________________
'गुरुणो 'अजोगिजोगो, अच्चंतविवागदारुणो णेओ। "जोगीगुणहीलणा, 'णट्ठणासणा धम्मलाघवओ ॥ ३७ ॥
“ગુરુ”-૩મવર્ષાભિન: રૂ. “ોયો "ગોગવ્યાપી विपरीतोपदेशादिः अत्यन्तविपाकदारुणो ज्ञेयः अतिशयेन दारुण इत्यर्थः । कुतः ? इत्याह योगिगुणहीलनात् कारणात् । एवं हि विडंबकप्रतिपत्तिन्यायेन तद्गुणा हीलिता भवन्ति। "उत्तमपदस्थस्य तद्धर्माननुपालनमघोषणा विडम्बना इति वृद्धाः । तथा नष्टनाशनात् = नष्टा एते प्राणिनोऽयोग्यतया विपरीतोपदेशेन नाशिता भवन्ति । तथा"धर्मलाघवात्"हेतोःविपरीतोपदेशाद्धि तत्त्वाप्रतिपत्त्या वितथासेवनेन धर्मलाघवम् । इतिगाथार्थः ।। ३७ ।।
ગાથાર્થ-અયોગિમાં (યોગને યોગ્ય એવા પાત્રોથી ભિન્ન એવા ભવાભિનન્દ જીવોમાં) કરાયેલો યોગનો ઉપદેશ ગુરુજીને અત્યન્ત દારુણવિપાક આપનારસમજવો, તેનાં ત્રણ કારણ જાણવાં (૧) યોગીઓના ગુણોની અવહેલના થાય છે. (૨) નષ્ટનું (પતિતનું) વધારે નાશન (પતન) થાય છે. અને (૩) જિનેશ્વર પ્રભુના ધર્મની લઘુતા થાય છે. ૩૭
ટીકાનુવાદ - ઉપદેશક એવા જે આચાર્યભગવન્ત અયોગિવ્યાપાર કરે, એટલે કે (૧) અયોગ્યને ઉપદેશ આપે, અથવા (૨) વિપરીતોપદેશ આપે અર્થાત્ અપુનર્બન્ધકને સર્વવિરતિ આદિની જેમ જે જીવને જે ઉપદેશ યોગ્ય ન હોય તે જીવને તે ઉપદેશ આપે, તો આ બન્ને પ્રવૃત્તિઓ સ્વરૂપ “અયોગિવ્યાપાર' ઉપદેશક એવા આચાર્યને અતિ ભયંકર કર્મવિપાક સ્વરૂ૫ ફળને આપનાર બને છે. ઉપદેશ આપવો એ કેટલી જવાબદારીભર્યું કાર્ય છે? ઉપદેશક થતાં પહેલાં પોતે તેવા યોગ્ય - ગંભીર વિચક્ષણ – આત્માર્થી અને પાત્રાપાત્રના જાણ બનવું પડે છે. જો ગફલત થઈ જાય તો પરનું અહિત કરવા રૂ૫ ચીકણું અને વિપાકમાં દારૂણ એવું કર્મ બંધાઈ જાય છે. અપાત્રને ઉપદેશ આપવાથી અને યોગ્ય પાત્રને અયોગ્ય ઉપદેશ આપવાથી (૧) આ ગાળામાં કહેલા “અયોગિયોગ'' શબ્દના બે અર્થી સંગત થાય છે. એક અર્થ એ છે કે અયોગીને (ભવાનિદિને) કરાતો ઉપદેશાત્મક જે યોગ તે ગુરૂજીને કર્મ બંધનું કારણ બને છે. બીજો અર્થ એ છે કે ગુરુજી યોગી હોવા છતાં અયોગ્યને ઉપદેશ આપવા રૂપ આચરેલો, યોગીને ન શોભે તેવો, અર્થાત્ અયોગીને શોભે તેવો યોગ-એટલે ઉપદેશાત્મક વ્યાપાર તે ગુરુજીને કર્મબંધનું કારણ બને છે. એમ બન્ને અર્થો અપેક્ષાથી અહિ સંગત થાય છે.
I wયોગશક છે રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org