________________
પ્રસ્તાવના
૧૩ ઉપક્રમમાં બીજુ દ્વાર છે નામ (સૂ૦ ૨૦૮-૩૧૨). તેની ચર્ચાનો સાર, આચાર્યશ્રી જિનભદ્ર જણાવે છે તે પ્રમાણે, નામના જે દશ પ્રકારો છે (સૂ૦૨૩૩) તેમાંથી ષવિધ નામ અહીં વિવક્ષિત છે અને તેમાં પ્રસ્તુત અધ્યયન શ્રુતમાં સમાવિષ્ટ હોઇ તે ક્ષાયોપથમિક ભાવમાં અંતર્ગત સમજવું (ગા. ૯૪૦).
ઉપક્રમમાં ત્રીજું દ્વાર છે પ્રમાણ (સૂ૦૩૧૩-પર૨).તેની પ્રસ્તુતમાં યોજના એ છે કે દ્રવ્યાદિ ચાર ભેદે પ્રમાણ વિચાર છે. તેમાં પ્રસ્તુત સામાયિક ભાવપ્રમાણમાં (સૂ૦ ૪૨૭) સમાવેશ પામે છે. અને ભાવપ્રમાણમાં પણ જે ગુણપ્રમાણ (સૂ૦૪૨૮) છે તેમાં સામાયિક જીવનો જ્ઞાનગુણ છે. અને તે પ્રત્યક્ષાદિ ચાર (સૂ૦૪૩૬) પ્રકારમાંથી આગમપ્રમાણ રૂપ (સૂ૦૪૬૭) છે અને આગમમાં પણ લોકોત્તર આગમમાં સમાવિષ્ટ છે. આગમના અન્ય પ્રકારે ભેદો સુત્તાગમે ઈત્યાદિ પણ થાય છે (સૂ૦૪૭૦), તેનો વિચાર કરીએ તો પ્રસ્તુતમાં સામાયિકસૂત્ર, અર્થ અને તદુભય એ ત્રણ પ્રકારના આગમરૂપ છે (ગા૦૯૪૨). અને ગણધર ગૌતમનો તે સૂત્રાગમ આત્માગમ છે, કારણ કે તેમણે સૂત્રરચના કરી છે. શ્રીજંબૂઆદિ તેમના સાક્ષાત્ શિષ્યોને અનંતરાગમ અને તે પછીના અન્યને માટે તે પરંપરાપ્રાપ્ત છે (ગા૦૯૪૩). અર્થાગમનો વિચાર કરીએ તો સામાયિક તીર્થંકરને આત્માગમ છે, ગૌતમાદિ ગણધરને અનંતરાગમ અને શેષ શિષ્ય-પ્રશિષ્યોને પરંપરા પ્રાપ્ત હોઇ પરંપરાગમ છે (ગા૦૯૪૪).
પ્રમાણનો બીજો ભેદ ન પ્રમાણ પણ છે (સૂ૦ ૪૨૭, ૪૭૩-૪૭૬). પ્રસ્તુતમાં આચાર્ય શ્રી જિનભદ્રસ્પષ્ટીકરણ કર્યું છે કે સાંપ્રતકાલમાં નયોમાં અવતારણા થતી નથી તેથી એનો વિચાર કરતા નથી. વળી સુજ્ઞ પુરૂષ હોયતોનયાવતાર કરી પણ શકાય છે - એવી સૂચના તેમણે આપી છે (ગા૦૯૪૫). પ્રમાણનો એક સંખ્યા પ્રમાણ નામે પણ ભેદ છે (સૂ૦૪૨૭, ૪૭૭-૫૨૦), તે વિષે પ્રસ્તુતમાં આચાર્ય શ્રી જિનભદ્રનું સ્પષ્ટીકરણ છે કે નામ આદિ આઠ પ્રકારની સંખ્યામાંથી પરિમાણ સંખ્યા (સૂ૦૪૯૩) માંની કાલિક સૂત્ર સંખ્યાઅહીં પ્રસ્તુત છે અને સામાયિકને પરિત્તએટલે કે પરિમિત પરિમાણવાળું સમજવાનું છે (ગા૦૯૪૬).
ઉપક્રમનો ચોથો અધિકાર વકતવ્ય વિષે છે (સૂ૦૯૨, ૫૨૧-૫૨૫). આનું તાત્પર્ય એવું છે કે પ્રસ્તુતમાં સામાયિકમાં માત્ર સ્વસમય-સ્વસિદ્ધાંતની ચર્ચા છે, પરતીર્થિકનાકે સ્વ-પર ઉભયના સિદ્ધાન્તની ચર્ચા નથી (ગા૦૯૪૭); અને પરસિદ્ધાન્તની ચર્ચા ક્યાંઇક જવામાં આવે તો પણ તેને સ્વસિદ્ધાન્તની જ સમજવી જોઈએ, કારણ કે સમ્યગ્દષ્ટિ પુરૂષ જે કાંઈ ગ્રહણ કરે છે તે તેને માટે સ્વસમય જ બની જાય છે. કારણકે સમ્યત્વ તો અનેક મિથ્યાદર્શનોના સમૂહરૂપ છે, તેથી સમ્યગુદષ્ટિને તો પરસિદ્ધાંત પણ સ્વસમયને ઉપકારક હોઈ સ્વસિદ્ધાન્ત બની જાય છે (ગા૦૯૪૮-૯૪૯).
ઉપકમનો પાંચમો અધિકાર છે - અર્વાધિકાર (સૂ૦૯૨). આપણે પ્રથમ જોયું છે કે અનુયોગમાં ઉપક્રમચર્ચામાં માત્ર અર્થાધિકારપ્રસંગે જ આવશ્યકસૂત્રના છયે અધ્યયનોના અર્વાધિકાર જણાવી દીધા છે (સૂ૦૫૨૬). આચાર્યશ્રી જિનભદ્ર જણાવે છે કે પ્રથમ અધ્યયનનો જે અર્વાધિકાર છે તે સમુદાયાર્થનો એટલે સમગ્રગ્રંથના પ્રતિપાઘવિષયનો એકદેશ છે. અને તે સ્વસમયસ્વસિદ્ધાંતનો પણ એકદેશછે (ગા૦૯૫૦). ઉપક્રમનો છઠ્ઠો અધિકાર છે - સમવતાર (સૂ૦૯૨). તેના નામાદિ અનેક ભેદો છે (સૂ) પર૭-૫૩૩). સમવતારનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વી આદિ જે દ્વારો છે તેમાં તે તે અધ્યયનો વિષેનો સમાવતાર કરવો - એટલે કે સામાયિક આદિ અધ્યયનોની આનુપૂર્વી આદિ પાંચ બાબતો વિચારીને યોજના કરવી. આપણે પૂર્વમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org