________________
કરનાર બીજું પુદ્ગલ દ્રવ્ય દ્વેષના સંબંધવાળું બને છે. જેમ કે આ દેહ પુદ્ગલ છે પરંતુ મોહથી અનુરાગનો વિષય બનાવ્યું છે. એટલે તે દેહને ઉપરોધ કરનાર = દેહને દુઃખ આપનાર પત્થર - કાંટા - કાંકરા શસ્ત્ર આદિ ઉપર પણ દ્વેષ થવાનો જ છે. ગજસુકુમાલ મુનિ, અંધકમુનિ, ઈત્યાદિ મહાત્માઓએ દેહને અનુરાગનો વિષય ન બનાવ્યો, એટલે તે દેહનો ઉપઘાત કરનારા સસરા ઉપર, રાજપુરુષો ઉપર, રાજા ઉપર કે આગ આદિ સાધનો ઉપર ક્યાંય ષ થયો જ નહીં. ષને રોકવા હે આત્મન્ ! આ અન્યત્વભાવના જ ઉપકારી છે. તે તું વિચાર, જેમ ઔષધથી દર્દ જાય તેમ અન્યત્વભાવનાથી રાગ અને દ્વેષ બને જાય જ છે. આ દ્વેષના સ્વરૂપનું ચિંતવન સમજાવ્યું. હવે દ્વેષનો પરિણામ સમજાવે છે. દ્વેષનો પરિણામ -
દ્વેષનો (ક્રોધનો) પરિણામ “અનવસ્થિત સ્થિતિ” વિચારવી. જે જીવ - પુગલો ઉપર આ આત્માને દ્વેષ થાય છે, તે ચલિત છે. કાયમી નથી. જ્યારે તે જીવ પુદ્ગલ અનિષ્ટભાવે વર્તે છે ત્યારે તેના ઉપર દ્વેષ થાય છે તે જ જીવ પુદ્ગલ ઈષ્ટભાવે વર્તે છે ત્યારે અનુરાગનો વિષય બને છે. ઈષ્ટ – અનિષ્ટ ભાવ બદલાતાં રાગ અને દ્વેષ બદલાઈ જાય છે. જેમ કે જે સ્ત્રી સાથે ઘણો જ અનુરાગ હોય છે. તે જ સ્ત્રી સાથે અણબનાવ થતાં છુટા છેડા લેતાં આત્મા વિલંબ કરતો નથી. જેની સાથે અણબનાવ છે તેની જ સાથે સમાધાન થતાં અને તેનાથી પોતાનો કોઈ સ્વાર્થ સધાતાં અનુરાગ પણ થઈ જાય છે. આ રીતે દ્વેષ પણ રાગની જેમ ચંચળ પરિસ્થિતિવાળો છે. તેનો ભરોસો કેમ કરાય ? ચંચળને આદરમાન કેમ અપાય?
વળી કામરાગ જેમ વીર્યનો નાશ કરે છે. તેમ વૈષ શરીરના રક્તનો નાશ કરે છે. ક્રોધી માણસ કાયમ તપેલો જ હોય છે. તેનું લોહી ઊકળતું જ હોય છે. તેથી શરીર વળતું જ નથી. આવો ક્રોધ શા માટે કરવો ? આ ક્રોધનો પરિણામ એવો છે કે આ આત્મા ક્રોધને લીધે સ્નેહી – મિત્ર મંડળીથી જુદો પડે છે. ધન પ્રતિષ્ઠા આદિ ગુમાવે છે. પરસ્પર ઘણો જ ઝઘડો વધતાં મારામારી થતાં અંતે મરણ પણ પામે છે. આ ક્રોધ ઉપર ચંડ કૌશિક આદિનાં દષ્ટાન્તો જાણીતાં છે. હવે દ્વેષનો વિપાક સમજાવે છે.
જોગકાત દરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org