SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વેગવાન્ તેટલું જ તત્ત્વચિંતન પણ વેગવાન, વિના પરીક્ષાએ તો બધા જ પાસ થાય. પરંતુ પરીક્ષાના પ્રસંગો આવે અને તેમાં પણ વિશિષ્ટ નંબરે ઉત્તીર્ણ થાય તે જ સાચા પાસ થયા કહેવાય તેમ અહીં સ્વવીર્ય વડે ડંખોની ગણના ન કરતો આત્મા સાચો તત્ત્વચિંતક કહેવાય છે. (૭) તત્ત્વ જાણવા માટે તે જ ચિંતનમાં એકરસ બન્યો છે આત્મા જેનો એવો લયલીન થઈને તત્ત્વચિંતન કરે. એકાગ્રતા વિના વાસ્તવિક તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. ત્રીજી વિધિમાં સર્વસામગ્રી યુક્તતા સમજવી, અને સાતમી વિધિમાં એકાગ્રતા = સ્થિરતા સમજવી. આ પ્રમાણે સાતે પ્રકારની વિધિ યુક્ત થઈ તત્ત્વચિંતન કરવા બેસે. * પ્રશ્ન :- તત્ત્વચિંતનના કાર્યમાં વિધિની આવશ્યક્તા શું ? ઉત્તર ઃ- સર્વકાર્યોમાં વિધિની અપેક્ષા હોય જ છે. માટીનો એક ઘટ બનાવવો હોય તો તેનાં સાધનો ભેગાં કરવાં, યથાસ્થાને ગોઠવવાં, તેનો વ્યવસ્થિતપણે ઉપયોગ ક૨વો, ઘટ બનાવતાં મન તે ક્રિયામાં જ લીન કરવું. ઈત્યાદિ વિધિ જો ન સચવાય તો ઘટ તો બને નહીં પરંતુ ઊલટી મહેનત માથે પડે. તેમ આ મહાન કાર્યમાં ઉપરોક્ત વિધિ સાચવવી આવશ્યક છે. આ પ્રમાણે ૬૦ મી ગાથામાં તત્ત્વચિંતનનો વિષય બતાવ્યો અને ૬૧ મી ગાથામાં તેની વિધિ બતાવી. હવે ૬૨ થી ૬૬ આ પાંચ ગાથામાં ૬૧ મી ગાથામાં બતાવેલી વિધિની આવશ્યક્તા સમજાવે છે. અને ત્યાર બાદ ૬૦ મી ગાથામાં કહેલા તત્ત્વચિંતનના કાર્યની સમાલોચના ૬૭ થી ૭૭ માં સમજાવાશે. || ૬૧ || અવતરણ :- ષ તાવધિ તથાસ્ય સમુદ્રયાર્થ:, અવયવા તુ स्थुलोच्चयेन ग्रन्थकार एवाभिधातुमाह પ્રસ્તુત ૬૦/૬૧ આ બે ગાથાઓનો સમુદિત અર્થ સમજાવ્યો, પરંતુ તે બન્ને ગાથાઓમાં આવેલા એકેક વિષયનો અર્થ મુખ્ય-મુખ્ય પ્રયોજનો દ્વારા ગ્રન્થકારશ્રી પોતે જ જણાવતાં કહે છે - 'गुरुदेवयाहि 'जायड़ अणुग्गहो, "अहिगयस्स तो 'सिद्धी । છ્યો ય િિમત્તો, તાડયમાવાઓ વિઘ્નેએ ! ૬૨ ॥ ી યોગશતઃ ૨૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy