________________
मनोविभ्रमापनयनादनवच्छिन्नप्रयाणसंपादकः इत्ययं मोहविघ्नजयसम उत्तमस्तृतीयो વિશ્વનય: |
હવે “ઉત્કૃષ્ટવિધ્વજય” નામના ત્રીજા વિધ્વજય આશયને સમજાવે
એકગામથી બીજા ગામ જવાની ઇચ્છાવાળા તે જ પથિકને રસ્તામાં દિશાઓનો ભ્રમ થવારૂપ વિન ઉપસ્થિત થયે છતે (એટલે કે કઈ દિશા કઈ બાજુ છે તે ભુલાઈ જવાથી ભ્રમ થવાથી), તથા બીજા પથિકો વડે વારંવાર (સાચી દિશા) સમજાવવા છતાં પણ પોતાના મગજમાં તે સાચી દિશા નહિ સમજાવાથી) આગળ આગળ ચાલવામાં મંદોત્સાહવાળો બને છે. એટલે કે આગળ ચાલવામાં ઉત્સાહ આવતો નથી. દિશાઓના ભ્રમ થવારૂપ મનોવિભ્રમ આગળ ગતિમાં ઉત્સાહને રોકનાર છે. અને દિશાઓના તે ભ્રમનો વિજય કરાય છતે (એટલે દિભ્રમ ભાંગી ગયે છતે) પોતાને સ્વયં સાચી દિશા જણાવાથી તથા બીજા પથિકો વડે પણ તે જ દિશા બરાબર છે એમ વારંવાર કહેવાતા માર્ગ ઉપર શ્રદ્ધા થવાથી ચાલવામાં જે મન્ટોત્સાહતા હતી તેને ત્યજીને ઝડપભેર દિશાઓનો ભ્રમ થવાતુલ્ય મિથ્યાત્વાદિ મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો મનોવિભ્રમ એ વિપ્ન છે. (આ મિથ્યાત્વમોહનીયના ઉદયથી આત્માને સાચો ધર્મ રુચતો નથી, અન્ય જ્ઞાની મહાત્માઓ સમજાવે તોપણ પોતાના અજ્ઞાન અને મોહના જોરે સાચો માર્ગ સ્વીકારતો નથી. અને સંસારમાં આડી-અવળો ભટકે છે. માટે મહાવિદન છે). પરંતુ ગુરુ-પરતત્રતા દ્વારા અને મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત એવી ભાવનાઓ ભાવવા વડે મનનો વિભ્રમ દૂર થવાથી મિથ્યાત્વાદિ મહાવિદ્ગોનો પરાભવ થવા રૂપ થયેલો વિજય જ ધારાવાહી મોક્ષમાર્ગ તરફના પ્રયાણનો સંપાદક બને છે. આ ત્રીજો મોહના વિધ્વને જીતવારૂપ ઉત્કૃષ્ટ વિધ્વજય જાણવો.
સારાંશ કે દિશાનો જ્યારે ભ્રમ થાય છે દિશા ભુલાઈ જાય છે ત્યારે કઈ બનોવિભ્રમ આગ્ગગગગાજુ જવું તે કંઈ સૂઝતું નથી. કદાચ અનુભવી બીજા વારંવાર સમજાવે તોપણ ભ્રમના અતિશયથી સાચી દિશા પકડે તો નહિ પરંતુ પોતાને મગજમાં બેઠી હોય તેમ ખોટી દિશાને સાચી દિશા કહી તર્ક કરે, અને અવળે રસ્તે જાય છે. તેથી
| શ્રી યોગવિશિમ જ ૧૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org