________________
શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર ગુરૂ મહારાજશ્રીએ પણ તેની ભાવના જાણી દીક્ષા પરિણામમાં દઢ બનાવ્યો. મોતીચંદે પણ હવે શીધ્ર દીક્ષા લેવાનો નિશ્ચય કરી ઘર તરફ પ્રયાણ કર્યું.
મોતીચંદ ઘેર ગયા અને માતાપિતાને સંસારની વિટંબણા, મોહનું સામર્થ, તેમાં પ્રાણીઓનું પારવશ્ય તેનાથી થતા અનેક અનર્થો અને પરિણામે કર્મબંધ તથા જંબૂકમારાદિનો વૈરાગ્ય, માતાપિતા સહિત દીક્ષાનું અંગીકાર કરવાપણું વિગેરે દર્શાવી પોતાનો આંતરિક વિચાર જણાવ્યો. પરંતુ પુત્ર મોહમાં મુઝાયલાં માતાપિતા તત્કાળ સાનુકુળ ન થયાં. અને મોતીચંદને વ્યવહાર કાર્યમાં જોડાવું પડ્યું. પરંતુ જેનો અંતરાત્મા ઉજ્વળ થયો છે, સંસાર કારાવાસનું સ્વરૂપ જે બરાબર જોઈ રહ્યો છે, વિષય કષાયની જ્વાળાઓમાં બળતા પ્રાણીઓની વિડંબના જેને પ્રત્યક્ષ થઈ રહી છે, જેણે રૂપ, યૌવન, ધન, સ્વજનાદિનો પ્રેમ, અને ઠકુરાઈ સ્વપ્ન સમાન જાણી લીધી છે, જે વનમાં દાવાનળમાં સપડાએલ હરિણની માફક આ સંસારમાં પોતાને અશરણ જાણી રહ્યો છે. સંસાર વાસમાં આશ્રવોનાં અનેક સ્થાનોને જે જોઈ રહ્યો છે તે મોતીચંદ, માતાપિતાના આગ્રહથી ઘેર રહ્યો પરંતુ વ્યવહારમાં સઘળાં કાયોમાં તેનો અનાદરજ રહ્યો. લોભાવનારાં અનેક સાધનો છતાં તેનું હૃદય પલટાયું નહીં અને તેમાંથી મુક્ત થવાના પ્રયત્ન કરવા લાગ્યો. તેની વૈરાગ્ય ભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. છેવટે વ્યવહાર કાર્યમાં તેનો આવા પ્રકારનો અનાદર દેખી માત્ર એક ધર્મસાધનમાં જ તેની વૃત્તિ જાગી ધર્માત્મા માતાપિતાએ પુત્ર પ્રત્યે અત્યંત રાગ છતાં, પણ તેના ધર્મ સાધનમાં અંતરાયભૂત ન થતાં કેટલીક મુદતે પુત્રની ઇચ્છાને આધીન થયાં.
એ અવસરમાં રાજનગરનો સંઘ રાધનપુરની યાત્રા કરવા આવ્યો. તેની સાથે કીર્તિવિજ્યજી મહારાજા પણ આવ્યા છે એમ જાણી મોતીચંદ રાધનપુર આવ્યા. ગુરૂ મહારાજ નાં ચરણકમળ ભેટ્યા. સર્વ મંદિરોની યાત્રા કરી, અને ગુરૂ મહારાજ પાસે અભ્યાસ કરવા રહ્યા. અનુક્રમે ઉગ્રવિહારી કીર્તિવિજયજી મહારાજાએ ત્યાંથી મરૂદેશ તરફ વિહાર કર્યો. તેમની સાથે મોતીચંદે પણ મારવાડ તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતા ગુરૂ મહારાજા પ્રથમ તારંગાજી તરફ ગયા. તારણગિરિની યાત્રા કરી માર્ગમાં અનેક ગામોમાં જિનમંદિરોની યાત્રા કરતા અનેક પ્રાણીઓને ધર્મોપકાર કરતા ગુરૂ મહારાજા અબ્દગિરિ આવ્યા. જૈનોની સંપત્તિ, ઔદાર્ય અને પ્રભુભક્તિનું દિગ્ગદર્શન કરાવતાં ત્યાંના ચૈત્યોની યાત્રા કરી ત્યાં કેટલાક દિવસ સ્થિરતા કરી, પ્રભુસેવાનો લાભ લીધો. ત્યાંથી મરૂભૂમિમાં ઉતર્યા ત્યાં પિંડવાડા, બ્રાહ્મણવાડા, વીરવાડા, સીરોહી, નાંદીયા, લોટ, દેણા વિગેરે તીથની યાત્રા કરી. બેડા, નાણા થઈ રાણકપુરના ચતુર્મુખ ભવ્ય જિનાલયમાં શ્રી યુગાદિદેવને ભેટ્યા. ત્યાંથી સાદડી, ધાણેરાવ, દેસુરી, નાડુલાઇ, નાડોલ વિગેરે પંચતીર્થીની યાત્રા કરી. ગુરૂમહારાજા ધર્મોપદેશ વૃષ્ટિથી મરૂભૂમિને નવપલ્લવ કરતા અનેક પ્રાણીઓને યોગ્ય ધર્મનું સ્વરૂપ દર્શાવી તેમને સુમાર્ગ સન્મુખ કરતા પાલી શહેરમાં પધાર્યા અને આપણા ભાવિમુનિ મોતીચંદ પણ તેમની સાથે ગૃહસ્થાવાસમાં પણ મુનિ માર્ગની તુલના (અભ્યાસ) કરતા પાલી નગરમાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org