________________
अहवा' ओहेणं' चिय, भणियविहाणाओ' चेव भावेज्जा । सत्ताइएसु' मेत्ताइए', गुणे परमसंविग्गो ॥ ७८ ॥
અથવા'' રૂતિ પ્રવરત પ્રાર્થ:“મોપેર્ગવ''= સામાન્ચનૈવ भणितविधानेनैव स्थानादिना "भावयेत्"- प्रणिधानसारमभ्यसेत् । क्व कान्? इत्याह “सत्त्वादिषु''= सत्त्व-गुणाधिक-क्लिश्यमानाऽविनेयेषु “मैत्र्यादीन् ગુન''= મૈત્રી - પ્રમોટું -રુપયે-
માધ્યક્ષાનપરમવિનઃ"= लब्धिपूजाख्यात्याद्याशयरहितः । इति गाथार्थः । ॥ ७८ ॥
ગાથાર્થ :- અથવા સામાન્યથી ઉપર કહેલ પદ્માસનાદિ વિધિ સાચવવા પૂર્વક જ પરમસંવેગી બનેલા આ આત્માએ સત્ત્વાદિમાં મૈત્રી આદિ ગુણોની ભાવનાઓને ભાવવી. + ૭૮ છે.
ટીકાનુવાદ - “અથવા” એવો ગાથામાં કહેલો શબ્દ બીજા પ્રકારને સૂચવે છે. રાગાદિ દોષોને જીતવા માટે ગાથા ૬૭ થી ૭૭ માં એક પ્રકાર બતાવ્યો, તે એ કે રાગાદિ ત્રણે દોષોનાં સ્વરૂપ-પરિણામ અને વિપાકોને વિચારવા ભાવનાશ્રુતપાઠ તત્ત્વશ્રવણ અને આત્મસંપ્રેષણ કરવું. હવે આચાર્યશ્રી આ જ રાગાદિ દોષોને જીતવા માટે બીજો રસ્તો મૈત્રી આદિચાર ભાવનાઓ ભાવવાનો બતાવે છે. એટલે “અથવા” કહીને પૂર્વે ચાલી આવતી ચર્ચા સમાપ્ત કરી હવે બીજા પ્રકારરૂપે આ ભાવનાનો વિષય સમજાવે છે
ઓઘથી એટલે સામાન્યથી, અર્થાત્ પૂર્વે કહેલ પદ્માસનાદિ સ્થાન સાચવવાં વિગેરે વિધિ પૂર્વક જ એકાગ્રતા છે સાર જેમાં એવી રીતે આ ભાવનાઓ ભાવવી.
તીર્થકર ભગવાનની આજ્ઞાયુક્ત, એકાન્તાવસ્થા, સમ્યગૂ ઉપયોગ, ગુરુ અને દેવને પ્રણામ, પદ્માસનાદિ આસનવિશેષ, ડેખાદિની અવગણના, તન્મયચિત્ત, ઈત્યાદિ ૬૦/૬૧ ગાથામાં જે વિધિપૂર્વે જણાવી છે, તે જ વિધિ અહીં પણ સાચવવાની છે. એટલે સામાન્યથી પૂર્વોક્ત વિધિપૂર્વક એકાગ્ર બનીને આ ભાવનાઓ ભાવવી.
તથા પૂર્વે રાગ - ૮ષ અને મોહ એમ એક એક દોષ આશ્રયી પ્રતિપક્ષી ભાવનાઓ જણાવી છે. અને હવે જણાવાતી મૈત્રી આદિ ભાવનાઓ ત્રણે દોષોના સમુચ્ચયની સામે પ્રતિપક્ષરૂપે છે. માટે પણ સામાન્યથી ત્રણે દોષોના પ્રતિપક્ષરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org