SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ આવો પ્રશ્ન થાય જ. તેથી તે ૬૦મી ગાથાના સૂત્રમાં બતાવેલા તત્ત્વચિંતન પછી ૬૧મી ગાથાના સૂત્રમાં વિધિનું કથન કર્યું છે. કા૨ણ કે તત્ત્વચિંતન વિધિની સાથે નાન્તરીયક (અવિનાભાવિ) છે. તત્ત્વચિંતન શરૂ કરતાં પહેલાં વિધિ સાચવવાની હોય છે. કારણ કે વિધિ પૂર્વક જ તત્ત્વચિંતન કરાય માટે વ્યાખ્યાન સમયે = અર્થ સમજાવવાના અવસરે પ્રથમ વિધિ સમજાવી પછી હવે તત્ત્વચિંતન સમજાવાશે. સારાંશ કે સૂત્રક્રમમાં સાધ્ય પ્રથમ અને સાધન પછી કહ્યું છે. જે નિશ્ચયદૃષ્ટિ છે. અને વ્યાખ્યા-ક્રમમાં પ્રથમ સાધન અને પછી સાધ્ય કહ્યું છે. જે વ્યવહારદૃષ્ટિ છે તે બન્ને યથાર્થ છે. તેથી ઉત્ક્રમદોષ આવતો નથી. ॥ ૬૬ ॥ અવતરણ :- તહેવાપ્રવ્રુથિાવયવવ્યાધિ વ્યાયાઽ7 ૫૯/૬૦ મી ગાથામાં રાગ – દ્વેષ અને મોહ એ દોષો જણાવીને તેના ઉપર (૧) સ્વરૂપનું ચિંતન, (૨) પરિણામનું ચિંતન અને (૩) વિપાકનું ચિંતન એમ ત્રણ ત્રણ દ્વાર વિચારવાનાં કહ્યાં છે. તેમાં સૌ પ્રથમ રાગના સ્વરૂપનું ચિંતન એ દ્વાર આવે છે. તે પણ બે પ્રકારનું છે. જીવવિષયક અને અજીવવિષયક, ત્યાં પ્રથમ જીવવિષયક રાગાદિના સ્વરૂપનું ચિંતન કરવારૂપ પ્રથમ ભાગ સમજાવતાં કહે છે થીમિ' તત્ત,” તાસ ચિંતેન્દ્ર સમ્મયુદ્ધીષ્ણુ । જનમત મંસ-સોળિય-પુસિ-વાતપાપં તિ ॥ ૬૭ ॥ स्त्रीरागे सति तत्त्वं 'तासां' स्त्रीणां चिन्तयेत् सम्यग्बुद्धया परमगुरुवचनगर्भया, अन्यथा तत्त्वचिंतनायोगात् । किंविशिष्टं तत्त्वम् ? इत्याह मांस - शोणित- पुरीष कङ्कालप्रायमिति । कलमलं धात्वन्तरे जम्बालम्, मांस - शोणितादयस्तु प्रसिद्धाः । एतद्रुपमेव तत्त्वम् । કૃતિ થાર્થઃ । । ૬૭ ॥ कलमल ગાથાર્થ :- જીવનમાં સ્ત્રી સંબંધી રાગ હોતે છતે સમ્યગ્ બુદ્ધિપૂર્વક તે સ્ત્રીઓના શરીરનું સ્વરૂપ વિચારવું કે આ શરીર કાદવરૂપ - માંસ - રૂધિર - વિષ્ટા અને હાડકાંમય જ માત્ર છે. II ૬૭ || ટીકાનુવાદ :- આ સંસારમાં રાગનાં સાધનો ઘણાં છે. તેમાં સ્ત્રી (સ્ત્રીને દબંગ ૨૧૨ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy