________________
જીવો તો થોડા જ મળે. માટે તીર્થ ચલાવવા અવિધિવાળાને પણ
યોગ્ય કહેવા જોઈએ. ઉત્તર : અવિધિએ ધમનુષ્ઠાન ચલાવતાં મન ફાવે તેમ પ્રરૂપણા અને
ક્રિયા કરવાથી શાસ્ત્રગત મૂળ સૂત્રો અને મૂલક્રિયાનો વિચ્છેદ થઈ જાય છે. અને ખરેખર સાચો તે જ તીર્થવિચ્છેદ છે. ! આજ્ઞારહિત ધર્મ આચરનારાને “હાડકાંનો માળો” કહેલ છે. આજ્ઞાનુસારીને તીર્થ કહેલ છે. માટે તીર્થના ઉચ્છેદના ભયથી પણ અવિધિ ચલાવવી યોગ્ય નથી !
“શુદ્ધ વિધિપૂર્વકની જ ક્રિયા થવી જોઈએ” એ વાત ઠીક છે. સાચી છે. પરંતુ આ કલિયુગમાં આવા જીવો ગણ્યાગાંઠ્યા જ મળે છે. અર્થાત્ અલભ્ય છે. એટલે વિધિક્રિયાવાળા કાલગત થાય, અને અવિધિક્રિયાવાળાને જો ચલાવીએ નહિ તો કાલાન્તરે ક્રિયા વગરનું જ આ શાસન થાય - એટલે તીર્થઉચ્છેદ પામે. માટે અવિધિએ પણ ધર્મક્રિયા કરવા દઈએ તો તીર્થ અખંડિત થાય. વળી તેમ કરવાથી ગુરુને દોષ નહિ લાગે કારણ કે અવિધિપરિણામ તો ક્રિયા કરનારનો છે. ગુરુનો પરિણામ તો યેનકેન-પ્રકારેણ ક્રિયા ચાલુ રહેવી જોઈએ જેથી તીર્થ ઉચ્છેદ ન થાય એવો છે. તો અવિધિએ પણ ક્રિયા કરવા દેવામાં શું દોષ?
કોઈ જીવ સ્વયં મરે” એમાં કંઈ દોષ નથી પરંતુ તેને મારી નાખવામાં આવે” તો મારનારનો આશય દુષ્ટ છે માટે દોષ લાગે જ, તેની જેમ જે સ્વયં અવિધિએ ધર્મક્રિયા કરે તે તો પોતે પાપનો ભાગી થાય છે. પરંતુ જે ગુરૂ અવિધિએ ચલાવી લે છે અથવા અવિધિએ પણ ધર્મક્રિયા કરવાનું ઉત્તેજન આપે છે પ્રરૂપણા કરે છે તે ગુરુ અવિધિપાક્ષિક હોવાથી ઉત્સુત્ર પ્રરૂપણા કરનાર હોવાથી દુષ્ટાશયવાળા હોવાથી મારનારની જેમ દોષિત છે. તીર્થંકર પ્રભુ-ભાષિત મૂળસૂત્રો અને ક્રિયાના ઉચ્છેદક હોવાથી તીર્થના ઉચ્છેદક બને છે.
વળી વિધિપૂર્વક ધર્મક્રિયા કરી મોક્ષે એક જીવ જશે તોપણ તે જીવ સર્વ જીવોને અભયદાન આપનાર બનશે | અમારીની ઉદ્દઘોષણા કરનાર બનશે માટે સૂક્ષ્મબુદ્ધિથી આ વિચારવું કે “અવિધિ” ચલાવાય જ નહિ. એટલું જ નહિ પરંતુ ગુરુ ધર્મવિધિ સમજાવતા હોય ત્યારે જેને તેનો રસ
0 શ્રી યોગવિશિમ ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org