________________
प्रथमं परिशिष्टम् । सूत्रपाठान्तरादि ।
[ આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે મુંબઇના શ્રીમહાવીર જૈન વિદ્યાલય તરફથી વિક્રમ સં૦ ૨૦૨૪માં પ્રકાશિત થયેલા જૈન આગમ-ગ્રંથમાલા ગ્રંથાંક ૧ માં નવિપુત્ત અનુગોળદ્દાનું આ ગ્રંથમાં જે મૂલમાત્ર અનુઓÇË સૂત્ર નું વિવિધ હસ્તલિખિત આદર્શોના આધારે સંશોધન કરીને સંપાદન કરેલું છે તે જ અનુઓ દ્દારાડું સૂત્ર અમે આ ગ્રંથમાં અક્ષરશ: છાપેલું છે. માત્ર ક્વચિત્ અમે જે કંઇ ફેરફાર કર્યો છે તેની નોધ અમે ટિપ્પણ આદિમાં આપેલી છે.
અનુઓગદ્દારાડું ની પાદ-ટિપ્પણીઓ (Foot-notes) તેતેપાનામાંતેમણે આપેલી છે. તેબધી ટિપ્પણીઓસ્થાનની અગવડનાકારણેતેતેપાનામાંનીચેન આપતાં સૂત્રકમ પ્રમાણે અમે આ પરિશિષ્ટમાં આપેલી છેકે જેથી વાચકને સૂત્રવાંચતાં તેતે સૂત્રઉપરનીતેતે ટિપ્પણીજોવાઇચ્છા થાયતોતેપણઅહીંજોવામળે. પાઠાંતરોની ટિપ્પણીઓ આપતાં પૂર્વે જેજેહસ્તલિખિત આદર્શોને - પ્રતિઓને આધારે આ.પ્ર.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજે આ ગ્રંથનું સંપાદન કરેલું છે તેમ જ ટિપ્પણીઓમાં જે જે સંકેતો આપેલા છે તે જાણવા માટે મંડી-અણુઓવારાË ની શરૂઆતમાં તેમણે જે પ્રતિપરિચય આપેલો છે તે અહીં અક્ષરશ: ઉદ્ધૃત કરીને અમે આપીએ છીએ. તે ઉપરાંત પણ, પ્રાસંગિક રીતે જે વાતો તેમણે જણાવી છે તે કેટલીક વાતો અહીં અક્ષરશ: આપીએ છીએ.]
“પ્રતિ પરિચય अनुयोगद्वार सूत्र
.. આપણા ગ્રંથભંડારોમાં સચવાયેલી સમગ્ર અનુયોગદ્દારસૂત્રની પ્રતિઓમાં મળતા મૂલપાઠના, વાચનાની અપેક્ષાએ, વૃંદાપના અને સંક્ષિપ્તવાવના એમ બે વિભાગ કરી શકાય. આ બે પ્રકારના વાચનાભેદોથી મૂલવાચનાનું મૌલિક પાર્થક્ય જરાય થતું નથી, અર્થાત્ બેય વાચનાઓ અનુયોગદ્દારસૂત્રના વક્તવ્યને સાઘન્ત એકસરખું જ જાળવે છે. મુખ્યતયા બે સ્થાનમાં લાંબા પાઠસંદર્ભને ટૂંકાવવાથી સો-દોઢસો શ્લોક જેટલો પાઠ જે વાચનામાં ઓછો મળે છે તેને સંક્ષિપ્ત વાચના કહી શકાય. આ ટૂંકાવેલા પાઠને વિસ્તારથી વાંચવા-સમજવાની ભલામણ સંક્ષિપ્ત વાચનામાં કરેલી જ છે, જુઓ પૃ. ૧૪૦ ટિ. ૧ તથા પૂ. ૧૫૩ ટિ. ૩. સંક્ષિપ્ત વાચનામાં બીજાં પણ કેટલાંક સ્થાનોમાં નવ શબ્દ લખીને મૂલવાચનાના સૂત્રપાઠને અલ્પાધિક પ્રમાણમાં ટૂંકાવેલો છે, જે તે તે સ્થાનની પાદટિપ્પણીઓ જોતાં સમજાશે. ટૂંકમાં જણાવાનું એટલું જ કે બૃહદ્દાચનાના વક્તવ્યને અબાધિત રાખીને સંક્ષિપ્ત વાચના શ્ર્લોકપ્રમાણની ગણતરીએ નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org