયોની ચંચળતાજન્ય સવિશેષ કામવાસનામાં પ્રવૃત્ત થઈ મન, વચન, કાયા પ્રવર્તાવવાં તે સ્કૂલ મૈથુન છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે.
સર્વથા બ્રહ્મચર્ય એટલે-મન, વચન, કાયાથી સર્વ કામવાસના અન્ય સંગોનો ત્યાગ. અને દેશથી એટલે માત્ર સ્વસ્ત્રીમાં સંતોષ રાખવાથી માંડીને પરસ્ત્રી વિરમણવ્રત સુધીનું ગૃહસ્થ પાળી શકે છે તે. તેથી ઊતરતી સ્થિતિ બ્રહ્મચર્યમાં ગણવા લાયક ન ગણાય.
બ્રહ્મચર્યવ્રત જગતમાં દીવો છે. બ્રહ્મચર્ય શબ્દનો બહોળો અર્થ સુવ્યવસ્થિત જીવન. સુવ્યવસ્થિત જીવન હોય તો જ બ્રહ્મચર્ય પળાય, અને જેમ બ્રહ્મચર્ય પળાતું જાય તેમ ઉત્તરોત્તર જીવન સુવ્યવસ્થિત થતું જાય, જેથી શુક્રાદિ સર્વ ધાતુઓ સુયોગ્ય પ્રમાણમાં સારી રીતે વ્યવસ્થિત હોય છે, જેથી શરીરનાં તમામ તત્ત્વોમાં પણ શુક્ર ધાતુ સારી રીતે વ્યાપક થવાથી તેનું શરીર પાતળું, સુડોળ, ઘેરા લાલ રંગનું, મોટું શ્યામ, શરીર ઠંડું, સર્વ ઋતુઓના આઘાત સહન કરવાને સમર્થ, પરિશ્રમી, ફુટબોલ જેવું હલકું હોય છે. જે તે માંસાહારી જાતનો ન હોય, તો તેનો મગજ શાંત, ઉચ્ચ વિચારો અને જીવન સંસ્કાર ઝીલવાને સમર્થ, શુભચિંતક, અને સુમનનશીલ હોય છે. આવા પુરુષો બ્રહ્મચર્યથી મહાત્માઓ પણ થઈ શકે છે, અપફવ કે દુષ્પફવા નહીં, પણ સુપફવ ગાયના દૂધ, ફળોના રસો અન્ન વગેરે સાત્વિક ખોરાકો છે. તેલ મરચાં કંદમૂળ વગેરે રાજસી ખોરાકો છે અને માંસમદિરાદિક તામસી ખોરાકો છે. સાત્વિક ખોરાક પ્રમાણસર ખાવા એ બ્રહ્મચર્યની નવવાડમાંની એક વાડ છે.
જે સ્ત્રીઓને પણ બ્રહ્મચર્યનો લાભ મળ્યો હોય છે તે પૂતળી જેવી પાતળી, આનંદી અને લવિંગ જેવી મનોહર લાગે છે. તે આત્યંતરમાં હૃદયથી પણ એકંદર બ્રહ્મચર્યપ્રિય હોય છે, અને પતિવ્રતા તો અવશ્ય હોય છે. શરીર જાડાં, પીળાં, ઊજળાં ફીકાં વગેરે હોય છે, તે આહારાદિક કે બ્રહ્મચર્યાદિકના દોષથી દૂષિત થયેલ શુક્રાદિ ધાતુઓની વિકૃતિઓનું પરિણામ સમજવાનું છે.
બ્રહ્મચારીનું મગજ શાંત હોય છે. જીર્ણ જ્વરાદિ સૂક્ષ્મ તાવો તેને અસર કરતા નથી. તેથી તેની આંખોનું તેજ, શ્રવણશક્તિ, સ્પર્શશકિત, રસ અને ગંધ ગ્રહણ શકિત ઘણી તીવ્ર હોય છે. આમ ઈદ્રિયોના સૌષ્ઠવને શાસ્ત્રમાં રૂપ કહેલ છે. શ્રાવકના ૨૧ ગુણોનાં “રૂપવાનું” એ ગુણ ગણાવ્યો છે, તેનો આ અર્થ છે : વારસાથી મળેલ રૂપને ટકાવી રાખી શ્રાવક રૂપવાન રહે છે : રૂપવાન એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org