SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પહેલાં પણ તેનું અધ્યયન જરૂરી બન્યું છે. અને એ જ કારણે આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા પુસ્તકમાં કરવામાં આવી છે. વ્યાખ્યા તરીકે એમાં ભલે સમગ્ર ગ્રંથની વ્યાખ્યાન હોય અને માત્ર ગ્રંથના નામનાં પદોની જ વ્યાખ્યા હોય, પણ ખરી રીતે વ્યાખ્યાની જે પદ્ધતિ તેમાં અનુસરવામાં આવી છે તે જ સમગ્ર આગમોની વ્યાખ્યામાં અપનાવવામાં આવી છે. એમ પણ કહી શકાય કે આવશ્યકની વ્યાખ્યા કરવાને બહાને ગ્રંથકારે તેમાં સમગ્ર આગમોને સમજવાની ચાવી મૂકી દીધી છે. આચાર્ય જિનભદ્ર પોતાના વિશેષાવશ્યકભાષ્યમાં માત્ર આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકની જ વ્યાખ્યા કરી છે. પણ તે વ્યાખ્યા પરંપરાએ પ્રસ્તુત અનુયોગની પણ છે. તેના મહત્ત્વ વિશે તેમણે પોતાના ભાષ્યમાં કહ્યું છે - सव्वाणुयोगमूलं भासं सामाइयस्स सोतूणं : होति परिकम्मियमती जोग्गो सेसाणुयोगस्स ।। અર્થાત્ સર્વઅનુયોગના મૂળ જેવું આ સામાયિકનું ભાષ્ય સાંભળીને શ્રોતાની બુદ્ધિનો સંસ્કાર થાય છે અને તે બાકીના અનુયોગને સમજી શકવા સમર્થ બને છે. આમ આ અનુયોગનું મહત્ત્વ હોઇ અનુયોગદ્વાર સૂત્રને નંદીસૂત્ર સાથે પ્રથમ ભાગમાં લેવામાં આવ્યું અનુયોગ શબ્દનો અર્થ આચાર્ય શ્રી જિનભદ્ર ગણિએ અનુયોગ શબ્દની સમજ આ પ્રમાણે આપી છે - अणुयोजणमणुयोगो सुतस्स णियएण जमभिधेयेणं। वावारो वा जोगो जो अणुरूवोऽणुकूलो वा ।।८३६।। अणु० गाहा । आह - अनुयोग इति कः शब्दार्थः ? उच्यते - श्रुतस्य स्वेनार्थेन अनुयोजनमनुयोगः । अथवा (ગળો - ) સૂરસ્થ સ્વામિધેયવ્યાપારો યોગ: અનુરૂપોડનુકૂનો (વા) યોગનુયોn: I૮રૂદ્દા अधवा जमत्थतो थोव पच्छभावेहिं सुतमणुं तस्स। अभिधेये वावारो जोगो तेणं व संबंधो ।।८३७।। अध० गाहा । अथवाऽर्थत: पश्चादभिधानात् स्तोकत्वाच्च सूत्रम् अनु, तस्याभिधेयेन योजनमनुयोगः । अणुनो वा योगोऽणुयोग:, अभिधेयव्यापार इत्यर्थः ।।८३७।। - स्वोपज्ञवृत्ति - विशेषा० આનો સારાંશ એ છે કે શ્રુત = શબ્દનો તેના અર્થ સાથે યોગ તે અનુયોગ. અથવા સૂત્રનો પોતાના અર્થ વિષે જે અનુરૂપ કે અનુકૂળ વ્યાપાર તે અનુયોગ એટલે શબ્દનો કે સૂત્રનો યથાયોગ્ય અર્થ કરી આપવાની પ્રક્રિયા તે અનુયોગ છે. અનુયોગ શબ્દ નું પ્રાકૃતરૂપ અyખ્યો છે. અણુ શબ્દનો અર્થ સ્ટોક-થોડું એવો થાય અને અનુ એટલે પશ્ચાત્ પણ થાય. સૂત્ર = શબ્દ અર્થ કરતાં અણુ = સ્ટોક છે તેથી તે અણુ કહેવાય અને વક્તાના મનમાં અર્થપ્રથમ આવે છે અને પછી તેના પ્રતિપાદક શબ્દનો પ્રયોગ થાય છે અથવા કહો કે ભગવાન મહાવીરે પ્રથમ અર્થનો ઉપદેશ આપ્યો અને પછી ગણધરે સૂત્રરચના કરી એટલે સૂત્ર = શબ્દ અર્થથી પશ્ચાત્ - પછી છે આથી સૂત્રઅન કહેવાય.અને એ અનુ = શબ્દનો અર્થ સાથેયોગ તે અનુયોગ અથવા અનુ = અણુ - સૂત્રનો જે વ્યાપાર = અર્થપ્રતિપાદન તે અનુયોગ કહેવાય. તાત્પર્ય એટલું જ છે કે શબ્દની વ્યાખ્યા કરવાની પ્રક્રિયા તે અનુયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy