________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
સહસા=સહસા, સહસાત્કારે, કોઈના પર એકાએક આળ દેવું. રહસ્≠રહસ્ય-રહસ્યાભ્યાખ્યાન-ખાનગી વાત બહાર પાડવી. સદારે=સ્વદારા, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત બહાર પાડવી. મોંસુવએસે-મૃષાઉપદેશ, ખોટો લેખ.
`બીએ ‘અણુ-વ્વયમ્મી, વૈપરિશૂલગ-અલિઅ-વયણ-વિરઈઓ । ૪આયરિઅમર્પસત્યે, “ઇત્ય પમાય-પસંગેણં ॥૧૧॥ “સહસા- રહસ્સદારે,૧૦ ૧'મોસુવએસે 'અ ફૂડ-લેહે `આ ૧૪બીય-વયસઈ આરેપ, પડિમે દેસિઅં સર્વાં॰ ।૧૨।
‘બીજા ૐઅણુવ્રતમાં- મોટા જૂઠાણાથી વિરતિને આશ્રયીને ‘આચરણ [થાય છે]. “આમાં પ્રમાદના પ્રસંગે કરીને અપ્રશસ્ત ભાવ થવાથી
૧૧૯
‘કોઈના પર એકાએક આળ દેવું, “કોઈની ગુપ્ત વાત ઉઘાડી પાડવી, પોતાની સ્ત્રીની ગુપ્ત વાત ઉઘાડી પાડવી, ``ખોટો ઉપદેશ આપવો ‘“અને ` ંખોટા લેખ કામ કરવા [એ] બીજા řવ્રતના ૧૫અતિચારોથી [જે કર્મ બાંધ્યું હોય] ૧‘દિવસ સંબંધી [ત] `સર્વનું ‘‘પ્રતિક્રમણ કરું છું. ૧૧-૧૨.
વિશેષાર્થ :- ૧. સહસાત્કારાભ્યાખ્યાન - “ચોર, વ્યભિચારી” ઇત્યાદિ રીતે કોઈના ઉપર ઉતાવળથી આળ દેવું.
૨. રહસ્યાભ્યાખ્યાન - કોઈની ગુપ્ત વાત જાહેર કરી દેવી : અથવા ગુપચુપ મંત્રણાઓ કરી કોઈની વચ્ચે લડાઈ કરાવવી, ચાડિયાપણું કરવું.
૩. સ્વદાર મંત્ર ભેદ - પોતાની સ્ત્રીનું ગુપ્ત રહસ્ય ઉઘાડું પાડવું કે કોઈ પણ સ્ત્રીનું ગુપ્ત રહસ્ય ઉઘાડું પાડવું. એકંદર કોઈનું ગુપ્ત રહસ્ય ઉઘાડું પાડવાથી, સત્ય છતાં તેને આઘાત કરનાર થઈ પડે છે. અને મરણ નિપાવવા સુધી પરિણામ લાવે છે. માટે તે સત્ય છતાં પણ જૂઠું છે.
૪. મૃષોપદેશ - હિંસાકારી ઉપદેશ દેવો, કોઈને ખોટે રસ્તે ચડાવી દેવો. ખોટી સલાહ દેવી. માયાવી શાસ્ત્રોનો ઉપદેશ આપવો વગેરેનો સમાવેશ આમાં થાય છે.
૫. ફૂટલેખ - ખોટા લેખ, ખોટા દસ્તાવેજ, ખોટા કાગળ, ખોટા ખત વગેરે કરવા વગેરેનો આમાં સમાવેશ થાય છે. જો કે આ રીતસર ગુનો છે. એટલે અનાચાર ગણાય. અનાચારને કાયદામાં ગુનો કહેલો છે અને અતિચારને લગભગ અપકૃત્ય કહેલ છે. એ દૃષ્ટિથી ખોટા લેખ વગેરે ગુનો જ છે, એટલે અનાચાર છે. તેમ છતાં કોઈ ભોળો માણસ એમ માનતો હોય કે “મેં જૂઠું બોલવાની બાધા લીધી છે, પણ ખોટું લખવાની કયાં બાધા લીધી છે ?'' આવા ભોળા ભાવથી તે વ્રતમાં સાપેક્ષ હોય, તે તેને વ્રતની દૃષ્ટિથી અતિચાર લાગ્યો ગણી શકાય. એ દૃષ્ટિથી તેને અહીં અતિચાર તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org