________________
અને તેથી બળની નિગૂહના કરવાની વૃત્તિ જન્મે છે, પરંતુ અનંત ભવોએ પણ દુર્લભ એવો આ માનવભવ, જૈનધર્મ, અને રત્નપત્રીનો જે યોગ મળ્યો છે, તે અતિશય દુર્લભ છે, માટે મોહનો પરાભવ કરવા માટે દેહાધ્યાસ ત્યજીને શક્ય બને તેટલું બળનું અનિગુહન કરી ધર્મકાર્યોમાં લીન થવું.
ધર્મકાર્યો કરતી વખતે શરીરની સુખશીલતા વૃત્તિ જે સેવવામાં આવે છે, તે મોહદશા છે. ઉપસર્ગો અને પરિષદો સહન કરવાની પણ અંશે અંશે ટેવ પાડવી જોઈએ. ગામાનુગામવિહાર કરતાં કરતાં આહાર નિહાર અને વિહારની પ્રતિકુળતાઓ ઉપસ્થિત થાય તો પણ આત્મા શમભાવ રાખી કર્મ નિર્જરા સાધી શકે- એવો આત્મા સહનશીલ બનાવવો. અન્યથા આર્તધ્યાનથી કર્મબંધ જ થયા કરે માટે ધર્મકાર્યોમાં સુખશીલતા ત્યજી બળનું અનિગૂહન કરવું. (૫) સર્વત્ર પ્રશમભાવે પ્રવૃત્તિ
પ્રતિક્રમણ - પડિલેહણ – ગોચરીચર્યા – સ્વાધ્યાય - વાચના – વિનય આદિ સર્વ ધર્મકાર્યો પ્રશમભાવ પૂર્વક કરવાં, સાનુકુળ અને પ્રતિકુળ સંજોગોમાં મનની સમવૃત્તિ રાખવી, ક્ષમાદિ દશવિધ યતિધર્મોનું શક્ય તેટલું યથાર્થ પાલન કરવું. અનાદિ કાલીન મોહની વાસનાના બળે આ આત્મા જે ધર્માનુષ્ઠાનમાં જોડાય છે તે કાળે તે પછીના મનમાં કરવા માટે ધારેલા ધર્માનુષ્ઠાનની તાલાવેલીથી ચાલુક્રિયામાં “જલ્દી કરો જલ્દી કરો” એમ અધીરાઈ આવી જાય છે અને તેના પછીની બીજી ક્રિયામાં જોડાય ત્યારે તેની પછીની ત્રીજી ક્રિયાની ઉત્સુક્તાથી આ બીજી ક્રિયા પણ અપ્રશાન્ત ચિત્ત વાળી બની જાય છે. આવા પ્રકારના ચિત્તના આઠ દોષોને ત્યજવા પૂર્વક સ્વીકૃત ધર્મક્રિયામાં દત્તચિત્ત બની કષાયોનો વિજય કરી પ્રશાન્તભાવવાળા બનવું. (૬) ગુરુઆજ્ઞામાં નિજલાભ ચિંતન :
ગુરુજીના વચનને અનુસરવામાં જ કર્મોની નિર્જરા થવા સ્વરૂપ નિકલાભચિંતન =મને મારા આત્માનો લાભ પ્રાપ્ત થવાના છે એમ વિચારવું. તે કેવી રીતે વિચારવું? તો આચાર્ય શ્રી જણાવે છે કે :- અતિશય નિઃસ્પૃહ, તરણતારણ, પૂર્ણઆત્માર્થી, પરમોપકારી એવા આ ગુરુજી મને પુત્રની જેમ ઘણા જ વાત્સલ્યભાવથી દરરોજ ધર્મોપદેશ આપે છે, તેઓ મારો ઘણો જ અનુગ્રહ કરે છે, અર્થાત્ અતિશય ઉપકાર
- I યોગશતક કે 'ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org