________________
આ પુસ્તક પ્રકાશનના કાર્યમાં શ્રીકુમારપાળભાઈ દેસાઈએ જે સવલત કરી આપી છે તે બદલ તેઓનો આભાર માનું છું.
ભગવતી પ્રિન્ટિંગ પ્રેસના માલિક શ્રી ભીખાભાઈએ તથા મુખપૃષ્ઠ માટે જયેન્દ્ર પંચોળીએ કાળજીપૂર્વક અને ત્વરાએ જે કામકાજ કરી આપ્યું છે તે બદલ તેઓનો આભાર માનું છું.
અમેરિકા તથા લંડનમાં વસતા સ્વાધ્યાયરસિક, આત્માર્થી, મુમુક્ષુ આત્માઓએ આ તથા બીજાં બે પુસ્તકો લખવાની તથા પ્રકાશનમાં સહયોગ આપવાની જે ઉત્તમ પ્રેરણા આપી છે. તે બદલ તેઓનો પણ આભાર માનું છું.
મારું આ પ્રથમ પ્રકાશન છે. તેથી તેમાં ભુલો હોવાનો સંભવ છે. તથા મતિમત્ત્વતાથી પણ જે કંઈ ભુલો રહી ગઈ હોય તે કૃપા કરી અભ્યાસક વર્ગ મને અવશ્ય સૂચવશો એવી પ્રાર્થના કરું છું. તથા તે ભુલો બદલ ક્ષમાયાચના કરું છું.
આ ગ્રંથને આદિથી અંત સુધી પુનઃ પુનઃ વાંચવા અને પિરશીલન કરવા તમામ અભ્યાસક આત્માર્થી જીવોને હું વિનંતી કરું છું.
૧૧/૪૪૩ માતૃછાયા બિલ્ડિંગ રામજીની પોળ, નાણાવટ, સુરત, P. N. ૩૯૫૦૦૧
Jain Education International
૯
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
For Private & Personal Use Only
www.jainelibrary.org