________________
બહુમાન આપે નહિ, અને (૩) સર્વત્ર ઉચિત આચરણ આચરે, તે આત્મા અપુનર્બન્ધક જાણવો. ૧૩ .
ટીકાનુવાદ: (૧) આત્મા જે પાપ (એટલે અશુભાચરણ) કરે તે પણ તીવ્રભાવે ન કરે. નિકાચિત – ચીકણાં કર્મ બંધાય એવા તીવ્રભાવે પાપ ન કરે, કદાચ કોઈ વખત એવા પાપ કરવાનો પ્રસંગ આવે તોપણ તેવા પ્રકારના પૂર્વે બાંધેલા પોતાના કર્મોના ઉદયની પરવશતાના દોષને લીધે જ કરે પરંતુ પોતાની રસિકતાથી પાપ ન કરે.
(૨) આ સંસારમાં પ્રાપ્ત થયેલ (સ્ત્રી-પુત્ર-ધન-ગૃહાદિ) સર્વ વસ્તુઓને ચિત્તની પ્રીતિથી બહુમાન આપે નહિ – એટલે કે મનની પ્રીતિથી કોઈ પણ વસ્તુને ઇચ્છે નહિ અને આ ભવને (સંસારને) ઘોર (ભયંકર) માને. કર્મને પરવશ થયેલા જીવો જેમાં ઉત્પન્ન થાય જન્મ-મરણ પામે તે ભવ કહેવાય છે. તે સંસાર રૌદ્ર છે. ભયંકર છે અનંત દુઃખોની ખાણ છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગોથી ભરેલો છે. અનંત છે. હેય છે. એમ સમજી હૃદયથી તે સંસારને (સાંસારિક ભાવોને) બહુમાન આપે નહિ.
(૩) તથા સર્વસ્થાનોમાં ઉચિત આચરણ કરે એટલે કે ધાર્મિક કાર્યોમાં પોતાની શક્તિને ન છુપાવે, તથા શક્તિનું ઉલ્લંઘન ન કરે, વ્યવહારિક કાર્યોમાં પણ ધર્મ અને ધર્મીની નિન્દા થાય તેવું આચરણ ન કરે પરંતુ નિન્દા ન થાય તેવું ઉચિત જ આચરણ કરે.
આવા પ્રકારનાં ત્રણ લક્ષણોવાળો જીવ માર્ગનુસારિપણાને અભિમુખ થયો છતો મયૂરશિશુની જેમ અપુનર્બન્ધક કહેવાય છે. મયૂરનું નાનું બચ્ચું એટલે ઢેલનું નાનું બચ્ચું બરાબર માતાની પાછળ પાછળ જ ચાલે તેને નોકવું પડે કે ન શીખવાડવું પડે, તેવી રીતે આ આત્મા પણ સરળ પરિણામી બનવાથી બરાબર માર્ગને અભિમુખ જ ચાલે. આ પ્રમાણે (૧) તીવ્રભાવે પાપનું અકરણ, (૨) સંસાર પ્રત્યે અબહુમાન (૩) સર્વત્ર ઉચિત આચરણ આ ત્રણ અપુનર્બન્ધકનાં લક્ષણો જાણવાં.
- પૂજ્ય પંન્યાસજી શ્રી ચંદ્રશેખરવિજયજી મ.ના લખાયેલા “શૂન્ય બનીને પૂર્ણ બનો'' આ પુસ્તકમાં સર્વત્ર ઉચિત આચરણની બાબતમાં આ પ્રમાણે વધુ સ્પષ્ટ નિર્દેશ પ્રસંગવશાત્ કરેલ છે.
| ગણાય છે કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org