SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 'परिशुद्धचित्तरयणो, “चएज देहं तहंतकाले 'वि । आसण्णमिणं णाउं, 'अणसणविहिणा "विसुद्धेणं ॥ ९६ ॥ परिशुद्धचित्तरत्नः स सर्वत्रानाशंसया, किम् ? इत्याह - त्यजेद् देहं"जह्यात् कायम् । तथाऽऽज्ञामृतसंयुक्तशुभलेश्या प्रकारेण,"अन्तकालेऽपि"क्रमागतमरणकालेऽपि आसन्नम्, "एनं"- मरणकालं ज्ञात्वा, कथं त्यजेत् ? રૂદ- “અનશનવિધિના''- અનશનyવારે, “વિશુદ્ધ''- વેજ્ઞાતિ: સામપરિપૂન ા રૂતિ થાર્થ: ૨૬ ગાથાર્થ – અત્યન્ત શુધ્ધ ચિત્તરત્નવાળા મહાત્માએ મરણકાલ નજીક આવે તોપણ મરણને નજીક આવેલું જાણીને વિશુધ્ધ એવી અનશનવિધિપૂર્વક તથા આજ્ઞાયુક્તલેશ્યાપૂર્વક દેહનો ત્યાગ કરવો, / ૯૬ | ટીકાનુવાદ-અતિશય શુધ્ધ છે ચિત્તરત્ન (સામાયિકરત્ન) જેનું એવા મહાયોગી પુરુષે સંસારિક સર્વભાવો ઉપર (ઈહલોક-પરલોક-જીવન-મરણ ઉપર પણ) આશંસા ત્યજીને તથા સંયમમાં સહાયક એવા વસ્ત્ર-પાત્ર-પુસ્તક-શિષ્ય પ્રશિષ્યાદિ ઉપર પણ આશંસાભાવ ત્યજીને અંતકાલે દેહનો ત્યાગ કરવો જોઈએ. - ઉદયમાં આવેલું આ મનુષ્યભવનું આયુષ્ય ભોગવતાં ભોગવતાં ક્રમસર આવી પહોંચેલા મરણકાલે પણ હવે ૯૭મી ગાથામાં જણાવાતાં ચિહ્નોથી મરણને નજીક આવેલું જાણીને તીર્થંકર ભગવન્તોની આજ્ઞાપાલન અને આજ્ઞા પ્રત્યેના અતિશય બહુમાનરૂપી અમૃતથી ભરપૂર ભરેલી શુભલેશ્યા દ્વારા, તથાવિશુધ્ધ એવી અનશનવિધિ આદરવાપૂર્વક દેહનો ત્યાગ કરવો. અહીં વિશુધ્ધ એવી અનશનવિધિપૂર્વક એમ જે કહ્યું. ત્યાં વિશુધ્ધ એટલે કેવી ? તો આચાર્યશ્રી જણાવે છે કે “બખ્તરના દૃષ્ટાન્તથી આગમ વડે પવિત્ર બનેલી તે વિશુધ્ધવિધિ જાણવી” યુધ્ધના સમરાંગણમાં જેમ બખ્તરથી શરીરની રક્ષા થાય છે. પ્રાણત્યાગ થતો નથી તેની જેમ મરણ સમયે અનશન કરતી વખતે નિન્જામણા કરાવનારા મહાગીતાર્થની ઉપસ્થિતિ આદિ આગમપાઠોમાં કહેલી મર્યાદાથી પવિત્ર બનેલી આ અનશનવિધિ જો આચરવામાં આવે તો મોહરાજાની સામેની લડાઈમાં સુધાદિ વેદના અને શારીરિક રોગોની વેદનાથી આ મહાયોગીનું “સામાયિક રત્ન” લુંટાઈ જતું નથી. ભાવપ્રાણો હણાઈ જતા નથી. // ૯૬ છે. ચાલી રહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy