SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદઆચાર્યદેવશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૭ રવાના થઈ જ ગયા હોય. આત્મસાધકને કાળક્ષેપ કરવો કેમ પાલવે ? મેં પૂ. બાપજીના સમુદાયના જાણીતા વિદ્વાન શ્રી જંબૂવિજયજી મહારાજ તથા અન્ય મુનિરાજ પાસે એમનું ચરિત્ર હોય તો તેની માગણી કરી; તો મને કહેવામાં આવ્યું કે ‘પૂ. મણિવિજયજી દાદાના જીવનચરિત્રમાં બાપજીના જીવન સંબંધી કેટલીક માહીતી બે પાનામાં આપવામાં આવી છે, તે સિવાય બીજું કંઈ સાહિત્ય અમારી પાસે નથી.” આ સાંભળીને બાપજીની કીર્તિ પ્રત્યેની નિષ્કામતાની મન ઉપર ભારે અસર થઈ. આપણા પ્રાચીન જ્યોતિર્ધર મહાપુરુષોએ પોતાના જીવનની હકીકતો સાચવી ન રાખી, એ સામે આજના ઈતિહાસકારોની ભારે ફરિયાદ છે. પણ જે આત્મસાધના માટે નીકળ્યા હોય તે પોતાની કીર્તિને સાચવવાની શી ખેવના કરે? તેઓ તો પોતાની જાતને નામનાથી દૂર રાખવામાં જ કૃતાર્થતા માનતા હોય છે. પૂ. બાપજી મહારાજ આવા જ એક કીર્તિના નિષ્કામી પુરુષ હતા. પૂ. બાપજી તો હવે ચાલ્યા ગયા છે, પણ એમના અનેક સદ્ગુણો આપણને આપતા ગયા છે એમાનાં બને તેટલા સદ્ગુણોના સ્વીકારમાં જ એમનું સાચું સ્મરણ રહેલું છે. કીર્તિની કામનાથી મુક્ત એવા વયોવૃદ્ધ અને તપોવૃદ્ધ બાપજી મહારાજના આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના કરીએ.” - રતિલાલ દીપચંદ દેસાઈ અંતિમ ચોમાસું અને સ્વર્ગવાસ સૂર્યાસ્ત પહેલાં ખંતીલો વેપારી દુકાન સમેટે તેમ સં. ૨૦૧૫ ના ચાતુર્માસમાં પૂ. બાપજી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફ ઢળ્યા. અનાદિ અભ્યાસથી જીવને પ્રવૃત્તિ દુષ્કર નથી, નિવૃત્તિમાં મનને વશ કરવું પડે છે, તેથી સંતો જ નિવૃત્તિને વરી શકે છે. - પૂર્વ સંકેતની જેમ તેઓના નિશ્રાવર્તી સર્વ સાધુઓ પણ આ વર્ષે અમદાવાદમાં ચોમાસું હતા. ચોમાસાના પ્રારંભમાં ત્રણસો ભાવુકોને નવકારના તપમાં જોડ્યા, પછી બારસો જેટલા આત્માઓને એક દિવસમાં સવાકોડનો અરિહંત પદનો જપ કરાવ્યો, પર્યુષણ પહેલાં છઠ અઠમ કરી લીધા, પુનઃ વડાકલ્પનો છઠ કર્યો, પ્રતિવર્ષે જન્મસૂત્રનું વ્યાખ્યાન સંભળાવતા, પણ આ વર્ષે વિવેચનપૂર્વક વિસ્તારથી સંભળાવ્યું. સંવત્સરી દિવસે સવારે વ્યાખ્યાન પીઠે પધારીને સ્વસ્થપણે બે કલાક બારસાસૂત્ર સાંભળ્યું અને સાંજનું પ્રતિક્રમણ પંદરસો જેટલા શ્રાવકોની સાથે સવા ત્રણ કલાક સ્વસ્થ બેસીને કર્યું, એમ છેલ્લી ક્ષમાપના કરી અને કરાવી. જાણે “આ બધું છેલ્લું છે' એમ સમજી ગયા ન હોય! બાપજીની નિશ્રામાં પ્રતિક્રમણ એટલે શાન્તિનો આનંદ. દૂરદૂર રહેનારા ભાવુકો ખેંચાઈને વિદ્યાશાળાએ આવે અને “બાપજીની નિશ્રામાં એક પ્રતિક્રમણ કરવાથી સઘળાં પાપ છૂટી જાય એવી શ્રદ્ધા ધરાવે. એમ આ વર્ષે અપ્રમત્તાભાવે પર્યુષણાની આરાધના કરી ખૂબ હળવા થયા. ભાદરવા સુદ ૮ થી ચાર દિવસ સામાન્ય શરદી થઈ, પુનઃ દશેક દિવસ સારા ગયા, પણ અલ્પાહાર-અણાહારથી ઉત્તરોત્તર અશક્તિ વધતી ગઈ. વદ ૧૧ વધારે અશક્ત જણાયા, પણ વૈદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy