SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના गम्भीरगर्जितारम्भनिर्भिनगिरिगह्वराः । रोलम्बगवलव्यालतमालमलिनत्विषः ॥१॥ त्वङ्गत्तडिल्लतासङ्गपिशङ्गोत्तुङ्गविग्रहाः । वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ॥२॥ આવા બે શ્લોકો પૂર્વવત્ અનુમાન ની ચર્ચામાં જોવામાં આવે છે. ન્યાયકુમુદચંદ્ર ભા.૨ ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૬) સ્વ. ૫. મહેન્દ્રકુમારજી શાસ્ત્રીએ જણાવ્યું છે કે “આ બે શ્લોકોને જ ટુંકાવીને હરિભદ્રસૂરિજી મહારાજે એક શ્લોકના રૂપમાં લીધા છે. તેથી જયંતભટ્ટ પછી જ હરિભદ્રસૂરિ મહારાજની આ રચના છે. કાશ્મીરી પંડિત જયંત ભટ્ટના સમય વિષે ઘણી જુદી જુદી વિચારણાઓ છે. જુઓ ન્યાયકુમુદચંદ્ર ભા.૨ ની પ્રસ્તાવના પૃત્ર ૧૩-૧૬ તથા વારાણસીના सम्पूर्णानन्दसंस्कृतविश्वविद्यालय २६थी म.म.शिवकुमारशास्त्रिग्रन्थमाला पञ्चम पुष्प तरी विम સં. ૨૦૩૯ (ઈ.સ. ૧૯૮૨) માં પ્રકાશિત થયેલા પ્રક્રિયા સહિત ન્યાયમંજરી ગ્રંથની અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૫-૮). કાશ્મીરન કર્કોટવંશીય રાજા મુક્તાપીડ લલિતાદિત્યના મંત્રી શક્તિસ્વામી હતા. મુક્તાપીડનો રાજ્યકાળ ઈ.સ.૭૩૩ થી ૭૬૮ ગણાય છે. આ શક્તિસ્વામીના ત્ર કલ્યાણ સ્વામી હતા. કલ્યાણ સ્વામીનો પુત્ર ચંદ્ર હતો અને ચંદ્રનો પુત્ર જયન્ત હતો જે નવવૃત્તિકાર નામથી પ્રસિદ્ધ વિદ્વાન થયો હતો. મને લાગે છે કે, આ શ્લોકના આધારે જયંતભટ્ટના સમય સુધી હરિભદ્રસૂરિમહારાજના સમયને ખેંચી જ જવો એ જરૂરી નથી. હરિભદ્રસૂરિ મહારાજે જયંતભટ્ટના બે શ્લોકોને જ સંક્ષિપ્ત કરીને એક શ્લોક બનાવીને મૂક્યો છે એવું ખાત્રીદાયક કોઈ પ્રમાણ નથી મળતું. જયંત ભટ્ટ જબરો કવિ હતો. મહાન્ નૈયાયિક હતો અને વિનોદી પણ જબરો હતો. પહેલાંથી જ ચાલ્યા આવતા એક શ્લોકને જ ઠઠારી-મઠારીને જયંતે બે શ્લોકો બનાવ્યા હોય એ પણ સંભવિત જ છે. એટલે બીજાં પ્રમાણોથી યાકિનીમહત્તરાસૂનુ હરિભદ્રસૂરિજી મહારાજનો જે સમય ઠીક બેસતો હોય તે જ સ્વીકારવો અમને ઉચિત લાગે છે. ભાષાશાસ્ત્રીઓને જણાવવાનું કે કેટલાક શબ્દો આજે પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં ન મળતા હોય છતાં માગધી ભાષામાં હતા. ચૂર્ણિમાં એવા શબ્દો છે. આજે જેને પાલિભાષા કહેવામાં આવે છે તેનું પ્રાચીન નામ માગધી જ હતું. પાલિ ભાષાનું મોગ્યલાનવ્યાકરણ પ્રસિદ્ધ છે. તેમાં પ્રારંભમાં જ લખેલું છે કે સિદ્ધમિધ્વમુખે સાધુ નમક્ષિત્વા તથા | સધમ્મસથ મલિટ્સ માધું સત્નgi | ‘.... માગધી ભાષાનું વ્યાકરણ રચું છું.' ગૂo (કૃ૦૧૬૨ ૦૨૨) તથા . (પૃ૧૬, ૫૦૬) માં કિં શબ્દ આવે છે. સંસ્કૃત નું સવિ બને છે. પ્રાકૃત વ્યાકરણમાં એ માટે સૂત્ર નથી, પણ પાલિમોગ્યલાન વ્યાકરણમાં વિલં વા [ કા૨૨૭ ] વારમસ્વૈÉિ પ્રત્યે સતિ વી વિપતે [ વિવામિત્યસ્મિન્નાર્થે સ િરૂતિ વી નિપત્યિક્ત ] આ રીતે સૂત્ર અને તેની સ્વપજ્ઞ વ્યાખ્યા છે જ. એટલે આપણા પ્રાચીન અર્ધમાગધી ભાષાના ગ્રંથોના શબ્દોને સમજવા માટે પાલિભાષાનું જ્ઞાન પણ ઘણું ઉપયોગી થાય તેમ છે. પરિશિષ્ટોની બાબતમાં, ૧, ૨, ૩, ૪ પરિશિષ્ટ આ૦ પ્રહ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલા અનુયોગદ્વારમાં જે છપાયેલાં છે તે જ યથાયોગ્ય સંસ્કાર કરીને અમે અહીં છાપ્યાં છે. બાકીનાં પરિશિષ્ટો અમે અમારી રીતે તૈયાર કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy