SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ પ્રસ્તાવના સૂત્રમાં મળે છે. તથા ગોળ વગેરે દ્રવ્યોને અગ્નિતાપથી વધુ મિષ્ટ બનાવવાની અને ક્ષારાદિના સંયોગે ગુડાદિનો નાશ થવાની હકીકત પણ મળે છે. જુઓ પૃ૦ ૭૩ ટિ૦ ૧. નટ, નર્તક, મલ્લ આદિને આહારમાં ઘી વગેરે સ્નિગ્ધદ્રવ્યો આપીને વિશેષ સુરૂપ બનાવવામાં આવતા. તેની, તથા તેમના કાન, સ્કંધ વગેરેને વધારવાની પ્રક્રિયાના ઉલ્લેખની હકીકત પણ મળે છે. જુઓ પૃ૦ ૭૩ ટિ૦ ૧. હલ, કુલિક વગેરેથી ક્ષેત્ર-ખેતરને ખેડીને કેળવવાની તથા ખેતરમાં મળ-મૂત્ર પડવાથી તે ભૂમિમાં પાક બગડે છે તેની નોંધ મળે છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૮૫ મું તથા પૃ૦ ૭૩ ટિ૦ ૧. ઘડી વગેરેથી સમયનું માન લેવાની પ્રક્રિયાની નોંધ પણ અહીં મળે છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૮૬ મું. દ્રવ્યમાન - ધાન્ય-રસ આદિનાં વિવિધ માન વગેરે ધાન્ય ભરવાનાં સાધનો તથા ધાન્યમાપવાનાં માન-માપનાં નામ પણ અહીં ઠીકઠીક પ્રમાણમાં મળે છે. ધાન્ય ભરવાનાં સાધનોનાં પાંચ નામ આ પ્રમાણે છે : ૧. મુન્નો (Mo) - મુpોની (સં.) આ શબ્દની વ્યાખ્યામાં મલધારીયા ટીકામાં માત્ર મોટ્ટા શબ્દ લખ્યો છે આથી એમ સમજવું રહ્યું કે વિક્રમના બારમા શતકમાં મોટ્ટા નામનું સાધન ધાન્ય ભરવાના ઉપયોગમાં આવતું હશે. મોટલી (ગુમાટલી) અને મોટરી (હિં૦) આ બે શબ્દોનું પ્રાચીન રૂપે પ્રસ્તુત મોટ્ટા થી જાણી શકાય છે. ૨. ગુરવ - નીચે અને ઉપર સાંકડી અને મધ્યમાં જરા પહોળી કોઠી. ૩. ફુક્ર - ગાડા ઉપર અનાજ ભરવા માટે આજે ગુજરાતીમાં જેને જાકડો કે પાંજરી કહે છે તેવા જ પ્રકારનું પ્રાચીન સમયનું સાધન, ગાડાનાં છિદ્રોમાં ઊભી લાકડીઓ રાખીને તેની ચારે બાજુ સાંઠીઓકે શગની દોરી વગેરેને અનાજનાકણ નીકળી જાય તેમ ગૂંથીને કાળજીપૂર્વકબાંધવામાં આવતી. આ સાધનને ઈડર કહેવામાં આવતું. મલધારીયાટીકામાં આને ઢષ્યની પણ કહ્યું છે એટલે વિક્રમના બારમાં શતકમાં જાકડાના અર્થમાં ઢબ્ધને શબ્દ સુપરિચિત હશે. ૪. તિન્દ્ર - મોટું કુંડું. ૫. અપવાર - વધારે લાંબો કોઠો. જુઓ અનુયોગદ્વાર સૂ૦ ૩૧૯મું (પૃ૦ ૧૩૩). મુત્તોની આદિ શબ્દોનો પરિચય અનુયોગદ્વારસૂત્રની ચૂર્ણિ અને બે વૃત્તિઓમાં થી નોંધ્યો છે. ધાન્યનું પ્રમાણ નિશ્ચિત કરવા માટેનાં માન-માપનાં ૧૧ નામ આ પ્રમાણે મળે છે: ૧. મતિ - હથેળીના તળિયામાં સમાય તેટલું પ્રમાણ. ૨. પ્રકૃતિ - બે અસતિ ની એક પ્રસૂતિ થાય છે. ૩. સેતિ - બે પ્રકૃતિની એક સેતિકા થાય છે, આ સેતિકા નામનું ધાન્યમાન મગધ પ્રદેશમાં પ્રચલિત હતું તેમ અનુયોગદ્વારની હરિભદ્રીયા તથા મલધારીયાવૃત્તિમાં જણાવ્યું છે. ૪. કુંડવ - ચારસંતિકાનો એક કુડવ થાય છે. ૫. પ્રશ્ય - ચાર કુડવનો એક પ્રસ્થ થાય છે. ૬. ગાઢ - ચાર પ્રસ્થનો એક આઢક થાય છે. ૭. દ્રોળ ચાર આઢકનો એક દ્રોણ થાય છે. ૮. - ૬૦આઢકનો એક જઘન્ય કુંભ થાય છે. ૯, મધ્યમ - ૮૦આઢકનો એક મધ્યમ કુંભ થાય છે. ૧૦. ઈયુમ - ૧૦૦આઢકનો એક ઉત્કૃષ્ટકુંભ થાય છે. ૧૧. વાહ - ૮૦૦ આઢકનો એક વાહ થાય છે. જુઓ અનુયોગદ્વાર સૂ૦૩૧૮ મું (પૃ૦ ૧૩૩) મસતિ આદિ શબ્દોનો પરિચય અનુયોગદારની મલધારીયા વૃત્તિમાંથી નોંધ્યો છે, ચૂર્ણિ અને હરિભદ્રીય વૃત્તિમાં પણ સંક્ષિપ્ત વ્યાખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy