________________
ગયા પછી પણ અસુરોનું દમન કરવા માટે અને ધર્મી જીવોનું રક્ષણ કરવા માટે અથવા આવા પ્રકારના કોઈ પણ પ્રયોજનથી પુનઃ સંસારમાં આવે છે. જન્મ ધારણ કરે છે. આવા પ્રકારના આજીવિક મતને માન્ય એવા મુકત્વના વ્યવચ્છેદ માટે આચાર્યશ્રીએ આ અન્તિમ વિશેષણ લખ્યું છે કે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ-મુક્તિ અવિરહ સ્વભાવવાળી છે. તેનો ફરી કદાપિ વિરહ થતો જ નથી. કારણ કે મુક્ત થયેલા પરમાત્મા કૃતકૃત્ય હોવાથી સર્વ પ્રયોજનો સિધ્ધ થઈ ચૂક્યાં હોવાથી અહીં આ સંસારમાં આવવાનો અયોગ હોવાથી પુનઃજન્મ ધારણ કરતા નથી, માટે મુક્તિનો અવિરહ જ છે.
અત્તે આ આજ્ઞાયોગ ઉપર સવિશેષ પ્રયત્ન કરવો એ જ સંસારતરણનો પરમ ઉપાય છે
"कृतिधर्मतो याकिनीमहत्तरांसूनोराचार्यहरिभद्रस्य । ग्रन्थाग्रमनुष्टप्छन्दसोद्देशतः श्लोकशतानि सप्त सार्धानि ।। ७५० ॥ योगशतकस्य टीकां कृत्वा, यदवाप्तमिह मया कुशलम् ।
तेनानपायमुच्चैर्योगरतो, भवतु भव्यजनः ॥१॥ संवत ११६५, फाल्गुन सुदि ८ लिखितेति
योगशतकटीका
समाप्ता ટીકાનુવાદ - “યાકિની” નામનાં મહત્તરા (સાધ્વીજી) ના ધર્મથી પુત્ર સદશ એવા શ્રી આચાર્ય હરિભદ્રસૂરિજીની આ કૃતિ (રચના) છે. આ ટીકાગ્રંથમાં અનુષ્ટ્રપછંદની દૃષ્ટિએ ૭૫૦ શ્લોક પ્રમાણ આ ટીકા છે.
યોગશતકની આ ટીકા બનાવીને મારા વડે જે કુશલ (પુણ્ય) ઉપાર્જન કરાયું છે તેના વડે ભવ્યજનો અપાય વિના ઉચ્ચતમ પ્રકારે યોગદશામાં (વધુ ને વધુ) રત થજો – યોગની પ્રાપ્તિમાં લયલીન બનજો. વિક્રમ સંવત ૧૧૬૫ ના ફાગણ સુદ ૮ ના આ ટીકા લહીઆએ લખી.
યોગશતકની ટીકા સમાપ્ત થઈ શ્રી યોગશતક નામના આ શાસ્ત્રની મૂળગાથાઓના, ગાથાર્થો સાથે સ્વોપા સંસ્કૃત ટીકાનો ગુજરાતી ભાષામાં અનુવાદ
સમાપ્ત થયો.
I યોગાતક ન ૩૦૦ IT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org