________________
છે એમ વિચારવું. ધન મેળવવામાં (૧) સતત પરિશ્રમ, (૨) પરવશતા (૩) ભૂખતરસને સહન કરવાપણું (૪) ઠંડી-ગરમીને વેઠવી, (૫) દેશ-પરદેશનું પરિભ્રમણ (૬) દંભ-સેવન, (૭) અસત્યભાષણ, (૮) લેવડ-દેવડમાં પ્રતિકુળતા થયે છતે કલેશ (૯) પરસ્પર ઝઘડા, (૧૦) મારામારીના પ્રસંગો ઇત્યાદિ અનેક દુઃખોથી ભરેલું એવું ધનનું અર્જન છે.
મેળવેલા ધનનું સંરક્ષણ એથી વધુ દુઃખદાયી છે. ચોરોનો ભંય, રાજપુરુષોનો ભય, ધાડપાડુઓનો ભય, સગાંવહાલાંઓ માગે તેનો ભય, જેમાં રોકાણ કર્યું હોય ત્યાં જ દબાઈ જાય તેનો ભય, જેને આપ્યું હોય ત્યાંથી પાછું સમયસર મળે નહીં તેનો ભય અને તેના કારણે અનેક કલેશો, ઝઘડાઓ, કષાયો, કોટૅનો આશ્રય તથા મારામારી ઈત્યાદિ વિવિધ દુઃખોથી ભરેલું ધનનું સંરક્ષણ છે. માટે તે પણ દુઃખદાયી છે.
તથા વળી ક્ષય = વિયોગ તો તેથી પણ વધુ દુઃખદાયી છે. મહાપ્રયત્નો અને મહાસાહસોથી પ્રાપ્ત કરેલું ધન જ્યારે કોઈ પાર્ટીમાં ઘલાઈ જાય, સટ્ટા-જાગારના રસ્તે ચાલ્યું જાય, ધીરેલા ગરાગમાં જ સલવાઈ જાય, એમ જ્યારે ધનનો વિયોગ થાય ત્યારે રૂદન, શોક, આઘાત, પ્રત્યાઘાત, હાર્ટફેલ, મૃત્યુ, પરસ્પર કલેશ, ઝઘડા, મારામારી, આપઘાત, લોકમાં પ્રતિષ્ઠાહાનિ, ઇત્યાદિ અનેક દુઃખોથી ભરેલો ધનનો ક્ષય (વિયોગ) છે. માટે હે આત્મન્ ! ધનનો ક્ષય પણ અતિશય દુઃખદાયી છે.
તથા પ્રાપ્ત કરેલા ધનનો ભોગ પણ દુઃખદાયી છે. ધન દ્વારા ભોગો પ્રાપ્ત કરી તેના ભોગોથી શરીરહાનિ, ધનહાનિ, વિર્યહાનિ, બળહાનિ અને આત્મહિતની હાનિ ઇત્યાદિ રીતે કવિપાકવાળું છે. આ પ્રમાણે ધનનું અર્જન-રક્ષણ - ક્ષય અને ભોગો આ ચારે પ્રકારની પરિસ્થિતિ દુઃખદાયી છે. કલેશો અને કષાયોને જ કરાવનારી છે. તેથી આ ભવમાં ઉપર સમજાવ્યા મુજબ દુઃખ તથા પરભવમાં કષાયોના કારણે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થવા રૂપ દુઃખ. એમ ધનના અર્જનાદિ ચારે પર્યાયો આ લોક અને પરલોક એમ ઉભયલોકના વિરોધી છે. અને ભવોભવમાં દુઃખ માટે જ થાય છે. ધનનું સ્વરૂપ આ પ્રમાણે વિચારવું તે પ્રથમ ધનના સ્વરૂપવિષયકતત્ત્વચિંતન સમજાવ્યું. હવે ધનનાં પરિણામો અને વિપાકો વિષેનું ચિંતન સમજાવે છે –
ઘણા પરિશ્રમથી મેળવેલું ધન પણ “ચલ” પરિણામવાળું છે. જોતજોતામાં ચાલ્યું જાય છે. એક દશકો સુખનો હોય તો બીજો દશકો દુઃખનો આવે છે. પાપોદય
II સેગવતક જ છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org