SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) આજનો શ્રી શ્રમણસંઘ તથા ચતુર્વિધ શ્રી જૈનસંઘ અધ્યાત્મ, યોગ અને ધર્મની બાબતમાં અનુપમગ્રંથરચનાના સમર્પણના કારણે આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજીનો ઘણો જ ઋણી છે. (૧૭) શ્રીહરિભદ્રસૂરિજીએ પોતાના શાસ્ત્રોમાં ભગવદ્ગોપેન્દ્ર, ભગવત્પતંજલિ આદિ શબ્દપ્રયોગ દ્વારા ઇતર યોગી પુરુષો પ્રત્યે બહુમાન અને સદ્ભાવ વ્યક્ત કર્યો છે. આવા અનેક ચમત્કારિક પ્રસંગો તેઓમાં છે. (૧૮) તેઓએ રચેલા અનેકગ્રંથોમાં ૧ શાસ્ત્રવાર્તાસમુચ્ચય, (૨) અનેકાન્ત જયપતાકા, (૩) ચૈત્યવંદનસૂત્રવૃત્તિ (લલિત વિસ્તરા), (૪) ધર્મસંગ્રહણી, (૫) પદર્શનસમુચ્ચય, (૬) અષ્ટકજી, (૭) ષોડશકપ્રકરણ, (૮) યોગશતક, (૯) યોગદ્રષ્ટિસમુચ્ચય, (૧૦) યોગબિંદુ, (૧૧) સમરાઈચ્ચકહા (સમરાદિત્ય કેવલી ચરિત્ર), (૧૨) ઉપદેશપદ, (૧૩) ધર્મબિંદુ, (૧૪) પંચાશક, (૧૫) લોકતત્ત્વનિર્ણય, (૧૬) યોગવિંશિકા, (૧૭) વિંશતિવિંશિકા, (૧૮) ધૂતખાન, (૧૯) યતિદિનકૃત્ય ઇત્યાદિ અનુપમ કૃતિઓ અગ્રગણ્ય ગણાય છે. (૧૯) શ્રીહરિભદ્રસૂરિજીએ પોતાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં જૈન-જૈનેતર ગ્રંથોનો નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે. (૧) પ્રમાણમીસાંસા, (૨) સમ્મઈપયરણ, (૩) વાક્યપ્રદીપ, (૪) સ્યાદ્વાદભંગ, (૫) વિંશિકા, (૬) પ્રિયદર્શના-વાસવદત્તા, (૭) રેવણાઇકબૂ, (૮) યોગનિર્ણય, (૯) પ્રમાણવાર્તિક, (૧૦) હેતુબિંદુ (૧૧) શિવધર્મોત્તર, (૧૨) વૃદ્ધગ્રંથ વિગેરે. (૨૦) ધર્મકીર્તિ, દિનાગ, ધર્મપાલ, ભદતદિન, અવધૂતાચાર્ય, ઈશ્વરકૃષ્ણ, કુમારિલભટ્ટ, ક્ષીરકદંબક, ગોપેન્દ્ર, જૈમિનિ, પતંજલિ, ભર્તુહરિ, વ્યાસ, વિધ્યાવાસી ઈત્યાદિ જૈનેતર ગ્રંથકારોનો પણ પોતાના ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે તેના ઉપરથી તેઓશ્રી કેટલા શાસ્ત્રોના પારગામી હતા - તે જણાઈ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy