________________
પ્રસ્તાવના
૧૫ ફળ ચારિત્ર છે, તેથી જે અધ્યયન મોક્ષમાર્ગ તરફ લઈ જાય તે જ ખરું અધ્યયન છે એ વસ્તુ આથી સ્પષ્ટ થાય
અક્ષણની વ્યાખ્યા કરતાં (સૂ૦૫૪૭-૫૫૭) દ્રવ્ય અક્ષણ સર્વકાશશ્રેણી બતાવી છે (સૂ૦૫૫૪) આકાશશ્રેણીમાંથી પ્રદેશોને એકેક કરી અપહાર કરીએ પણ તે કદી ક્ષીણ થતી નથી તેથી તે દ્રવ્ય અક્ષીણ છે; અને ભાવ અક્ષીણ આચાર્ય છે એમ જણાવ્યું છે, કારણ કે આચાર્ય દીપ સમાન છે. દીવાથી સો દીવા સળગાવો પણ તે ક્ષીણ થતો નથી; સ્વયં પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે, તેમ આચાર્ય પણ અન્યને શાસ્ત્રો ભણાવે છે તેથી તેમનું જ્ઞાન ક્ષીણ થતું નથી. સ્વયં પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે (સૂ) ૫૫૭). પ્રસ્તુતમાં આચાર્ય અને તેમના શાસ્ત્રજ્ઞાનને અભિન્ન માનીને આચાર્યને અક્ષીણ કહ્યા છે - તેઓ જ્ઞાનમૂર્તિ છે, સાક્ષાત્ શાસ્ત્ર છે માટે જેમ પુસ્તક એ દ્રવ્ય - બાહ્યશાસ્ત્ર છે તેમ આચાર્ય એ ભાવ - આંતરિક - યથાર્થ શાસ્ત્ર છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે, જે વ્યક્તિ જે શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેને તે શાસ્ત્રની સાક્ષાત મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેથી પ્રસ્તુતમાં પણ જ્ઞાન છેવટે તો આત્મામાં જ છે તો તે આત્માને જ તે શાસ્ત્રરૂપે જાણવો - એ જ યથાર્થરૂપે શાસ્ત્ર છે, બાહ્ય પુસ્તક આદિ તો તેનાં સાધનો છે એ વાત સ્પષ્ટ થાય છે.
આય (સૂ૦૫૫૮-૫૭૯) એટલે લાભ-પ્રાપ્તિ. દ્રવ્ય-બાહ્ય લાભમાં લૌકિક વસ્તુઓમાં સચિત્તમાં પશુ આદિ, અચિત્તમાં સુવર્ણ આદિ અને મિશ્રમાં અલંકૃત દાસ-દાસી અને હાથી-ઘોડા વગેરેનો લાભ થાય તે છે. પણ અલૌકિક દ્રવ્યમાં સચિત્ત શિષ્ય-શિષ્યાઓનો, અચિત્તમાં શ્રમણને ખપતાં વસ્ત્રપાત્રાદિનો અને મિશ્રમાં ભાંડોપકરણ સહિત શિષ્યાદિનો લાભ ગણાવ્યો છે. ભાવ - આંતરિક આયમાં, અપ્રશસ્ત આય છે ક્રોધ-માન આદિ કષાયોનો, અને પ્રશસ્ત આય છે જ્ઞાન આદિનો. પ્રસ્તુતમાં શાસ્ત્રના અધ્યયન વડે જ્ઞાનાદિનો લાભ થતો હોવાથી તે ભાવ આય છે.
ક્ષપણા (૫૮૦-૫૯૨) એટલે નિર્જર, ક્ષય. તેમાં ક્રોધાદિનો ક્ષય થાય તે પ્રશસ્ત ક્ષપણા છે, પણ જો જ્ઞાનાદિનો ક્ષય થાય તો તે અપ્રશસ્તક્ષપણા કરી કહેવાય. અધ્યયનનું ફળ કોધાદિનો ક્ષય કરવો તે છે, તેથી તે પ્રશસ્ત ભાવક્ષપણા કહેવાય.
આ પ્રકારે શાસ્ત્રનાં સામાન્ય નામો અધ્યયન આદિની ચર્ચા ઓઘનિક્ષેપમાં કરવામાં આવી છે. તે પછી બીજી નામ - વિશેષનામના - નિક્ષેપની ચર્ચા છે (સૂ૦ ૫૯૩-૫૯૯). તેમાં આવશ્યકના પ્રથમ અધ્યયનનું નામ સામાયિક છે. તેનો જ નિર્દેશ વિશેષનામમાં કરવામાં આવ્યો છે. અને પછી સામાયિક વિષે નામ-સ્થાપના આદિ નિક્ષેપોની ચર્ચા છે અને ભાવ સામાયિકનું સ્વરૂપ સમભાવ છે તેનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે (સૂ૦ ૫૯૯).
નિક્ષેપમાં તીજો મુદ્દો છે સૂત્રાલાપકોના નિક્ષેપો કરવા વિષે (સૂ) ૬૦૦). પણ આ પ્રસંગે સૂત્રોનાં પદોનો નિક્ષેપ કરવાનું ઉચિત મનાયું નથી, કારણ કે અનુયોગના તીજા દ્વારા અનુગમમાં (સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ પ્રસંગે સૂત્રગત પદોની નિયુકિત કરતા પહેલાં તે તે પદોનો નિક્ષેપ જરૂરી બને છે. માટે તે વિષે તે જ પ્રસંગે) કહેવામાં આવશે, જેથી પુનરૂક્તિ પણ કરવી નહિ પડે; આવો ખુલાસો સ્વયં સૂત્રકારે કર્યો છે. અને તે જ બાબતનું સમર્થન આચાર્ય શ્રી જિનભદ્ર પણ કર્યું છે (ગા૦૯૫૭-૯૬૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org