________________
श्री ऋषभदेवस्वामिने नमः ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ श्री महावीरस्वामिने नमः ॥ श्री गौतमस्वामिने नमः ॥ पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपमेभ्यो नमः ॥ पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्मभ्यो नमः ॥ पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मभ्यो नमः ॥
પ્રસ્તાવના પરમકૃપાળુ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા તથા પરમ ઉપકારી સદ્દગુરુદેવ અને પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમ કૃપાથી વાદપ્રભાવક આચાર્ય ભગવાન શ્રી માલવાદિક્ષામમણુવિરચિત તથા સિંહસૂરિણિવાડિ. ક્ષમાથમાણુવિરચિતટીકાવિભૂષિત દ્વાદશાર નયચક નામના મહાન દાર્શનિક ગ્રંથના આ ત્રીજા ભાગને જગત સમક્ષ રજુ કરતાં આજે અમને અત્યંત આનંદને અનુભવ થાય છે.
આજથી લગભગ ચાલીશ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના થાણુ છલાના શહાપુર (રટેશનઆસનગાંવ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૦૧ નું ચાતુમાસ પૂર્ણ કરીને અમે વિહાર કરવાની તૈયારીમાં હતા ત્યારે વિક્રમ સંવત ૨૦૦૨ ના પ્રારંભમાં પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજની સૂચનાથી આ સટીક દ્વાદશાર નયચક મહાશાના સંશોધનસંપાદનનું કાર્ય અને સ્વીકાર્યું હતું. સંશોધન અંગેની વિવિધ સામગ્રી મેળવવામાં પણ અમને ઘણે સમય લાગ્યું હતું. આ સંશોધનમાં અત્યંત ઉપયેગી ટિબેટન (ભેટ) ભાષાના ગ્રંથની સામગ્રી તે ઘણા જ પરિશ્રમ પછી ઘણા વર્ષને અંતે અમને યુરોપ તથા અમેરિકામાંથી મળી હતી. દેવ-ગુરૂ કૃપાએ ઘણા પરિશ્રમને અંતે વિક્રમ સંવત ૨૦૦૭ માં નયચકનું મુદ્રણગ્ય લખાણ (એસકેપી) તૈયાર થયું હતું. તે પછી મુંબઈના નિર્ણયસાગર પ્રેસમાં આનું મુદ્રણકાર્ય શરૂ થયું હતું. મુદ્રણમાં અનેક કારણોથી વિલંબ આવ્યા કરતો હતે. વિક્રમ સંવત ૨૦૧૫ માં મારા પૂજ્યપાદ ગુરૂદેવના સાંનિધ્યમાં પ્રથમ ભાગનું મુદ્રણ પૂર્ણ થયું હતું. અને તે પછી પ્રસ્તાવના પણ લખાઈ ગઈ હતી. પરંતુ તે પછી પૂજ્યપાદ ગુરૂદેવને વિક્રમ સંવત ૨૦૧૫માં મહાસુદિ અષ્ટમીને દિવસે શ્રીશંખેશ્વરજી તીર્થમાં સ્વર્ગવાસ થવાથી પૂજ્યપાદ ગુરૂદેવના પૂલ વિરહને કારણે મારી માનસિક અસ્વસ્થતા આદિથી તેના પ્રકાશનમાં પુનઃ વિલંબ થયા. છેવટે પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના સાંનિધ્યમાં શેઠશ્રી કસ્તુરભાઈ ૧ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી નીચે પ્રમાણે માહિતી મને મળી છે.
સંવત ૨૦૨૨માં તા. ૩૦-૪-૬૬ ના રોજ પરમપૂજય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં માનનીય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખ સ્થાને થી જૈન આત્માનંદ સભાને મણિ મહત્સવ ઉજવાય તે પ્રસંગ સાથે બરના ૪ કલાકે દ્વાદશારાયચક્રના પ્રથમ ભાગનું પ્રકાશન પ્રમુખશ્રી છે. આદિનાથ નેમિનાથ ઉપાયેના શુભ હસ્તે થયેલ હતું. - દ્વાદશાનિયાના બીજા ભાગના પ્રકાશન સમારેહમાં સંસ્થાના ઉપક્રમે મુંબઈમાં પાયધુની ગોડીજી.
ન ઉપાશ્રયમાં સં. ૨૦૩૩માં તા. ૧૧-૭૭ના રોજ ૫. પૂ. આચાર્ય શ્રીમદવિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાનિધ્યમાં સાહિત્યકલારત્ન પૂ. મુનિપ્રવર શ્રીયશોવિજયજી મહારાજ સાહેબે (હાલમાં ૫. પૂ. આ. યશોદેવસુરીશ્વરજી મ. સા.) બીજા ભાગનું ઉદ્દઘાટન (પ્રકાશન) કરેલું હતું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org