SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહિત કરવાનું આ જ પરમ સાધન છે માટે ગુરુને આત્મસમર્પણ કરવું અને સત્યપાલન કરવું એ જ ગુરુકુળવાસનો મર્મ છે. આવો ઉપદેશ શિષ્યોને આપવો. (૨) ઉચિતવિનયકરણ જ્ઞાનવિજ્યાદિ ચાર પ્રકારનો વિનય કરવો, વિનય કરવો એ ભગવાનની આજ્ઞા છે એમ સમજી અવશ્ય આચરવો જોઈએ. સર્વ ધર્મક્રિયાઓમાં અનંત ઉપકારી પરમાત્માનીતરાગદેવની આજ્ઞા અનુસરવાની છે. તે આજ્ઞા પ્રત્યેનો હાર્દિક ભક્તિભાવ પૂર્વકનો વિજ્ય સાચવવો એ જ સાચો આત્મહિતનો માર્ગ છે. જેમણે સંસાર તરવાને માર્ગ બતાવ્યો, તેમના પ્રત્યે નમ્રસ્વભાવ એ જ કલ્યાણ કરનાર છે. કોઈનાથી ભયભીત થઈને, ગુરુજીને તથા સમાજને વહાલા લાગવા, અને પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા કરાતો વિનય મોહમય હોવાથી આત્મકલ્યાણ કરનાર બનતો નથી, તેથી જ ટીકાકારે “પીવાજ્ઞયા” એમ લખ્યું છે. તેથી શક્ય હોય તેટલી ભગવાનની આજ્ઞા પાળવા પૂર્વક જ વિનય કરવો. કદાચ કોઈ અસાધારણ સંજોગોને વશ થઈ ભગવાનની આજ્ઞા ન સાચવી શકાય તો પણ પૂર્ણપણે તેનો પક્ષપાત હૈયામાં હોવો જોઈએ અને વિનય ન સચવાયો તેનું ઘણું જ દુઃખ હૈયામાં થવું જ જોઈએ. આવો ઉચિત વિનય કરવાનો ઉપદેશ આપવો. (૩) વસતિ પ્રમાર્જનાદિ ગૃહસ્થના જીવન કરતાં સાધુનું જીવન મોક્ષ માટે નિકટનું કારણ છે. તેથી જ ત્યાં ક્રિયામાર્ગ સવિશેષ છે. ગૃહસ્થ જીવનમાં સ્વાધ્યાયની પ્રધાનતા, અને સાધુજીવનમાં સ્વાધ્યાય અને ક્રિયા એમ ઉભયની પ્રધાનતા છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં કહ્યું છે કે : ચરણકરણગુણહીણડા, જ્ઞાનપ્રધાન આદરિઇ રે ઈમ કિરિયા)ણ અભ્યાસી, ઈચ્છાયોગથી તરિડે રે I ૬૩ ચરણપતિત વલી શ્રાવકો, તનુધર્મા વલી જેહો રે ! તેહનઈ જ્ઞાન પ્રધાન છ મુનિનાં બે ગુણ ગેહો રે ર૬૪ો. તેથી જે જે કાળે સાધુજીવનમાં વસતિપ્રમાર્જના, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પડિલેહણ આધિ ધર્મકાર્યો કરવાનાં કહ્યાં છે, તેનો સમય સાચવવા પૂર્વક બહુમાન સહિત સવિશેષ પ્રયત્ન કરવો. પરંતુ યદચ્છાએ મરજી મુજબ કાર્યો ન કરવાં, કાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy