________________
ભગવાને સ્વયં આચરણ કરવા વડે અને ઉપદેશ આપવા વડે બીજાને બતાવ્યો તેથી આવા સુયોગના ઉપદેશક પ્રભુ મહાવીર સ્વામીને પ્રણામ કરીને આ ગ્રંથ હું શરૂ કરું છું.
આવા યોગિનાથ અને ઉત્તમ યોગમાર્ગના ઉપદેશક પ્રભુ કોણ હતા ? કે જેને તમે નમસ્કાર કર્યો. તેના ઉત્તરમાં વિશેષ્યને હવે જણાવે છે :
-
‘‘મઠ્ઠાવીŕ’' = સૂર – ટ્વીર- વિત્તૌ કૃતિ હ્રષાયાધિશત્રુનયાત્ મહાविक्रान्तो महावीरः । 'ईर् गतिप्रेरणयोः " इत्यस्य वा विपूर्वस्य विशेषेणेरयति कर्म याति वेह शिवमिति वीरः । महांश्चासौ वीरश्च महावीरः = वर्तमानतीर्थेश्वरस्तम्। હવે નત્વા વિમ્ ? અત આહ્ન = વક્ષ્ય-અભિધાસ્ય ।વિમ્ ? કૃત્યાહ્ન = યો તેનું योगैकदेशम् तत्त्वतो व्यापकत्वेऽपि अस्य ग्रन्थाल्पतया एवं व्यपदेशः પૂરાવિજ્ઞેશવવિરુદ્ધ વાતો વચ્ચે ? િસ્વમનીષિવયા ? 1, કૃત્યા૪‘‘યોગાધ્યનાનુસારેળ’'યોગધ્યયનં''પ્રવ=નપ્રસિદ્ધમ, તદ્દનુસારેળ = તન્નીત્યા
–
ઉપરોક્ત બન્ને વિશેષણોવાળા એવા મહાવીર પ્રભુને નમસ્કાર કરીને આ ગ્રંથને હું કહીશ. હવે મહાવીર શબ્દમાં વીર શબ્દનો અર્થ જણાવે છે શૂ અને વીર્ આ બે ધાતુઓ ધાતુપાઠમાં વિક્રાન્તિ અર્થમાં (પરાક્રમ-બહાદુરી અર્થમાં) વર્તે છે. પ્રભુ મહાવીરસ્વામી કષાયાદિ (રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન-કષાય વિગેરે ભાવશત્રુઓ)નો વિજય કરનાર હોવાથી મહાન્ પરાક્રમ વાળા એવા પ્રભુ શ્રી મહાવીરસ્વામી. આ વ્યુત્પત્તિમાં વીર્ ધાતુ જાણવો.
અથવા રૂર્ ધાતુ ગમન કરવું અને પ્રેરણા કરવી એવા બે અર્થમાં વર્તે છે. અને વિ ઉપસર્ગ છે. વિશેષે કરીને કર્મોને જે દૂર કરે તે વીર. અથવા વિશેષે કરીને (એટલે ફરીથી પાછા સંસારમાં ન આવવું પડે તે રીતે) શિવગતિ અર્થાત્ મોક્ષગતિને જે પામે છે તે વીર કહેવાય છે. મહાન્ એવા જે વીર તે મહાવીર પ્રભુ. અહીં વિશેષણપૂર્વપદ કર્મધારય સમાસ જાણવો. વર્તમાન તીર્થના અધિપતિ એવા જે પ્રભુ મહાવીરસ્વામી તેમને.
આવા પ્રભુને પ્રણામ કરીને શું કરવાનું છે ? આવો પ્રશ્ન થવો સંભવિત છે. આ કારણથી જણાવે છે કે હું કહીશ, હું અભિધાન કરીશ. શું કહેશો ? યોગના લેશભાગને એટલે કે યોગના એકદેશ માત્રને કહીશ. આવા પ્રભુને પ્રણામ કરીને
ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org