________________
જણાવ્યા છે. હવે ભોગ્યની અપેક્ષાએ પરિણામો અને વિપાક આચાર્યશ્રી જણાવે છે
અથવા ભોગે એવી સ્ત્રીના મનમાં રહેલો રાગ ચંચળ છે. સ્વાર્થ પૂરતો છે. આજે જે સ્ત્રી રાગ-સ્નેહ બતાવે છે. તે જ સ્ત્રી તેની અનુકૂળતાઓ ન પોષાતાં દ્રષવાળી બને છે. મીઠાશથી વર્તનારી સ્ત્રી કડવાશ વેરે છે. ગુપ્ત રીતે અન્યની સાથે પણ પ્રીતિ કરે છે. ભર્તુહરિ-પિંગલા આદિના દૃષ્ટાન્તો મોજૂદ છે. માટે સ્ત્રીનો રાગ ચંચળ પરિણામવાળો છે.
તથા સ્ત્રીનો રાગ જીવનના નાશનું કારણ છે. આ આત્માને સ્ત્રીનો રાગ ધનથી, યૌવનથી, શરીરથી અને પ્રતિષ્ઠાથી નાશ પમાડે છે. (૧) રાગમાં અંજાયેલો પુરુષ ધંધાવિહીન થતાં તથા તેની ઇચ્છાઓને જ પૂરી કરવામાં ધનથી વિનાશ પામે છે. (૨) સતત ભોગોથી અને ભોગચિન્તાઓથી ક્ષીણધાતુ થવાથી યૌવનથી નાશ પામે છે. (૩) અતિશય ભોગાસક્તિથી શરીર જીર્ણ થઈ નાશ પામે છે. તથા (૪) ગમે તે અન્ય સ્ત્રીઓ ઉપર રાગાસક્તિ થતાં લોકમાં પ્રતિષ્ઠાથી પણ વિનાશ પામે છે. આ સર્વનો નાશ એ જ રાગનો વિપાક છે. તથા સ્ત્રીઓનો સ્વાર્થ ન પોષાતાં ઝેર આપીને, ગળુ દાબીને કે અન્ય શસ્ત્રોથી તે સ્ત્રીઓ જ પુરુષોના જીવનનો નાશ કરે છે. અથવા અતિ રાગાધ પુરુષ રાગ ન પોષાતાં આપઘાતાદિથી જીવનનો નાશ કરે છે. ગાડીના પાટા નીચે, અગ્નિસ્નાનથી, જળસ્નાનથી, આપઘાત કરતા કિસ્સાઓ આજે પણ જોવાય છે. શાસ્ત્રોમાં આ વિષય ઉપર અનેક દૃષ્ટાન્તો પણ છે.
શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે રાગ હોય ત્યાં સુધી તો તે અમૃતતુલ્ય લાગે છે. પરંતુ કોઇ પણ કારણસર જ્યારે રાગ ઊડી જાય અને તે પાત્ર જ્યારે વિફરે ત્યારે તે ભયંકર તાલપુટ વિષ સમાન છે. “વિષે વિરøl સ્ત્રી” વિફરેલી સ્ત્રી (અથવા પુરુષ) વિષતુલ્ય છે.
નારીનો (અથવા નરનો) જે દેહ અશુચિઓમાંથી જ બનેલો છે. અશુચિઓથી જ ભરેલો છે. ભોગો દ્વારા રોગોને જ વધારનારો છે. શરીર ક્ષીણધાતુ થવાથી વેલાસર ઘડપણ લાવનાર છે. પરભવમાં પણ રાગાસક્તિના કારણે નરક-નિગોદોના ભવો આપનાર છે. રાગ પણ સ્વાર્થ પૂરતો જ હોવાથી ચંચળ છે. સ્વાર્થના પોષાતાં એકબીજાના જીવનના નાશનું ફળ આપનાર બને છે આવું રાગનું સ્વરૂપ-પરિણામ-અને વિપાક
I યોગદાટકે છે. ર૪૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org