________________
કારણ જેમ “અમૃત”છે તેમ અમરણાવસ્થારૂપ મોક્ષનું કારણ અયોગી અવસ્થા છે. માટે અયોગી અવસ્થા અમૃતસ્વરૂપ = અમૃતરૂપ = અમૃતાત્મા કહેવાય છે.
બીજા કેટલાક દર્શનકારો વડે “ભવશત્રુ” કહેવાય છે. ભવ એટલે જન્મમરણની પરંપરારૂપ સંસાર, અથવા તેના બીજભૂત અષ્ટવિધકર્મ આ બંનેનો ચૌદમે ગુણઠાણે ઉચ્છેદ થતો હોવાથી આ અયોગીઅવસ્થા જાણે ભવનો શત્રુ હોય શું ? એમ સમજી “ભવત્રુ” કહેવાય છે.
બીજા કેટલાક દર્શનકારો વડે “શિવોદય' કહેવાય છે શિવ એટલે પૂર્ણસુખ અથવા પૂર્ણકલ્યાણ, તેનો ઉદય (પ્રાપ્તિ) ચૌદમે ગુણઠાણે થાય છે. માટે અયોગી અવસ્થા શિવોદય કહેવાય છે.
બીજા કેટલાક દર્શનકારો વડે સત્ત્વાનંદ” કહેવાય છે. સત્ત્વ એટલે આત્મા, તેનો જે પરમ આનંદ તે રૂપ અયોગી અવસ્થા છે. માટે અયોગી અવસ્થા “સત્ત્વાનંદ” પણ કહેવાય છે.
બીજા કેટલાક “પર” કહે છે. ૫ર એટલે પ્રકૃષ્ટાવસ્થા. આ અયોગી અવસ્થા અત્યંત પ્રકર્ષવાળી હોવાથી પર” પણ કહેવાય છે.
આ પ્રમાણે નિરાલંબન યોગ - ક્ષપકશ્રેણી - કેવળજ્ઞાન અને અયોગી અવસ્થા પ્રાપ્ત કરવારૂપ ઉપર બતાવેલા ક્રમ વડે છેલ્લી પ્રાપ્ત થયેલી અયોગાવસ્થા, તેના યોગથી પરમ સર્વોત્કૃષ્ટ સ્વરૂપ નિર્વાણ મોક્ષ પ્રાપ્ત થાય છે.
Jain Education International
-
इति महोपाध्याय श्री कल्याणविजयगणिशिष्य मुख्य पण्डित श्री जीतविजयगणिसतीर्थ्यपण्डित श्री नयविजयगणिचरणकमल-चञ्चरीकपण्डित श्री पद्मविजयगणिसहोदरोपाध्याय श्री जसविजयगणि
- समर्थितायां विंशिकाप्रकरण- व्याख्यायां योगविंशिकाविवरणं सम्पूर्णम्
// શ્રી યોગવિંશિકા * ૧૩૨ //
For Private & Personal Use Only
11
www.jainelibrary.org