________________
વચનોના આધારે લખાયો છે ? તે જાણ્યા વિના ગ્રંથની પ્રમાણિકતા સિદ્ધ થતી નથી. અને ગ્રંથની પ્રમાણિકતા-ઉપાદેયતા જાણ્યા વિના બુદ્ધિશાળી પુરુષો ગ્રંથોમાં પ્રવૃત્તિ કેવી રીતે કરે? જો પ્રમાણિકતા જાણ્યા વિના પણ બુદ્ધિશાળી જીવો તેવા ગ્રંથોમાં પ્રવૃત્તિ કરે તો તેઓની “પ્રેક્ષાવત્તાને ક્ષતિ આવે, અર્થાત્ પ્રેક્ષાવાનું અને અપેક્ષાવામાં તફાવત શું? એટલા માટે પ્રયોજનાદિ શેષ ત્રણનું પ્રતિપાદન કરવા માટે “વોચ્છામિ ગોપાત્તેસં ગોયાનુસારે આ મૂળ પ્રથમ ગાથાના ઉત્તરાર્ધ વડે પ્રયોજનાદિ જણાવે છે. યોગગ્રંથોના આધારે યોગનું લેશમાત્ર સ્વરૂપ હું કહીશ.
વિષય = નોરાને = “યોગનું લેશમાત્ર સ્વરૂપ” એ આ ગ્રંથનો વિષય છે. પૂર્વના આચાર્યોએ દ્વાદશાંગી આદિ મહાગ્રંથોમાં જે યોગનું સ્વરૂ૫ વર્ણવેલું છે. તેની અપેક્ષાએ હું મારો ગ્રંથ અને મારો ક્ષયોપશમ લઘુ હોવાથી યત્કિંચિત માત્ર યોગનું સ્વરૂપ કહીશ અથવા ગ્રંથકારશ્રીએ પોતાની લઘુતા બતાવવા નેસ શબ્દનો પ્રયોગ કર્યો છે એમ પણ જાણવું. વિષયને અભિધેય પણ કહેવાય છે.
સંબંધ :- ગોપાય | જુસાઈ = “યોગના ગ્રંથોને અનુસારે હું કહીશ” આ પૂર્વાચાર્યવિરચિત યોગસંબંધી મહાગ્રંથોની સાથે સંબંધ જણાવે છે. સંબંધ ચાર જાતનો હોય છે : (૧) વા-વાચકભાવ, (૨) સાધ્ય-સાધનભાવ, (૩) ઉપાદેયઉપાદાનભાવ, (૪) ગુરુપૂર્વક્રમ, આ ગ્રંથમાં લખાયેલા શ્લોકો-શબ્દો-ટીકાદિ વાચક છે. સાધન છે અને ઉપાદાન છે. અને તેનાથી જણાતો ભાવાર્થ તે વાચ્યું છે. સાધ્ય છે અને ઉપાદેય છે. આ પ્રમાણે પ્રથમના ત્રણ પ્રકારના સંબંધો આ ગ્રંથમાં છે જ, તે સ્વયં સમજી લેવા. તદુપરાંત પૂર્વાચાર્યવિરચિત યોગગ્રંથોના આધારે હું આ યોગનું સ્વરૂપ લખીશ. પણ મારી સ્વમતિકલ્પનાએ લખીશ નહિ એમ જે જણાવે છે તે ગુરુપૂર્વક્રમ નામનો ચોથો સંબંધ જાણવો.
આ જે અર્થ સમજાવવામાં આવ્યો તે તો ગાથાનો પ્રાસંગિક અર્થ અને આખી ગાથાનો સમુદિત અર્થ કહ્યો. પરંતુ ગાથાના એકેક પદનો અર્થ જાણવો હોય તો તે સમુદિત અર્થમાંથી શી રીતે જાણી શકાય? તે માટે હવે એકેક અવયવનો (એકેક પદનો) અર્થ કહેવાય છે –
ના = પ્રાણ + ? ફત્યાદિ - “જિનાથ'' = યોઃ = सज्ञानादिसम्बन्धरूपो वक्ष्यमाणलक्षणो निश्चयादिभेदभिन्नः, स विद्यते येषां
# યોગથઇ છે. પ . .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org