________________
प्रथमं परिशिष्टम् ૦ પ્રતિ શ્રી હેમચંદ્રાચાર્યજૈન જ્ઞાનમંદિર - પાટણમાં રહેલા શુભવીર જૈન જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી પ્રતિ છે. પત્ર સંખ્યા ૨૯ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૫ પંકિતઓ છે. પ્રત્યેક પંક્તિમાં ૫૯ થી ૬૧ અક્ષરો છે. લિપિ સુંદર અને સ્થિતિ સારી છે. પ્રતિની લંબાઇ-પહોળાઈ ૧૧.૭૫ ૪૪.૭૫ ઇંચ પ્રમાણ છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની ગ્રંથસૂચીમાં આનો ક્રમાંક ૪૨૭૭ છે. અંતમાં આ પ્રમાણે પુષિકા છે -
. सं०१५६१ वर्षे श्रीमदणहिल्लपाटकपट्टणे श्रीबृहत्खरतरगच्छे श्रीजिनसागरसूरिपट्टे श्रीजिनहर्षसूरिशिष्य श्रीकमलसंयमोपाध्यायानामुपदेशेन सो० भोजू भार्या श्रा० कुतिगदे पुत्ररत्न सो० जगमालेन भार्या श्रा० अमरी पुत्र सो० श्रीपाल सो० वीरपाल सो० समधर सो० अर्जुन प्रमुखपरिवारयुतेन श्रीअनुयोगद्वारसूत्रं लेखयांचक्रे ॥शुभं આવતુil.
૩૦ પ્રતિ - અમદાવાદના ડેલાના ઉપાશ્રયના જ્ઞાનભંડારની કાગળ ઉપર લખાયેલી પ્રતિ છે. પત્રસંખ્યા ૩૩ છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૩પંકિતઓ છે. પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૫૦ અને વધુમાં વધુ ૫૮ અક્ષરો છે. દોરી પરોવીને બાંધવા માટે તાડપત્રીય પ્રતિના પ્રત્યેક પત્રમાં જેમ છિદ્ર હોય છે તેમ પ્રસ્તુત પ્રતિના પ્રત્યેક પત્રના મધ્યમાં છિદ્ર છે. આ છિદ્રની ચારે બાજુ સુશોભિત રીતે કોરો ભાગ રાખ્યો છે, જેથી દોરીનો ઘસારો લખાણને બગાડે નહિ. આવી રીતે પત્રોની પ્રત્યેક પૃષ્ટિના મધ્યભાગમાં રાખવામાં આવેલા કોરા ભાગથી એક રિક્તાક્ષરસુશોભન બન્યું છે. પ્રતિના પ્રત્યેક પત્રમાં જંતુઓએ નાનાં-મોટાં અનેક છિદ્રો કરેલાં છે, છતાં પ્રત્યેક પત્રને સારી રીતે સહેલાઈથી ફેરવી શકાય છે, અર્થાત્ પ્રતિની સ્થિતિ સારી છે. લિપિ સુંદર તથા સુવાચ્ય છે. પ્રતિની લંબાઇ-પહોળાઈ ૧૧.૨૫ x ૩.૭૫ ઇંચ પ્રમાણ છે. અંતમાં લેખકની પ્રશસ્તિ આદિ કંઈ નથી, છતાં આ પ્રતિ અનુમાનથી વિક્રમના પંદરમાં શતકમાં લખાયેલી હોય તેમ લાગે છે.
સંપ૦,ને અને વાળ સંશક પ્રતિઓ - અનુમાનથી વિકમના ૧૭ મા શતકમાં કાગળ ઉપર લખાયેલી આ ત્રણ પ્રતિઓ અનુક્રમે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર(પાટણ) સ્થિત શ્રીસંઘજ્ઞાનભંડાર, સૂરિસમ્રાશ્રી વિજયનેમિસૂરીશ્વર જૈન જ્ઞાનભંડાર અને શ્રી મહિમાભકિત જૈન જ્ઞાનભંડાર (બીકાનેર)ના સંગ્રહની છે.
T૦ પ્રતિ - વિ.સં. ૧૯૭૨ માં આચાર્ય શ્રી સાગરાનંદસૂરિવર દ્વારા સંશોધિત થઈને શ્રેષ્ઠિ શ્રી દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્ધારફંડ દ્વારા પ્રકાશિત થયેલી મલધારગચ્છીય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિ સહિત અનુયોગદ્વાર સૂત્રની મુદ્રિત આવૃત્તિ. [ટિપ્પણોમાં જ્યાં સંવાઇ લખ્યું હોય ત્યાં તેનો સંક્ષિપ્તવાચનાની હસ્તલિખિત પ્રતિઓએવો અર્થ સમજવો.]
અનુયોગદ્વારસૂત્રના સંશોધન માટે એકત્ર કરેલી પ્રતિઓનો અમે અહીં જે પરિચય આપ્યો છે તેમાં, આગળ જણાવ્યું તેમ, ને સંપ૦ અને વીપ્રતિઓ સંક્ષિપ્ત વાચનાની છે, જ્યારે શેષ વં૦ ને વાવ શુઅને પ્રતિઓ બૃહદ્વાચનાની છે. કેવળ વી. પ્રતિ કોઈ વાર સંક્ષિપ્ત વાચનાને તો કોઈ વાર બૃહદ્વાચનાને અનુસરે છે, જ્યારે એક સ્થળે સં. અને વાસંજ્ઞક પ્રતિઓ સિવાયની બૃહદ્વાચનાની બધી જ પ્રતિઓ સંક્ષિપ્ત વાચનાના સંક્ષિપ્ત પાઠ પ્રમાણે જ સૂત્રપાઠ આપે છે (જુઓ પૃ. ૭૭ ટિ. ૫). પાટણશ્રીસંઘના જ્ઞાનભંડારની સં૦ નામની પ્રતિ કોઇ જુદાજ કુલની અને જરા વિચિત્રછતાં મહત્ત્વના પાઠોવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org