________________
| પ્રકાશકીય નિવેદન |
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ઈ.સ. ૧૯૬૮થી શરૂ થયેલ જિનાગમ ગ્રંથમાળા જૈન આગમ સૂત્રોના ૧૫મા મણકા રૂપે - “અનુયોગદ્વાર સૂત્ર” પ્રગટ કરતાં અને અત્યંત આનંદ અને ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.
કોઈપણ ધર્મ અને તેની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે તે ધર્મના માન્ય શાસ્ત્રોની જ જરૂર પડે છે. જેમકે વૈદિક ધર્મમાં વેદો, બૌધ્ધ ધર્મમાં ત્રિપિટકો, ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ, ઈસ્લામમાં કુરાન તેવીજ રીતે જૈન ધર્મમાં આગમ સૂત્રો છે. જૈન આગમોની ખાસ વિશેષતા એ છે કે તેઓ એ સમયની લોકભાષામાં લખાયા છે. તથા તેમાં શબ્દ કરતાં તેના અર્થને જાળવવાનો ખાસ પ્રયત્ન થયેલ છે. તથા તેમાં વિચારોની સંગતિ અને એકરૂપતા છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આગમો વીતરાગની વાણીને અનુસરે છે. અને તેનો ઉપદેશ મોક્ષમાર્ગમાં પ્રેરક અને પ્રવૃત્ત કરે છે. આગમો ફકત ધાર્મિક ગ્રંથો જ નથી પણ તેમાં તે સમયની વિવિધ વિદ્યા શાખાઓના વિષયોનું પણ નિરૂપણ છે. કોઈપણ વિદ્યાની તે સમય સુધીની પ્રગતિ જાણવી હોય તો એનું એક માત્ર સાધન જૈન આગમો જ છે. ઉપરાંત ભારતીય ભાષા શાસ્ત્રના અધ્યયનમાં પણ આગમો એ મહત્ત્વનું સાધન તેમજ જીવંત સાહિત્ય છે.
જૈન આગમગ્રંથો એ માત્ર ધાર્મિક ઉપદેશને વર્ણવતા ગ્રંથો નથી પણ તેમાં આવતાં વિવિધ વર્ણનો સંસ્કૃતિની અનેકવિધ વિશેષતાઓથી ભરેલા છે. અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજના મુખમાંથી નીકળેલા સીધા શબ્દો પણ આમાં ઝીલાયા છે, સચવાયા છે. આને મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં સાચવવા અને જાળવવા તે ખૂબ જરૂરી લાગે છે. માટે તેની સંશોધિત આવૃત્તિ પ્રગટ કરવા માટેની અમારી યોજના છે.
જૈન દર્શનને લગતી ઘણી બધી માહિતી જૈન જ્ઞાન ભંડારોમાં સારા એવા પ્રમાણમાં સચવાયેલી છે. આ ઉપયોગી માહિતી બધાને ઉપલબ્ધ થાય તે માટે આગમોદ્ધારક આચાર્ય પ્રવર શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબે એકલે હાથે જૈન ધર્મના પ્રાણસમા, પાયારૂપી આગમ ગ્રંથાવલિની સુવાચ્ય આવૃત્તિ ઘણાં વર્ષો પહેલાં પ્રકાશિત કરી હતી. ત્યારબાદ પૂ. આગમપ્રભાકર મુનિવર્ય પુણ્યવિજયજી મહારાજે આગમિક સાહિત્યનું જીવનભર વ્યાપક તથા ઉંડું અધ્યયન તેમજ સંશોધન કર્યું. તેઓની પ્રેરણાથી મૂળ આગમોની વ્યવસ્થિત રીતે સંપાદિત આવૃત્તિ પ્રકાશિત કરવાની શ્રી મહાવીર જૈન વિદ્યાલયે યોજના કરી. આ યોજના પૂ. આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે અન્ય નિષ્ણાત વિદ્વાનોના સહકારથી તૈયાર કરી હતી. આગમોના અભ્યાસી પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાનો તેઓએ સહકાર મેળવ્યો તથા પૂ. મુનિશ્રીના સાન્નિધ્યમાં ઈ.સ. ૧૯૬૦માં આ ભગીરથ કાર્યનું મંગળાચરણ કરવામાં આવ્યું. આપણા બધા પવિત્ર મૂળ આગમ ગ્રંથોનું અત્યારની વૈજ્ઞાનિક પધ્ધતિએ સંશોધન કરીને તેને એક સરખી રીતે પ્રકાશિત કરવાની ભાવના સાકાર થઈ રહી છે.
પૂજ્યપાદ મુનિશ્રી પુણ્યવિજયજીના તા. ૧૪-૬-૭૧ના રોજ થયેલા કાળધર્મ બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org