________________
પ્રશ્ન : અહીં કોઈ શંકાકારને આ શંકા થાય કે જો ક્ષપકશ્રેણીના અપૂર્વકરણમાં આવનાર સામર્થ્યયોગ જ અનાલંબનયોગ ગ્રંથકારને અભિમત હોય તો તે ક્ષપકશ્રેણીગતાનાલંબનયોગ ન પામેલા અને અપ્રમત્તગુણસ્થાનકે વર્તનારા, તદ્દન શાન્ત થઈ ગઈ છે મોહના સકલ વિકલ્પોરૂપી કલ્લોલોની માળા જેની એવા આત્માની ચેતના ગુણમાત્રમાં જ પ્રતિબંધિત થવાથી પ્રાપ્ત કર્યું છે રત્નત્રયીનું સામ્રાજ્ય જેઓએ એવા જિનકલ્પિક આદિ મહામુનિઓને પણ નિરાલંબન ધ્યાનનું શાસ્ત્રમાં અભિધાન છે. તે અસંગત થશે ?
પ્રશ્નકારનો આશય એવો છે કે પરતત્ત્વદર્શનની ઇચ્છારૂપ જે અનાલંબન યોગ છે તે જો ક્ષપકશ્રેણીગત જીવોને જ હોય છે. તેનો અર્થ એ પ્રાપ્ત થયો કે નિરાલંબન ધ્યાન ક્ષપકશ્રેણીગત જીવોને જ હોઈ શકે છે. તેથી પ્રશ્ન થાય છે કે જે આત્માઓ હજુ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા નથી પરંતુ અપ્રમત્તગુણસ્થાનકવર્તી છે. છતાં મોહના સકલવિકલ્પોના કલ્લોલોની માળાઓ જેની શાન્ત થઈ ગઈ છે અને તેથી જ ઉત્કૃષ્ટ રત્નત્રયીના સામ્રાજ્યવાળા બન્યા છે તેવા જીવોને શાસ્ત્રોમાં નિરાલંબન ધ્યાનનું જે કથન કર્યું છે તે કથન અસંગત થશે ?
मैवं આમ કહેવું નહિ. જોકે તત્ત્વથી એટલે પરમાર્થથી નિશ્ચયદૃષ્ટિથી વિચારીએ તો “પરતત્ત્વ”રૂપ લક્ષ્યને વીંધવાને અભિમુખ એટલે કે પરતત્ત્વ દર્શનરૂપ લક્ષ્યને પ્રાપ્ત કરવાને અભિમુખ, તેનો અવિસંવાદી અર્થાત્ અવશ્ય પરતત્ત્વદર્શન આપે જ એવો ક્ષપકશ્રેણીગત જે સામર્થ્યયોગ તે જ વાસ્તવિક અનાલંબનયોગ છે. તોપણ “પરતત્ત્વદર્શન”રૂપ લક્ષ્યને પ્રાપ્ત કરાવવા માટેની પ્રગુણતા (ઉત્કૃષ્ટતા) લાવનારી એવી પિરણતિમાત્ર જિનકલ્પિકાદિમાં હોવાથી ક્ષપશ્રેણીગત સામર્થ્યયોગના પૂર્વકાલવર્તી એવું પરમાત્માના ગુણોનું ધ્યાન પણ મુખ્ય નિરાલંબન યોગનું પ્રાપક હોવાથી નિરાલંબન ધ્યાન જ છે.
ક્ષપકશ્રેણીગત સામર્થ્યયોગને પ્રાપ્ત કરાવનાર, તથા તેમાં પ્રગુણતા તત્પરતા લાવનાર પરમાત્માના ગુણોનું ધ્યાન અપ્રમત્તગુણસ્થાનકવર્તી જીવોને હોય તે છે. તેથી મુખ્યતાએ તે ધ્યાન નિરાલંબન ધ્યાન નથી. ॥ શ્રી યોગવિંશિકા ♦ ૧૨૫
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org