________________
કહ્યું છે કે :- “જો આ આત્મા પ્રથમ વસ્તુતત્ત્વને બરાબર જાણે-સમજે તો તેનાથી ઉત્પન્ન થઈ છે રુચિ જેને એવો તે મહાત્મા દોષોથી નિવૃત્તિ પામી શકે.” સારાંશ એ છે કે જેમ દૂર દૂર ખૂણામાં પડેલા સર્પને પ્રથમ આત્મા સર્પ તરીકે જાણે છે. પછી છંછેડવા દ્વારા હલન-ચલનાદિ પ્રક્રિયા વડે જાણેલા સર્પના જ્ઞાનની શ્રદ્ધા કરે છે. ત્યારબાદ સર્પ સમજીને દૂર ભાગે છે. તેવી રીતે નિશ્ચયનયની દૃષ્ટિથી આ આત્મા પ્રથમ વસ્તુતત્ત્વને જાણે છે. જેમ જેમ જ્ઞાનીનાં વચનો સમજાતાં જાય તેમ તેમ તે વચનો ઉપર અનુપમ અને અડગ શ્રદ્ધા વધતી જાય અને તે બન્ને (જ્ઞાન અને શ્રદ્ધા) થવાથી આ જીવ યથાયોગ્ય દોષોથી નિવૃત્તિ પામે છે. માટે નિશ્ચયનયથી રત્નત્રયીનો આ જ ઉત્પત્તિક્રમ છે.
પરંતુ અન્યત્ર = તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૧ - ૧ માં, તથા નવપદજીના યંત્રમાં, ઇત્યાદિ સ્થાનોમાં સમ્યગ્દર્શનનો જે પ્રથમ ઉપન્યાસ કરવામાં આવ્યો છે તે વ્યવહારનયના મતે સમજવો. કારણ કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી નવપૂર્વાદિનું જ્ઞાન ભલે પ્રાપ્ત થયું હોય તોપણ દર્શન મોહનીય કર્મનો જો ક્ષયોપશમ થયો ન હોય અને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું ન હોય તો આટલું બધું મેળવેલું જ્ઞાન પણ અજ્ઞાન જ છે. જ્ઞાનને સમ્યજ્ઞાન ત્યારે જ કહેવાય કે જો સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તો જ, આ પ્રમાણે મોહનીયકર્મના ક્ષયોપશમ વિના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ પણ નિરર્થક હોવાથી કર્મોની આવા પ્રકારની વિચિત્રતાને લીધે વ્યવહારનયના મતે તથા માવત: = તેમ થતું હોવાથી = પહેલું સમ્યગ્દર્શન અને પછી સમ્યજ્ઞાન થતું હોવાથી આ દૃષ્ટિ પણ અવિરુધ્ધ જ છે. ઉચિત જ છે. || ૩ |
અવતરણ:- નિશ્ચય સારવાયો નથાલો તમે તેને નક્ષામમિધાયાના વ્યવહાર મથાસુમદિ = આ પ્રમાણે નિશ્ચયનય પ્રધાન હોવાથી પ્રારંભમાં તે નિશ્ચયનયના મતે યોગનું લક્ષણ કહીને હવે વ્યવહારનયના મતે યોગનું લક્ષણ કહે છે :
'ववहारओ उ "एसो, "विनेओ 'एयकारणाणं 'पि । जो संबंधो "सो 'विय, कारण- कज्जोवयाराओ ॥४॥
Wયોગશતા કે ૧૯t
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org