________________
ટીકામાં ચોથી પંક્તિમાં આ જ કારણથી અધ્યાત્માદિ યોગો પણ ચારિત્રની પ્રાપ્તિથી જ શરૂ થાય છે એમ યોગબિંદુની સાક્ષી આપીને કહ્યું છે. તેથી પ્રશ્ન થાય છે કે આ સ્થાનાદિ યોગો અને અધ્યાત્માદિ યોગોને શું પરસ્પર કંઈ સંબંધ છે ? આ આધ્યાત્માદિ યોગો સ્થાનાદિ યોગોમાં કયા યોગમાં કયા યોગનો અન્તર્ભાવ થાય ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. તેનો ઉત્તર ગ્રન્થકારશ્રી આપે છે ઃ
આ અધ્યાત્માદિ પાંચ યોગોને સ્થાનાદિ પાંચ યોગો સાથે સંબંધ છે. તેઓનો અન્તર્ભાવ આ પ્રમાણે થાય છે ઃ- દેવસેવા, જપ અને તત્ત્વચિંતનસ્વરૂપ નાનાભેદવાળા અધ્યાત્મયોગનો સમાવેશ સ્થાન, ઉર્દુ અને અર્થયોગમાં થાય છે. દેવસેવા એ કાયિક પ્રવૃત્તિ છે. પ્રણિધાનાદિ આશયપૂર્વક કરાતી દેવસેવાદિ કાયિક પ્રવૃત્તિ કાયચેષ્ટા હોવાથી સ્થાનયોગમાં સમાવેશ પામે છે. નમસ્કાર- મહામંત્રાદિના જાપ એ વાચિક પ્રવૃત્તિ છે. પ્રણિધાનાદિ આશયપૂર્વક, વાચ્ય એવા પંચપરમેષ્ઠીના સ્વરૂપને ભાવવાપૂર્વક એકાગ્રપણે જ્યારે જાપ કરતો હોય ત્યારે તેનું ધ્યાન શબ્દ ઉચ્ચારણમાં યથાર્થ છે. માટે જાપસ્વરૂપ અધ્યાત્મયોગનો સમાવેશ ઉર્ણયોગમાં થાય છે. અને શાસ્ત્રાનુસારી તત્ત્વચિંતન કરવું તે માનસિક પ્રવૃત્તિ છે. અર્થચિંતન સ્વરૂપ છે માટે તેનો અર્થયોગમાં સમાવેશ થાય છે. આ પ્રમાણે પ્રથમ અધ્યાત્મયોગનો સમાવેશ સ્થાન, ઉર્ણ અને અર્થયોગમાં થાય છે.
આ અધ્યાત્મયોગ ત્યારે હોય છે જ્યારે પ્રણિધાનાદિ આશયપૂર્વક પ્રવર્તે છે. વળી અધ્યાત્મયોગમાં સદા પ્રવર્ધમાન પરિણામ હોતો નથી. કદાચિત્ પ્રવર્ધમાન, કદાચિત્ અવસ્થિત અને કદાચિત્ હીનમાન પરિણામ પણ હોય છે. પરંતુ ભાવનાયોગમાં નિયમા પ્રવર્ધમાન પરિણામ તથા ચિત્તવૃત્તિનિરોધ હોય છે. એટલે જ્યારે દેવસેવાદિ કાર્ય પ્રવૃત્તિમાં, જાપાદિ વાચિક પ્રવૃત્તિમાં અને તત્ત્વચિંતનાદિ માનસિક પ્રવૃત્તિમાં પ્રવર્ધમાન પરિણામ હોય અને તેના કારણે ચિત્તવૃત્તિનિરોધ હોય ત્યારે ભાવનાયોગ કહેવાય છે અને તે અનુક્રમે સ્થાન, ઉર્ણ અને અર્થયોગમાં સમાવેશ પામે છે.
અધ્યાત્મયોગ અને ભાવનાયોગનો ભાવ્યવિષય (દેવસેવા-જાપ-તત્ત્વચિંતનાદિ વિષય) સમાન હોવાથી અધ્યાત્મયોગની ॥ શ્રી યોગવિંશિકા
૩૦ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org