________________
આ શ્લોકના પૂર્વાર્ધમાં ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનો સ્થાનાદિ યોગયુક્ત છે માટે મોક્ષહેતુ છે એટલે યોગના પરતંત્રપણે મોક્ષહેતુ છે એમ જણાવ્યું હતું અને આ ઉત્તરાર્ધમાં આ ધર્માનુષ્ઠાન સદ્દનુષ્ઠાન હોવાથી, પુણ્યાનુબંધી પુણ્યનું નિક્ષેપક હોવાથી વિશુદ્ધચિત્ત સંસ્કારવાળી પ્રશાન્તવાહિતાવાળું હોવાથી સ્વતંત્રપણે જ મોક્ષહેતુ છે એમ જણાવ્યું.
આ પ્રમાણે બંને જુદી જુદી રીતે સમજાવવામાં નયભેદ જ કારણ છે. ભિન્નભિન્નનયોની વિવક્ષાથી આમ સમજાવેલ છે. તેથી આ બાબતમાં કંઈ દોષ સમજવો નહિ.
सदनुष्ठानभेदानेव प्ररूपयंश्चरमतभेदे चरमयोगभेदमन्तर्भावयन्नाहः
ઉત્તમાનુષ્ઠાનના (પ્રીતિ-ભક્તિ-વચન-અસંગ એમ) ચાર ભેદોને જ સમજાવતા એવા ગ્રન્થકારશ્રી તેના ચરમભેદમાં (અસંગાનુષ્ઠાનમાં) સ્થાનાદિયોગોનો જે ચરમભેદ (નિરાલંબનયોગ), તેનો અન્તર્ભાવ થાય છે. તે જણાવે છે ઃ
एयं च पीइभत्तागमाणुगं, तह असंगयात्तं । नेयं चउव्विहं खलु, एसो चरमो हवइ जोगो || १८ ||
શ્લોકાર્થ :- આ ઉત્તમાનુષ્ઠાન પ્રીતિ, ભક્તિ, આગમ(શાસ્ત્રવચન)ને અનુસરનારું તથા અસંગતાયુક્ત એમ ચાર પ્રકારનું જાણવું. તેમાં આ અસંગાનુષ્ઠાન તે જ ચરમયોગ (નિરાલંબનયોગ) હોય છે. ।। ૧૮ ॥
“Ë હૈં સિ” | ‘Çü'' सदनुष्ठानं प्रीतिभक्त्यागमाननुगच्छति तत् प्रीतिभक्तयागमानुगं प्रीत्यनुष्ठानं, भक्त्यनुष्ठानं वचनानुष्ठानं चेति त्रिभेदं तथाऽसंगतया युक्तं असंगानुष्ठानमित्येवं चतुर्विधं ज्ञेयम् । एतेषां भेदानामिदं स्वरूपम्
=
=
=
"यत्रानुष्ठाने प्रयत्नातिशयोऽस्ति, + परमा च प्रीतिरुत्पद्यते शेषत्यागेन च यत्क्रियते तत्प्रीत्यनुष्ठानम् । आह च
Jain Education International
यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः ।
"
शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् " || षोड. १० -३ ।। ઉપ૨ના સત્તરમા શ્લોકમાં કહ્યું કે “સદનુષ્ઠાન” હોવાથી મોક્ષહેતુ છે તે આ સદનુષ્ઠાન કેટલા પ્રકારનું છે ? અને દરેક ભેદોના અર્થો શું ?
॥ શ્રી યોગવિંશિકા ♦ ૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org