________________
પ્રસ્તાવના
આવ્યાં છે.
ભગવતીસૂત્રમાં દ્રવ્યાર્થતા, ભાવાર્થતા (૭.૨.૨૭૩; ૧૪.૪.૫૧૨; ૧૮.૧૦), અસુચ્છિત્તિનય, વ્યચ્છિત્તિનય (૭.૩.૨૭૯),વ્યાર્થતા, જ્ઞાન-દર્શનાર્થતા, પ્રદેશાર્થતા, ઉપયોગાથેતા (૧.૮.૧૦), દ્રવ્યાર્થતા અને પર્યાય -(૧૪.૪.૫૧૨), સદ્ભાવપર્યાય-અસદ્ભાવપર્યાય અને આદેશ (૧૨.૧૦.૪૬૯), દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ આચાર (૨.૧.૯૦; ૫.૮.૨૨૨૦; ૧૧.૧૦.૪૨૦; ૧૪.૪.૫૧૩, ૨૦.૪), ઉપરાંત ગુણ (૨.૧૦), ભવ (૧૯.૯), સંસ્થાન (૧૪.૭) આ બધી બાબતોને લઈને વસ્તુવિચાર કરવામાં આવ્યો છે તે બતાવે છે કે ન વિચારણા અંગરચના કાળે પણ થી હતી. અને એ બાબતમાં જૈન શ્રતમાં ઠીક ઠીક પ્રગતિ જોવામાં આવે છે. આ ઉપરાંત વ્યવહાર-નિશ્ચયનય દ્વારા પણ ભગવતીસૂત્રમાં વિચારણા થઇ છે (૧૮.૬) એ બતાવે છે કે નયોની ચર્ચા ભગવાન મહાવીરના કાળથી થતી હતી. આટલી અધૂરી માહિતીને આધારે પણ એમ નિ:શંક કહી શકાય છે કે ભગવાન મહાવીરના સમયથી જ સૂત્રની વ્યાખ્યા કરવાની પદ્ધતિનો - એક વિશેષ પ્રકારની પદ્ધતિનો - કમિક વિકાસ થઇ રહ્યો હતો, જેનું પરિપક્વ રૂપ આપણને અનુયોગદ્વારમાં જોવા મળે છે.
અનુયોગદ્વાર સૂત્રે સ્વીકારેલી વ્યાખ્યા પદ્ધતિ: જૈન આગમોની વ્યાખ્યાના પ્રાચીન પ્રકારને જાણવાનું એકમાત્ર સાધન અનુયોગદ્વારસૂત્ર છે. તેથી જો તેની વ્યાખ્યાપદ્ધતિનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવે તો આપણને સહજમાં એ ધ્યાનમાં આવે છે કે તે પછીના સમગ્ર જૈનાગમટીકાસાહિત્યમાં અનુયોગમાં અપનાવેલી પદ્ધતિનો કેવો આદર થયો છે? જૈન આગમની પ્રાચીન ચૂર્ણાટીકાઓનો પ્રારંભનો ભાગ જતાં સમજી શકાય છે કે તે સમગ્ર નિરૂપણમાં એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે અનુયોગદ્વારમાં છે. આ વસ્તુ કેવળ શ્વેતંબસિંમત જૈન આગમોની ટીકાઓને લાગુ પડે છે એમ નથી, પરંતુ દિગંબરોએ પણ એ પદ્ધતિને અપનાવી છે એનો પુરાવો દિગંબર સંમત ખંડાગમ આદિ પ્રાચીન શાસ્ત્રોની ટીકાઓ પણ આપી જાય છે. આથી એક વાત તો નિશ્ચિ થાય છે કે આ પદ્ધતિનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી હશે અને તેથી જ તે પદ્ધતિ એક સરખી રીતે બન્ને સંપ્રદાયના આગમ અને આગમસમ ગ્રંથોની ટીકાઓમાં અપનાવવામાં આવી છે.
હવે સંક્ષેપમાં આપણે જોઇએ કે અનુયોગદ્વારગત વ્યાખ્યા પદ્ધતિ કેવી છે - (૧) પ્રથમ પાંચજ્ઞાનનો નિર્દેશ: સૌથી પહેલાં પાંચ જ્ઞાનનો નિર્દેશ આવે છે. અને તેમાંના શ્રુતજ્ઞાન સાથે વ્યાય શાસ્ત્રનો સંબંધ બતાવવામાં આવ્યો છે. (સૂ૦૧-૫) (૨) વ્યાખ્યય શાસ્ત્રના નામની વ્યાખ્યા: પ્રસ્તુતમાં આવશ્યક, શ્રુત સ્કંધ અને અધ્યયન એવો પદચ્છેદ કરી ગ્રંથના નામને સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે અને કેમે કરી છે તે પદોને સમજાવ્યાં છે (સૂ૦૬-૯૦), પણ અધ્યયન પદને આ પ્રસંગે સમજાવ્યું નથી, કારણકે અનુયોગનાં ચાર દ્વારોમાંના દ્વિતીય નિક્ષેપ દ્વારના ભેદોમાં ઓઘ નામના ભેદના વિવરણપ્રસંગે ‘અધ્યયન”નું વિવરણ (સૂ) ૫૩૫) કરવાનું હોઈ અહીં તેને પુનરૂક્તિના ભયે જતું કર્યું છે. આ પ્રકારનો ખુલાસો ટીકાકારે કયો છે તે ઉચિત જ છે. (અનુવટી પૃ૦૪૪મ). આ જ વસ્તુ આચાર્ય શ્રી જિનભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org