________________
પંચ પ્રતિકમણસૂત્રો
માગણી કરે છે. ત્યારે જૈન શાસનમાં તો નિદાન કરવાની-એટલે એવી સાંસારિક સુખોની માગણી કરવાની ચોખ્ખી મનાઈ છે. તો પણ એવી જાતની માગણી કરવાની હોય એવો દેખાવ ધારણ કરીને છેવટે પ્રભુનાં ચરણકમળોની ભવોભવમાં સેવા કરવાની જ માગણી કરે છે, જે જૈન શૈલી અનુસાર સંગત જ છે. ભકતને ઘણું માગવાનું મન થાય છે. પણ ભકિતના ફળ રૂપે નિયાણું કરીને પણ કાંઈક માગવાનું મન થાય છે. પણ ભકિતના પ્રવાહમાં નિયાણું કરવાનું જોખમ વહોરીને માત્ર ભવોભવમાં જિનેશ્વરોની ચરણસેવા જ માગે છે. વાસ્તવિક રીતે તે નિયાણું નથી જ, કેમકે છેવટે પણ જિનેશ્વરોના ભકત તેઓના ઉપદેશથી વિરુદ્ધ તો જાય જ નહીં.
અને એ પ્રમાણ પણ આખર તો દુ:ખ ને કર્મોના ક્ષય રૂપ મોક્ષને ઉદ્દેશીને જ છે. તેથી મોક્ષને ઉદ્દેશીને કરવામાં આવેલ ક્રિયા કે તેની સફળતા માટે રાખેલી આશાઓ નિયાણું ગણાતું નથી. નિયાણાનો અર્થ એ છે કે : ધાર્મિક ક્રિયાઓમાં મોક્ષ સિવાયના ફળની અભિલાષા, એટલે પછી ધાર્મિક ક્રિયાને પરિણામે મોક્ષની ઇચ્છા કરવી એ તો જરૂરની છે, જે દુક્ષ્ક્ષઓ કમ્મક્ખઓ ગાથામાં સ્પષ્ટ થાય છે.
૫૯
આ સ્થિતિ પોતાને પ્રાપ્ત થવામાં જૈનશાસન નામની મોટી ધાર્મિક સંસ્થાની જ મદદ હોવાથી તેની પણ સાથે સાથે સ્તુતિ કરી લે છે. ધર્મનું આચરણ શાસનની મદદ વિના થઈ શકતું નથી. શાસન-આજ્ઞા-નિરપેક્ષ ધર્મારાધન પ્રમાણભૂત ગણાતું નથી. માટે તીર્થંકરોનો ભકત તેમના શાસનની વફાદારી કેમ ભૂલે ? શાસનના વહીવટના ચાલુ ધોરણને અનુસરીને કોઈ વખત કર્તવ્ય પણ અ-કર્તવ્ય ઠરે છે અને અકર્તવ્ય પણ કર્તવ્ય ઠરે છે. આટલી તેની મહત્તા હોવાથી તેના તરફ્ની વફાદારી જાહેર કરી છે. ધર્મના સિદ્ધાંતો માનનાર છતાં જો શાસનને વફાદાર ન હોય તો તે તીર્થંકરોનો ભકત નથી. પરંતુ ધર્મના સિદ્ધાંતો કબૂલ રાખવા સાથે શાસનના હુકમ પ્રમાણે અમલ કરનાર તીર્થંકરોનો ભકત છે.
૬. કાયોત્સર્ગ વિભાગ આવે છે. તેના ત્રણ ભાગ જણાય છે. ૧. કાયોત્સર્ગનો હેતુ અહીં અરિહંત ચૈત્યોને વંદન વગેરે માટે છે. તે સૂચવવા અરિહંતચેઈઆણં સૂત્ર છે. એ કાયોત્સર્ગ રૂપ વંદના પણ ધીરજ વગેરે માનસિક ગુણોમાં બરાબર સ્થિર થઈને કરવાની ભલામણ છે. પછી અન્નત્થ સૂત્ર કાયોત્સર્ગના આગારો, વિધિ, મર્યાદા અને સ્વરૂપવર્ણન માટે છે, જે દરેક કાઉસગ્ગની પૂર્વે આવે છે. તે પ્રમાણે અહીં પણ મૂકવામાં આવેલ છે. બીજા ભાગમાં એક નવકારનો આઠ શ્વાસોચ્છ્વાસનો જઘન્ય કાઉસગ્ગ આવે છે. અને ત્રીજા ભાગમાં કાઉસ્સગ્ગમાં જ સ્વયં કરવાની સ્તુતિ-થોય આવે છે. એ થોય જો કે સંક્ષિપ્તમાં સ્તુતિ રૂપ જ છે, છતાં તે કાઉસ્સગ્ગનું અંગ છે, માટે જ બોલનાર એક નમોર્હત્ કહી સ્તુતિ બોલે, અને બીજા મન, વચન કાયાને તેમાં પરોવીને કાઉસ્સગ્ગમાં જ સ્થિર રહીને સાંભળે. નમોઽર્હત્ તે વખતે સ્તુતિનું મંગળાચરણ છે, અથવા અપૂર્ણતાની પૂર્તિ છે, કાઉસ્સગ્ગમાં નવકાર–કાઉસ્સગની ધ્યાનસ્વરૂપતા સાચવવા માટે ધ્યેયરૂપ છે, અથવા સ્તુતિને સ્થાને પણ છે. આમ અનેક ગર્ભિત હેતુઓથી ભરેલો આ ચૈત્યવંદનાનો સંક્ષિપ્ત વિધિ ગોઠવવામાં આવ્યો છે.
येत्यवंननां सूत्रोनो विशेषार्थ
૧. નમ્રુત્યુર્ણ, જયવીયરાય અને અરિહંત ચેઇઆણં : આ ત્રણ મોટાં અને વધારે ધ્યાન ખેંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org