________________
બીચારા તે જીવો ઉપદેશની અયોગ્યતાને લીધે સાચા મોક્ષમાર્ગથી નષ્ટ થયેલા જ છે. સંસારમાં પડેલા જ છે. અને તેવાને ગુરુજી જો ધર્મોપદેશ આપે તો તે જીવોને વધારે ને વધારે અરૂચિ થાય, ધર્મ તરફ, ધર્મી તરફ, ધર્મના ઉપદેશ તરફ, ધર્મનાં સ્થાનો તરફ, ધર્મ કરનારા જીવો ઉપર અરૂચિ-દ્વેષ-અભાવ વધતો જાય, કોઈ બીજાં કારણોસર પણ ધર્મસ્થાનોમાં ક્વચિત્ પણ જે આવતા હતા તે પણ બંધ થઈ જાય અને ધર્મ તથા ધર્મી ઉપરના અતિદ્વેષને લીધે તીવ્ર મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે. તીવ્ર કષાયો વડે ચીકણાં કર્મો બાંધીને અનંત સંસારમાં રઝળે, એટલે આ જીવો ભવાભિનદિ હોવાથી મોક્ષમાર્ગથી તો પતિત = નષ્ટ હતા જ, પરંતુ તેવા અયોગ્યને ઉપદેશ આપવાથી અથવા જે આત્મા જે ઉપદેશને યોગ્ય નથી તેવા આત્માને તેવો વિપરીત ઉપદેશ આપવાથી અપ્રીતિ-દ્વેષ વધવાથી વધુ પતિત થાય છે. માટે અયોગ્યને અપાતો ઉપદેશ અને અનનુરૂપ (વિપરીત) અપાતો ઉપદેશ સંસારમાં પતિત એવા જીવોને દ્વેષ વધારવા દ્વારા વધારે પાડનાર બને છે.
(૩) થર્ભાધવાન્ –
ધર્મની લઘુતા થવાના કારણથી” અયોગ્યને ઉપદેશ આપવાથી તથા અનનુરૂપ ઉપદેશ આપવાથી તે તે જીવોની તેટલી પાત્રતા, ક્ષયોપશમ, અને જિજ્ઞાસા ન હોવાથી જોઈએ તેવી તત્ત્વની પ્રતિપત્તિ (શ્રદ્ધા=રૂચિ) થાય નહિ, મન ફાવે તેમ સૂત્રાર્થો ગોઠવે, પોતાના મનમાનિત અર્થમાં સૂત્રને ખેંચી જાય, વિપરીત અર્થો કરે, યોગ્યતા ન હોવાથી અને તાત્ત્વિકરૂચિ ન હોવાથી અવિધિએ ધર્માનુષ્ઠાનો આચરે, દેખાદેખીથી અથવા દબાણથી ધર્માનુષ્ઠાનો આચરે, તેવાં આચરાતાં ધર્માનુષ્ઠાનો ગમે તેમ અવ્યવસ્થિત કરવાથી વિતથaખોટી રીતે આસેવન કરવાથી જગતમાં ધર્મની અવહેલના થાય, તથા ધર્મની લઘુતા થાય. તે જીવો ગમે તેમ વિતથ આચરણા કરે તે જોઈને બીજા જીવો પણ “આ જ વિધિ હશે” એમ સમજીને એવા અવિધિના જ માર્ગે વળે, પરંપરાએ ધર્મને બદલે અધર્મની જ વૃદ્ધિ થાય અને ધર્મ તો તદ્દન લઘુતાને જ પામી જાય. આ પ્રમાણે અયોગ્યને અપાતો ઉપદેશ અને અનનુરૂપ અપાતો ઉપદેશ કેટલો ભયંકર છે તે જણાવ્યું. માટે જ ઉપદેશક આત્માએ દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવના બહુ જ વિચક્ષણ થવું. શાસનને અને સંઘને કદાચ લાભ ન થાય તો તો ઠીક છે. પરંતુ નુકશાન તો ન જ થાય તે બારીકાઈથી જોવું જોઈએ, પછી જ ઉપદેશ આપવો. ૩૭ છે.
જુ
યોગશતક (ડ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org