SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૮ ચૂર્ણિની ભિન્ન ભિન્ન પ્રાચીન તાલપત્રીય પ્રતિઓમાં ય ના સ્થાને મ, ના સ્થાને ત, ર ના સ્થાને ય, હ ના સ્થાને જ અને ઘ ના સ્થાને હૃ, વ ના સ્થાને ", " ના સ્થાને જ અથવા ય, ને ના સ્થાને ગ ણ ના સ્થાને ને, આવા આવા અનેક અક્ષરભેદ રૂપી પાઠભેદો મળે છે. જો એનો સંગ્રહ કરવા બેસીએ તો ગ્રંથ જ આખો ભરાઈ જાય એટલે એવા પાઠભેદો અમે અહીં ખાસ નોધ્યા જ નથી. જેમકે સંરિસરું ને બદલે સંવિધ, યથા માટે નહીં તથા નધા, અફવ-અધવી, મહિાર=રિકા, તો-તો-તોય, ૩ોય, ઝોય, ૩નોગF વગેરે વગેરે. જોકે પ્રારંભમાં તો અમે વિનત ને સ્થાને વિનય, નાત ના સ્થાને ગાય કે ના આવા પાઠો તાલપત્રીયપ્રતિઓને આધારે વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે પછી, જુદી જુદી હસ્તલિખિત પ્રતિઓમાં એટલા બધા આવા અક્ષરભેદો મળવા માંડ્યા કે તેની નોધ કરતાં પણ થાકી જવાય. એટલે આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે તેમણે કરાવેલી પાંડુલિપિ (પ્રેસકોપી) માં જે પાઠો રાખેલા છે લગભગ તે પાઠોજ અમે પણ રાખ્યા છે. આવા ગૂઢ કે કૂટ લાગતા શબ્દોના અર્થો, આમાં જ સાથે આપેલી હારિભદ્રીવૃત્તિ તથા મલધારિ વૃત્તિને આધારે સ્પષ્ટ થતા હોવાથી અમે તેનાં સ્પષ્ટીકરણો આપ્યાં નથી. માટે ચૂર્ણિ તથા હારિભદ્રીવૃત્તિના વાચકોએ તેવા તેવા ગૂઢ લાગતા અક્ષરોના અર્થો ચૂર્ણિ, હારિભદ્રીવૃત્તિ તથા માલધારિવૃત્તિને પરસ્પર સરખાવીને જ સ્પષ્ટ સમજી લેવા. હારિભદ્રીવિવૃતિ-આ વિવૃતિનો જ ઘણી વાર અમે તથા બીજા ઘણા વિદ્વાનોએ વૃત્તિ રૂપે નિર્દેશ કર્યો છે. તથા મલધારી હેમચંદ્રસૂરિજી મહારાજે આનો જ ટીકા રૂપે ઉલ્લેખ કર્યો છે. આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે વિવૃતિની રચના કરતાં, ચૂર્ણિનો આધાર લીધો છે એ તો ચૂર્ણિ તથા વિવૃતિની સરખામણી કરવાથી દીવા જેવું સ્પષ્ટ દેખાય છે. યાકિનીમહત્તરાધર્મસૂનુ આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કરેલી ગ્રંથરચનાઓ તથા તેમના સમયસંબંધમાં અમે સંપાદિત કરેલા મુનિચંદ્રસૂરિવિરચિત ટીકા સહિત ધર્મબિન્દુપ્રકરણની ગુજરાતી પ્રસ્તાવનામાં વિસ્તારથી વિચારણા કરેલી છે. જિજ્ઞાસુઓએ તેમાં જોઈ લેવું. સમયની બાબતમાં પંપસીવિદ્યાના રિમિકોમિકસૂરિસૂરો વિયાળ વિસ૩ ઠ્ઠાળ | આવી અનેક સ્થળે જોવામાં આવતી ગાથાને આધારે વિકમ સં૫૮૫ માં તેઓ સ્વર્ગવાસી થયા છે એમ સામાન્ય રીતે પરંપરાથી મનાતું આવ્યું છે. પરંતુ, હરિભદ્રસૂરિજી મહારાજે પોતાના ગ્રંથોમાં જે જે ગ્રંથોનો કે તેના વિચારોનો ઉલ્લેખ કરેલો છે તેની ચકાસણી કરીને ઇતિહાસ સંશોધકો સ્પષ્ટ રીતે માને છે કે વિક્રમની આઠમી શતાબ્દીમાં હરિભદ્રસૂરિજી મહારાજ અવશ્ય વિદ્યમાન હતા. હારિભદ્રી વિવૃતિની બહુ જ થોડી પ્રાચીન પ્રતિ મળે છે. જેસલમેરની એક તાડપત્રી પ્રતિ, જેસલમેરની એક કાગળ ઉપર લખેલી પ્રતિ તથા પાટણની કાગળ ઉપર લખેલી એમ ત્રણ પ્રકારની પ્રતિઓ છે. તેમાં લગભગ સરખાપણું છે. ત્રણેમાં લગભગ એક જ પ્રકારની અશુદ્ધિઓ છે. સંભવ છે કે જેસલમેર ની તાડપત્રી પ્રતિ ઉપરથી જ જેસલમેર તથા પાટણની કાગળ ઉપર લખેલી પ્રતિની નકલ કરવામાં આવી હોય, અથવા તો ત્રણે કોઈ એક જ પ્રતિને આધારે લખાવવામાં આવી હોય. આ પ્રતિઓ બહુ શુદ્ધ પણ નથી, તેમજ બહુ જ અશુદ્ધ પણ નથી. જે પ્રતિઓનો અમે ઉપયોગ કર્યો છે તેનો ઉલ્લેખ વિવૃતિના પ્રારંભમાં જ ટિપ્પણમાં અમે કર્યો છે. ચૂર્ણિ તથા મલધારિ વૃત્તિ તેમજ બીજા પણ ગ્રંથોના આધારે હારિભદ્રી વિવૃતિને સુધારવા માટે અમે પ્રયત્ન કર્યો છે. છતાં મૂળ હસ્તલિખિત પ્રતિ અશુદ્ધ હોવાને લીધે અનેક સ્થળે પાઠોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy