________________
મહેસાણાના પનોતા પુત્ર શાસનસેવક શ્રી વેણીચંદભાઈ
અધ્યાપક રતિલાલ ચીમનલાલ દોશી
ભૌતિક શિક્ષણ મહત્ત્વ પ્રાપ્ત કરી આગળ વધી રહ્યું હતું. સ્વાર્થની ઘેરી છાયામાં દયાદાન-પ્રેમ અને પરોપકાર ભુલાઈ રહ્યાં હતાં ત્યારે કેટલાક મહાપુરુષો ભાવિ અનર્થોનો વિચાર કરી તેના પ્રતિકાર માટે શક્ય પ્રયત્ન કરવા પ્રયત્નશીલ બન્યા. તેમાંનો એક ઉપાય એટલે પારમાર્થિક-ધાર્મિક જ્ઞાનનો બહોળો પ્રચાર.
ધાર્મિક જ્ઞાનનો જેટલો પ્રચાર થાય તેટલી દીન, હીન અને ક્રૂર પ્રતિ દયા, સાધર્મિક પ્રતિ નેહભર્યા સહકારની અપેક્ષા, દેવ-ગુરુ પ્રત્યેના ભક્તિરસની વૃદ્ધિ અને સ્વાર્થ તથા અસંતોષની અગનજવાળા સ્પશે નહિ.
ન્યાયવિશારદ, જ્ઞાનરુચિ પૂ. દાનવિજયજી મ.સા. તથા પૂ. ક્રિયાનિઝ રવિસાગરજી મ.સા.ના અંતરમાં આવી ભાવના જાગી અને તેઓશ્રીએ મહેસાણા શ્રીસંઘમાં પૂ. સાધુ-સાધ્વીજી મ.સાહેબો માટે પાઠશાળા સ્થાપવા પ્રેરણા કરી.
એ અનુપમ પ્રેરણાને ઉત્સાહભર્યા અંતરથી આવકારનાર તે શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ.
તેમનો જન્મ મહેસાણા-દશા શ્રીમાળી જ્ઞાતિના દોશી કુટુંબમાં થયો હતો. વિ.સં. ૧૯૧૪ ચૈત્ર વદ પાંચમ ને સોમવાર તે તેમનો જન્મદિવસ.
પિતા સુરચંદભાઈ અને માતા માણેકબાઈના ઉત્તમ સંસ્કારો તેમણે એવા જીવનમાં વણી લીધા કે બાલ્યકાળથી જ દયા, દાન, સહનશીલતા અને સંતોષે જીવનમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત
સોળ વર્ષની વયે આર્ય સ્ત્રીના વારસાગત ગુણોથી યુક્ત શ્રી પ્રસન્નબાઈ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. દલાલી વગેરેના વ્યવહાર દ્વારા અર્થોપાર્જન કરવા સાથે પૂજા, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મકાર્યો કરવા પણ સતત પ્રયત્નશીલ રહેતા.
સંસારના ફળસ્વરૂપ સંતાનોની પ્રાપ્તિ પણ થઈ છતાં એક પુત્રી સિવાય કોઈ દીર્ઘજીવી ન બન્યાં. પતિવ્રતા પ્રસન્નબાઈ સર્વ રીતે સાનુકૂળ બનતાં. ભાવિના લેખને કોણ ભુલાવી શકે ?
[
સૌજન્ય : સ્વ. શ્રી કલ્પેશકુમાર બાબુલાલ શાહ, થરા
૩િ૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org