SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ અનુબંધ (તીવ્રબંધ) થયો હોય છે તેનો પણ વ્યવચ્છેદ થાય છે. બંધાતાં અને પૂર્વે બાંધેલાં કર્મોના અનુબંધનો જે વ્યવચ્છેદ થયો તે જ આ અતિ સુંદર કામ છે. કારણ કે જો ચીકણો - તીવ્ર અનુબંધ થયો હોત તો આ આત્મા તેનાથી અનંત સંસારમાં જન્મ-મ૨ણની પરંપરામાં રખડત, તે મોટો અનર્થ થાત, પરંતુ આ અનુબંધનો વ્યવચ્છેદ થવાથી આવા મહાન્ અનર્થની નિવૃત્તિ થઈ ગઈ, વધતો અનંત સંસાર અટકી ગયો, માટે આ દુષ્કૃતગર્હા પણ કર્મોના ઉપક્રમમાં પરમ સાધનભૂત છે. વારંવાર સેવવા જેવી છે. तथा " सुकृतानुमोदना चैव" सकलसत्त्वसङ्गतं मोक्षानुकुलं यदनुष्ठानं अनेकभेदभिन्नं तस्य महता पक्षपातेन स्वभावचिन्तासारा प्रशंसेति भावः । तदुपादेयतायां तद्बहुमानविशेषे नियोगत इयम्, नान्यथा । एवं च महदेतत् कल्याणाङ्गं वनच्छेत्तृ-बलदेव- मृगोदहरणेन सुप्रसिद्धमेवेति । પ્રાયઃ :: '‘ધ ગળ: ''= વતુ:શરળનમનાદિઃ સર્વ વ, ‘‘અનવરત’’सर्वकालमेव 'વર્તવ્ય:''-અનુઢેયઃ, ભાવનીય કૃતિ યાવત્ । ‘‘રાત હેતુઃ ' " अपायपरिहारेण कल्याणहेतुरिति कृत्वा । तथा च महती गम्भीरा चास्य कुशलहे तुता, भावसारतया तत्त्वमार्गप्रवेशात् । परिभावनीयमेतदचिन्त्यचिन्तामणिकल्पं, भावधर्मस्थानम् 1 募 કૃતિ ગાથાર્થઃ । ।। ૧૦ ॥ તથા “સુકૃતની અનુમોદના” એ કર્મોના ઉપક્રમનું ત્રીજું સાધન છે. આ આત્મા અનાદિકાલીન મોહનાં તોફાનોને લીધે દુષ્કૃત – કરવા – કરાવવામાં જ રચ્યો પચ્યો રહ્યો છે. તેથી પ્રથમ સુકૃતની ઈચ્છા થવી દુષ્કર છે. તેના કરતાં સુકૃતનું સેવન કરવું વધારે દુષ્કર છે. તેના કરતાં સુકૃત સેવનારાઓ પ્રત્યે બહુમાનનો ભાવ થવો વધારે દુષ્કર છે. અને તેના કરતાં પણ સુકૃતના અત્યન્ત પક્ષપાતપૂર્વક સુકૃત કરનારાઓનું અનુમોદન કરવું તો અતિશય દુષ્કર છે. દુષ્કૃતનો ત્યાગ હજુ સુકર છે. પરંતુ દુષ્કૃત પ્રત્યે તિરસ્કાર આવવો ઘણો દુષ્કર છે. તેથી જ સંસારનો ત્યાગ કરનારા આત્માઓમાં પણ ક્યારેક ક્યારેક સંસારની વાસનાઓનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. તેમ સુકૃતના સેવન કરતાં તેનો પક્ષપાત થવો અને સુકૃત આચરનારાઓ પ્રત્યે ભક્તિ – બહુમાન આવવું અતિશય કઠીન છે. આ સુકૃતની અનુમોદના પોતે મનમાં અવશ્ય આચરવી. બાહ્ય લોકસમક્ષ દ્રવ્ય-ક્ષેત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy