________________
૧૦
કે વિચારનું નામ-નિશાન પણ જોવા મળતું નથી. એટલે નયચક્રકાર મલવાદી ક્ષમાશ્રમણ તથા નયચક્રટીકાકાર સિંહસૂરિગણિવાદિક્ષમાશ્રમણ આ બંને ગ્રંથકારે ધમકીતિથી સારી રીતે પ્રાચીન છે એ નિર્વિવાદ છે.
આ દ્વાદશાર નયચક્રની પૂર્વે સત્તરતાનિયષ્ય ગ્રંથ હતું કે જેના આધારે આ શ્રી મલવાદી ક્ષમાશ્રમણે વિરાર રચવાની રચના કરી હતી. આ આશયને સ્પષ્ટ ઉલ્લેખ આ નયચકના અંતમાં (પૃ. ૮૮૬માં) મળે છે.
આ નયચક્ર ઉપર સિંહસૂરિગણિવાદિષમાશ્રમણે ન્યાયાગમાનુસારણ અત્યંત વિસ્તૃત ટીકા લખી છે. અત્યારે આ ટીકા જ મળે છે. નયચક્રમૂળ કયાંયે મળતું જ નથી. સેંકડો વર્ષોથી નયચક્રમૂળ અપ્રાપ્ય થઈ ગયું છે એમ જણાય છે. આ વિષે અમે વિસ્તારથી પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં જણાવ્યું છે.
એટલે ટીકામાં આવતાં મૂળનાં પ્રતીકને આધારે જ પ્રતીક જેવા લાગતા તે તે શબ્દોનું આયોજન કરીને નયચક્રમૂળનું સંકલન કરવામાં આવ્યું છે. ટીકાકારની પદ્ધતિ એવી છે કે તે મૂળની સંકલનામાં અમુક પ્રમાણમાં જ સહાયક બની શકે છે. પ્રતીકને નક્કી કરવાનું કાર્ય પણ સરળ નથી જ. કલ્પનાને માટે આધાર લેવું પડે છે. કલ્પનાઓ પણ મનમાં જાતજાતની આવે તેમાં ગમે તે એક કલ્પનાને સ્વીકાર કરીને ટીકાગત શબ્દ અને કલ્પનાના આધારે જ મૂળની સંકલન કરવી પડી છે. અમારી મતિ પ્રમાણે જે નયચક્ર મૂળ તૈયાર થયું છે તે આ ગ્રંથમાં આપવામાં આવ્યું છે.
નયચક્ર ગ્રંથકાર તથા ટીકાકારના સમય વિષે, તેમ જ આ સટીક ગ્રંથનું ભારતીય દશનાઝના ઇતિહાસમાં કેવું અનુપમ સ્થાન છે તથા આ ગ્રંથ કેવી કેવી દાર્શનિક ઐતિહાસિક માહિતીઓને ખજાને છે એ વિષે પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં અમે ઘણા ઘણા વિસ્તારથી લખ્યું છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું.
અત્યારે લુપ્તપ્રાય ગણાતા પ્રાચીન બૌદ્ધ, સાંખ્ય, વૈશેષિક આદિ દશનના ગ્રંથ, પાઠો તથા સિદ્ધાંતે વિષે આમાં ઘણી ઘણી માહિતી મળતી હોવાથી ભારત બહાર વિદેશોમાં આની ઘણી મોટી પ્રસિદ્ધિ છે. નયચક્રના પ્રથમ વિભાગમાં આપેલું ભેટપરિશિષ્ટ પ્રાચીન બૌદ્ધ દશનશાસ્ત્રના અભ્યાસી વિશ્વના વિદ્વાનેને બહુ ઉપયોગી થયું છે. નયચક્રના અષ્ટમ અરમાં બૌદ્ધગ્રંથ પ્રમાણસમુચ્ચય તથા તેની ટીકાના બીજા-ત્રીજા પાંચમા પરિચછેદના (સ્વાથનુમાન, પરાથનુમાન તથા અપહપરિચ્છેદના) પદાર્થો તથા પાઠેને સામે રાખીને આ૦ શ્રી મલ્લવાદી ક્ષમાશ્રમણે તથા ટીકાકાર આ૦ શ્રી સિંહસૂરિગણિક્ષમાશ્રમણે ઘણી ઘણી ચર્ચા કરેલી છે. પ્રમાણસમુચ્ચય તથા તેની વૃત્તિના રચયિતા બૌદ્ધાચાર્ય દિન્નાગ બૌદ્ધદશનના પિતા (Father of the Buddhist Logic) ગણાય છે. સેંકડો વર્ષોથી પ્રમાણસમુચ્ચય સંસ્કૃત ભાષામાં લુપ્ત થઈ ગયો છે. અત્યારે તે સાત-આઠસો વર્ષો પૂર્વે ટિબેટન (ભેટ) ભાષામાં કરવામાં આવેલા તેના અનુવાદે જ મળે છે. એટલે પ્રથમ વિભાગની જેમ આ ત્રીજા વિભાગમાં પણ ભેટપરિશિષ્ટ આપીને વૃત્તિસહિત પ્રમાણસમુચ્ચયના બીજાત્રીજા–પાંચમા પરિચ્છેદનું સંસ્કૃત ભાષામાં પુનઃ સ્થાપન કરવાની અમારી ઉત્કૃષ્ટ ભાવના હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org