________________
यद्यपि सम्यक्त्वस्यैवैते कार्यभूतानि लिङ्गानि प्रवचने प्रसिद्धानि, तथापि योगानुभवसिद्धानां विशिष्टानामेतेषामिहेच्छायोगादिकार्यत्वमभिधीयमानं न विरुध्यत इति द्रष्टव्यम् । (૧)અનુકંપા – એટલે કૃપા-દયા, તે બે પ્રકારની છે. દ્રવ્યથી અને ભાવથી
પોતાની શક્તિને અનુસારે દુઃખી જીવોનાં દુઃખો દૂર કરવાની જે ઇચ્છા તે અનુકંપા. સંસારી જીવોનાં શારીરિક, કૌટુમ્બિક, આદિ દુઃખો દૂર કરવાની ઇચ્છા તથા તે માટેની યથાશક્ય પ્રવૃત્તિ તે દ્રવ્યાનુકંપા અને સંસારરૂપ બંધનમાંથી છોડાવી પરમસુખરૂપ મુક્તિપ્રાપ્તિ કેમ થાય? તેવી ઈચ્છા તથા તે માટેની પ્રવૃત્તિ તે
ભાવાનુકંપા. (૨) નિર્વેદ - કંટાળો - ઉદ્ગ આ સંસાર સર્વથા નિર્ગુણ (અસાર-તુચ્છ)
છે. એમ સંસારની નિર્ગુણતા જાણવા પૂર્વક સંસારરૂપી
બંદીખાનામાંથી નીકળવા માટેનો જે વૈરાગ્ય તે નિર્વેદ, (૩) સંવેગ :- મોક્ષના સુખની આન્તરિક અભિલાષા તે સંવેગ. જોકે
સંસારનો નિર્વેદ થવાથી મોક્ષ પ્રત્યે સંવેગ પ્રગટે છે. છતાં બંનેને ભિન્ન સમજાવવાનું કારણ એ છે કે નિર્વેદમાં મુખ્યત્વે સંસારની નિર્ગુણતા ભાસે છે અને સંવેગમાં આત્માના પૂર્ણગુણાત્મક સુખની રુચિ ભાસે છે.
(૪) શમઃ- ક્રોધ રૂપી કંડુ (ખણજ), તથા પાંચ પ્રકારનાં ઇન્દ્રિયોનાં
સુખોરૂપી વિષયોની તૃષ્ણા, એ બંનેની અત્યંત ઉપશાન્તિ તે શમ. ક્રોધને ખણજની ઉપમા કેવી રીતે ઘટે ? જેમ ખણજ ઉત્પન્ન થાય ત્યારે ખણવાની વૃત્તિ પેદા થાય છે. તેમ માનવી જ્યારે ગુસ્સામાં આવે છે ત્યારે સામેની વ્યક્તિને પૂર્વાપરનું બધું સંભળાવી દેવાની ખણજ જીભમાં ઉત્પન્ન થાય છે. માટે ક્રોધને ખણ જ કહી છે. તથા પાંચે ઈન્દ્રિયોના વિષયોની તૃષ્ણા પણ કષાયોને વધારનાર જ છે માટે તેની ઉપશાન્તિને ઉપશમ કહેવાય છે. | ક્રોધની ઉપશાન્તિના ઉપલક્ષણથી માન-માયા-લોભની ઉપશાન્તિ પણ સમજી લેવી. અનુકંપામાં પરનાં દુઃખોને દૂર કરવાની પ્રબળ
| શ્રી યોગવિંશિક આ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org