________________
પોતાની પાસે આવેલા (અથવા રહેલા), સ્થાનાદિયોગશુદ્ધિ વિનાના જીવોને પણ તેની સિદ્ધિ કરાવવા દ્વારા પરમાં પણ પોતાના સરખું ફળ આપનાર એવું જે અનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે.
પ્રવૃત્તિયોગ અને સ્થિરયોગમાં જે અનુષ્ઠાન સેવન છે તેમાં પણ ઉપશમ પ્રધાન છે. પરંતુ સિદ્ધિયોગની અપેક્ષાએ તે એટલું વિશિષ્ટ નથી. જ્યારે સિદ્ધિયોગમાં આત્મા પ્રવેશે છે ત્યારે વિશિષ્ટઉપશમ ફળ પ્રાપ્ત થાય છે. આત્માની એવી ઉપશાન્તસ્થિતિ થાય છે કે તેની નજીક ઊભેલા અથવા આવેલા જે જીવો, તે સ્થાનાદિયોગશુદ્ધિના અભાવવાળા હોય તોપણ તેઓમાં પણ ઉપશમાવસ્થા રૂપ પોતાને પ્રાપ્ત થયેલું ફલ પ્રાપ્ત થાય તે સિદ્ધિયોગ કહેવાય છે. । જેમ પુષ્પ એવું સુગંધસિદ્ધ હોય છે કે તેની આજુબાજુની હવા કે જે તેવી સુગંધવાળી નથી તેને પણ સુગંધિત કરે છે. તેમ પ્રભુ મહાવીર એવા સિદ્ધયોગી હતા કે તેમની પાસે આવેલા ઇન્દ્રભૂતિ-અગ્નિભૂતિ આદિ પણ માનાદિકષાયોથી ભરેલા હતા છતાં પણ ઉપશાન્ત થઈ ગયા. સારાંશ કે પોતાનામાં એવા ઉપશમ વિશેષને ઉત્પન્ન કરતુ આ સ્થાનાદિયોગનું સેવન પરમાં પણ પોતાના સદેશ ફળસંપાદક બને તે સિદ્ધિયોગ કહેવાય છે.
જે જીવો યોગની સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે પરંતુ કર્મોની તીવ્રતાને લીધે સફળતા મેળવી શકતા નથી તેવા જીવો પણ આવા સિદ્ધયોગી મહાત્માના સાનિધ્યથી પોતાનાં સોપક્રમી કર્મો તોડીને યોગની સિદ્ધિ મેળવનારા બને છે. સિદ્ધયોગી મહાત્માઓનો સિદ્ધયોગ આવા પરાર્થસંપાદક ફળવાળો હોય છે.
આ જ કારણથી સિદ્ધ છે અહિંસા જેઓને એવા મહાયોગી પુરુષોની સમીપે હિંસક સ્વભાવવાળા સિંહ-વાઘ-સર્પાદિ જીવો પણ શાંત થઈ જાય છે અને હિંસા કરવાને સમર્થ બનતા નથી. તથા સિદ્ધ થયું છે જીવનમાં સત્ય જેને એવા મહાત્મા પુરુષોની સમીપે અસત્ય જ છે પ્રિય જેને એવા જીવો પણ અસત્ય કહેવાને સમર્થ થતા નથી. એમ પાંચે વ્રતોમાં જાણવું. આવા મહાત્માપુરુષોના સાન્નિધ્યથી કાં તો અસિદ્ધયોગી પણ સિદ્ધયોગી બને છે. એવું જ્યાં ન બને ત્યાં પણ હિંસકાદિ પાપી સ્વભાવોની વૃત્તિઓ ॥ શ્રી યોગવિંશિકા ૨૪૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org