________________
છે. એમ કહીને આ આઠેમાં યોગની અંગતા (કારણતા) હોવાથી યોગસ્વરૂપતા કહી છે તે, તથા ષોડશકજીની ટીકામાં સ્થાનાદિ પાંચમા કારણ-કાર્યભાવ હોવાથી ઉપચારથી જે યોગરૂપતા કહેવામાં આવી છે. તે બંને “આત્માને મોક્ષની સાથે યુજિત કરે તે યોગ” એ લક્ષણને ધ્યાનમાં રાખીને કહેલ નથી. પરંતુ ચિત્તની વૃત્તિનો વિરોધ કરવો તે યોગ એવા યોગના લક્ષણના અભિપ્રાયે કહેલ છે એમ વિચારવું.
સારાંશ એ છે કે જૈન દર્શનકારો “આત્મા જેના વડે મોક્ષની સાથે જોડાય તે યોગ” એવું યોગનું લક્ષણ કહે છે. તેથી ચિત્તવૃત્તિનિરોધ અને સ્થાનાદિ પાંચ પ્રકાર, આત્માને મોક્ષની સાથે યુજિત કરનાર છે. માટે વાસ્તવિક યોગ કહેવાય છે. પરંતુ પાતંજલી સૂત્રકાર ચિત્તવૃત્તિનિરોધ”ને યોગ કહે છે. કારણ કે તેમાં ગુણસ્થાનકના અંતે કરાતો યોગનિરોધ એ જ મોક્ષનું આસન કારણ છે. તેથી તે ચિત્તવૃત્તિનિરોધને અનુપચરિત (વાસ્તવિક) યોગ કહેવાય છે. અને તેની પૂર્વ-પૂર્વ ભૂમિકારૂપ સ્થાનાદિ પરંપરાએ મોક્ષનું કારણ બને છે. તેથી સ્થાનાદિ તે ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગનું કારણ છે પરંતુ સાક્ષાત્ યોગ નથી. કારણમાં કાર્યનો (હેતુમાં ફળનો) ઉપચાર કરીને સ્થાનાદિમાં યોગરૂપતા આવે છે એમ ષોડશકની ટીકામાં કહ્યું છે. તેવી જ રીતે યમ-નિયમાદિ પણ “ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગનાં અંગો હોવાથી અંગમાં અંગીનો ઉપચાર કરીને ઉપચારે યોગ કહેવાય છે.” તાત્પર્ય એ છે કે “ચિત્તવૃત્તિનિરોધમાં સાક્ષાત્ યોગરૂપતા છે. અને યમાદિમાં યોગાંગતાના કારણે અને સ્થાનાદિમાં કારણ-કાર્યભાવ હોવાથી ઉપચરિત યોગરૂપતા છે. તે પાતંજલી સૂત્રકારના લક્ષણને ધ્યાનમાં રાખીને કહેલ છે એમ સમજવું. अत्र “स्थानादिषु" "द्वयं" स्थानोर्णलक्षणं कर्मयोग एव, स्थानस्य साक्षादूर्णस्याप्युच्चार्यमाणस्यैव ग्रहणादुच्चारणांशे क्रियारूपत्वात् । तथा "वयं" अर्थालम्बननिरालम्बनलक्षणं ज्ञानयोगः, तुः एवकारार्थं इति ज्ञानयोग एव, अर्थादीनां સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપવાન્ || ૨ ||
સ્થાનાદિ આ પાંચ યોગોમાં પ્રથમના બે યોગો સ્થાનયોગ અને ઉર્ણયોગ ક્રિયાત્મકયોગ છે. ત્યાં સ્થાનયોગ તો કાયોત્સગદિ-સ્વરૂપ સાક્ષાત્ ક્રિયાત્મક છે એમ જણાય જ છે. અને ઉર્ણયોગમાં ઉર્ણ એ
0 શ્રી યોગવિશિમ જ ૨૪ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org