________________
યાત્રાસંઘ આયોજન જેવાં બહિર્મુખ કાર્યોમાં મનોયોગ ન કરતાં શાસ્ત્રચિંતન અને નબન્યાયના ગહન વિષયમાં રત રહ્યા. વળી તેમની સાચી પ્રતિભા પ્રકટી ઊઠે તેમાં અનેક અવરોધો નડ્યા જ છે. જૈન શાસનના ભાગલા, જિનમત વિરોધી વંટોળો, તેજોદ્વેષ, કુસંપ, કડવામત, મૂર્તિપૂજા વિરોધીઓના પ્રહારો – આ બધાનો સામનો કરવામાં તેમની શક્તિનો ઘણો વ્યય થયો છે. તેમની પ્રતિભા-શક્તિ માત્ર સર્જન-અને ચિંતનના ક્ષેત્રે જ વળી શકી હોત તો એ ક્ષેત્રે ગુજરાતની સમૃદ્ધિ વધી શકી હોત, છતાં તેમણે જે કંઈ પ્રદાન કર્યું, તે જે તે ક્ષેત્રનું સર્વોત્તમ ચિરંજીવ અને શ્રત કેવલીનું પ્રદાન છે.
કોઈ પણ સર્જકના જીવનકાર્યનું સાચું મૂલ્યાંકન કરવું હોય તો તેના યુગની પશ્ચાદભૂમિકા જોવી જરૂરી છે. વૈદિક અને શ્રમણ – આ બંને પરંપરાઓમાં ૧૧-૧૨ સદી પછી કોઈ પ્રથમ શ્રેણીનો દાર્શનિક પાક્યો નથી. ભારતની રાજકીય પરાધીનતાના યુગમાં સાંસ્કૃતિક ધરાતલ નીચું ઊતરતું ગયું. જૈન પરંપરામાં વલભીવાચન પરિષદ પછી જૈન દર્શનમાં પણ ચિંતનપ્રવાહ મંદ પડતો ગયો; તે પછીના સમયમાં ચિંતનની ક્ષિતિજો દિનપ્રતિદિન ધૂંધળી થતી જતી હતી, નવાં સર્જનોનાં કોઈ એંધાણ વર્તાતાં ન હતાં, વિદ્યાવિમુખતા પ્રજાને ભરડો લઈ બેસી હતી ત્યારે શ્રી યશોવિજયજીનું જૈન ચિંતન-સર્જન ક્ષેત્રે આશાસ્પદ વ્યક્તિત્વ હતું. તેમની પ્રતિભાના તેજે ગુજરાત ધન્ય બન્યું એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
તેમની સર્જકપ્રતિભા બહુમુખી હતી, તેમની વિદ્વત્તા પારગામી હતી, પરમત ખંડનપટુતા તીર્ણ અને સદા-સફળ હતી. વક્નત્વકલા ક્ષોભરહિત હતી, દાર્શનિકતા સન્માન્ય હતી, કાશી જેવા એક પ્રાચીન વિદ્યાક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કરનાર કદાચ આ પહેલી જ ગુર્જર પ્રતિભા હતી. શ્રી દલસુખભાઈ માલવણિયાજીના મતે નવ્યન્યાયનો પ્રવેશ જૈન સાહિત્યમાં કરનાર ઉપાધ્યાયજીનું માત્ર ન્યાય સાહિત્યનું પ્રદાન.ઉપલબ્ધ રહે તો પણ ગુર્જર જૈન સાહિત્ય ધન્ય બને એમાં શંકા નથી.
શ્રી યશોવિજયજી સમન્વયની દૃષ્ટિ ધરાવનાર એક પ્રજ્ઞાપુરુષ હતા. તેમણે જૈન સંપ્રદાયના ગ્રંથો ઉપરાંત જૈનેતર ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. પાતંજલ યોગ અને
ભગવદ્ગીતા'નાં કેટલાંય તત્ત્વો પોતાના ગ્રંથોમાં ઉતાર્યા છે. ડૉ. વિન્ટરનિટ્ઝ જેવા જર્મન વિદ્વાને તેમના જીવનકાર્યને મૂલવતાં લખ્યું છે કે, તેમણે એક માત્ર સમન્વયની ભાવનાથી શ્વેતાંબર-દિગંબર પંથોને એક કરવા પ્રયાસો કર્યા હતા. એક આદર્શ સંત તરીકે તેમનું નામ આજે પણ સન્માનિત છે અને મહેસાણા, બનારસ, પાલીતાણા જેવાં સ્થળોએ વિદ્યાકીય સંસ્થાઓ સાથે તેમનું પવિત્ર નામ જોડાયેલું છે.
- સૂર્યોદય સમયે સરસ્વતી કિનારે ઊભેલી એક મહાન શક્તિ પોતાના પ્રકાશથી-તેજથી આખા ગુજરાતને છાયી દેતી કલ્પો... તમને શ્રી હેમચંદ્રાચાર્ય દેખાશે. ધૂમકેતુના આ વાક્ય જેવું વિધાન કરી શકાય કે, “ત્ર સુતા સરસ્વતી”ના કલંકવાળા ગુર્જર ભૂમિના ભવ્ય અતીતની કલ્પના કરો. અને એના અનેક સરસ્વતીપુત્રોનું વૃંદ ખિન્ન બની આ ભૂમિ છોડી જતું દેખાય તેમાં છેલ્લો, એકલો, અટૂલો સરસ્વતીપુત્ર દેખાય તે પૂ. ઉપાધ્યાય યશોવિજયજી. આ મહાન જ્યોતિર્ધરને લાખ લાખ વંદના.
સૌજન્ય : શ્રી કાન્તિલાલ કેશરીચંદ શાહ, થરા
[૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org