________________
ટીકાનુવાદ - જે આત્માએ જે કાર્યમાં સિદ્ધિ મેળવવી હોય તે આત્મા તે કાર્ય કરવાને અધિકારી એટલે કે યોગ્ય હોવો જોઈએ. જેમ સોનાનો ઘાટ ઘડવો હોય તો સોની યોગ્ય કહેવાય, વસ્ત્રો સીવવાં હોય તો દરજી યોગ્ય કહેવાય, ઘટપટ બનાવવા હોય તો કુંભકાર અને વણકર યોગ્ય કહેવાય, તેની જેમ સમસ્ત કાર્યોમાં તે તે કાર્ય કરનાર યોગ્ય એટલે કે તે તે કાર્ય કરવાની કલાનો જાણકાર હોવો જોઈએ.
વળી જે કાર્ય કરવું હોય તેનાં કારણો શું? તેની જાણકારી હોવી જોઈએ અને તે કારણો પ્રાપ્ત કરીને કાર્યની સિદ્ધિ જેમ થાય તે રીતે તે તે કારણોનું ગુંજન કરનાર જોઈએ, તેને શાસ્ત્રમાં ઉપાયપૂર્વક = અર્થાત્ કાર્યકારણદાવ પૂર્વક પ્રવત્તિ કરનાર કહેલ છે. જેમ ઘટ બનાવવો હોય તો માટી-ચક્ર-દંડાદિ સામગ્રીનો જાણકારમેળવનાર અને ઘટોત્પત્તિમાં ગુંજન કરનાર જોઈએ તથા અંકુરો ઉત્પન્ન કરવો હોય તો બીજ-ઈલા-અનિલ-જલાદિ કારણોનો જાણકાર-પ્રાપ્ત કરનાર અને અંકુરાની ઉત્પત્તિને અનુરૂપ કારણોનું ગુંજન કરનાર જોઈએ.
જો ઉપર મુજબ તે તે કલાનો જાણકાર કર્તા, અને ઉપાયપૂર્વક પ્રવૃત્તિ હોય તો તે તે ઉપાયો દ્વારા દિન-પ્રતિદિન ફળનો પ્રકર્ષ વધતો જ જાય. અને તેમ થવાથી તે તે કાર્યની સિદ્ધિ થાય. આ ન્યાય સમસ્ત કાર્યોમાં છે. તેને અનુસારે યોગમાર્ગમાં પણ તે જ જાય છે. યોગની સિદ્ધિ મેળવવામાં યોગ કલાનો જાણકાર હોય, યોગ્ય જીવ હોય, અને યોગની સિદ્ધિના ઉપાયો પૂર્વક યોગમાર્ગમાં જો પ્રવૃત્તિ કરે તો ક્રમશઃ ફળપ્રાપ્તિનો પ્રકર્ષ વધતાં અવશ્ય યોગની વિશેષ સિદ્ધિ થાય છે.
અહીં અધિકારી શબ્દથી ઉપાદાનની યોગ્યતા જણાવી છે અને ઉપાય શબ્દથી યોગ્યનિમિત્તોનું ગુંજન જણાવ્યું છે. એ બન્નેનો યોગ થાય તો જ કાર્યસિદ્ધિ થાય છે. જેમ પાક થવાને યોગ્ય મગ હોવા જોઈએ. જો કોયડુમગ હોય તો સીઝે નહિ. તેમ યોગમાર્ગમાં આ જીવ સૌ પ્રથમ ચરમાવર્તમાં વર્તમાન, દેવ-ગુરુ આદિની સેવા-પૂજનમાં વર્તમાન, અને તેનાથી મિથ્યાત્વનો અહંકાર જેનો ઢીલો પડ્યો છે તેવો, અને તેના જ કારણે કદાગ્રહ વિનાનો, તેથી જ કંઈક સરળ પ્રકૃતિવાળો, અને પ્રજ્ઞાપનીય (ગુરુ આદિ સમજાવે તો સમજે-સાંભળે તેવો-અર્થાત સમજાવવા લાયક) આવો જીવ હોય તો જ તે યોગમાર્ગમાં સિદ્ધિ મેળવવાને યોગ્ય છે. મગ સીઝવાને યોગ્ય હોય, પરંતુ તેના ઉપાયભૂત અગ્નિ પણ તેને સીઝવે
. યોગથતા લોક [.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org