________________
તાત્પર્ય અર્થ આ પ્રમાણે છે કે જેઓ પોતે ગીતાર્થ નથી ગીતાર્થની નિશ્રા પણ નથી પરિપૂર્ણ વિધિપૂર્વક જ ધમનુષ્ઠાન કરવું જોઈએ એવી શાસ્ત્રોક્ત દલીલને આગળ કરીને વર્તમાનકાળમાં સંઘયણાદિના કારણે કંઈક અતિચારવાની વિધિવ્યવહારનો ત્યાગ કરે છે અને તદ્દન નિર્દોષ એવું ઉત્તમાચરણ આચરી શકતા નથી તેઓ ઉભયભ્રષ્ટ થયા છતાં પોતાનામાં સંયમ પ્રત્યે આવેલો અહોભાવ-બહુમાન રૂપ જે બીજ તેનો પણ ઉચ્છેદ કરે છે. સંયમ અને વિધિ પ્રત્યે બહુમાનરૂપ બીજ જો નાશ પામી જાય તો આ જીવ દુર્લભ બોધિ થયો છતો અનંતસંસારી બને છે. આવા મહાદોષવાળો બને છે.
હવે આ ચર્ચાનો સારાંશ જણાવે છે કે
જે મહાત્માઓ પરિપૂર્ણપણે વિધિપૂર્વકનું અનુષ્ઠાન પોતે આચરે છે. એવા વિધિસંપાદક મહાત્માઓનું તથા જેઓ પરિપૂર્ણ વિધિ આચરી શકતા નથી પરંતુ વિધિની જ પ્રરૂપણા કરવા વડે શ્રોતાઓમાં વિધિનું જ સ્થાપન કરે છે તેવા વિધિમાર્ગના જ સ્થાપક મહાત્માઓનું દર્શન પણ વિદ્ગોના સમૂહનું નાશક છે. એમ અમે કહીએ છીએ.
પ્રત્યુદ = વિબો ભૂદ = સમૂહ I વિનાશવમ્ = નાશ કરનાર I अर्थमं प्रसक्तमर्थं संक्षिपन् प्रकृतं निगमयन्नाह :
હવે પ્રાસંગિક એવા આ અર્થને ટુંકાવતાં અને પ્રસ્તુત સાર જાહેર કરતાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે -
कयमित्थ पसंगेणं, ठाणाइसु जत्तसंगयाणं तु ।
हियमेयं विन्नेयं, सदणुट्ठाणत्तणेण तहा ।। १७ ।। શ્લોકાઈ = અહીં પ્રાસંગિક આ ચચ વડે સર્યું. સારાંશ એ છે કે સ્થાનાદિયોગોમાં પ્રયત્નવાળા મહાત્માઓનું આ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન (પરંપરાએ - એટલે ચૈત્યવંદનાદિમાં સ્થાનાદિ યોગો પ્રાપ્ત થવા વડે) હિતકારી (મોક્ષહેતુ) છે. તથા ઉત્તમાનુષ્ઠાન હોવાથી અનન્તરપણે પણ હિતકારી (મોક્ષહેતુ) છે. || ૧૭ II “મા” ત્તિ” | “ = , મત્ર પ્રસન-પ્રફળીય-મણે મૃતાર્થવિસ્તારના થાનપુ'= પ્રતિયોજs “યસંતાનો તુ” =
0 શ્રી યોગવિશિm ૧૦૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org